અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/નીરવ પટેલ/હું ન ડોશી: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|હું ન ડોશી|નીરવ પટેલ}} <poem> <center>૧</center> હાળા ચાલી-પચ્ચા વરહથી બખા...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 56: | Line 56: | ||
{{Right|પરબ, ઑગસ્ટ, પૃ. ૧૭-૧૮}} | {{Right|પરબ, ઑગસ્ટ, પૃ. ૧૭-૧૮}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav | |||
|previous=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/નીરવ પટેલ/વહવાયા | વહવાયા]] | ...એ મશાલો સળગી ભાગોળે, ]] | |||
|next=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રમણીક સોમેશ્વર/અણદીઠ પંખી | અણદીઠ પંખી ]] | મારા બધા જ પરિતાપ લઈ ઊભો છું ]] | |||
}} |
Latest revision as of 10:36, 28 October 2021
નીરવ પટેલ
હાળા ચાલી-પચ્ચા વરહથી બખાળા કર સ
પણ કશ્શો ભલીવાર લાવતા નથી એમના કૉમમં.
બે-પાંચ વરહ થયાં નથી
ક આ આયા મત માગવા!
માળી કશ્શી ગતાગમ પડતી નથી —
આટઆટલા મત જાય સ ચ્યાં?
કૅ’સ ક આ વખત તો વાલો નાંમેરી ઊભા સ...
હો કૅ’સ માંણહ હારો સ.
કે’વાય સ ક ભલો આદમી બાબાસાયેબના વખતથી
ગરીબ-ગુરબાંનાં કાંમ કર સ.
પણ આ રાખ્ખશોમાં બાપડાનું હું ગજુ?
બોલ ડોશી, હું કરવું સ આ ફેરા?
તમે તો જનમના ભોળિયા, ડોહા —
વૈતરાં કૂટી ખાવ.
હાંભર્યું સ ક માથાદીઠ દહ મલ સ?
અનઁ ગાંઠિયાનું પડીકું સોગામ
મોટર મેલી જાય ન લૈ જાય
ઘૈડે-ઘૈડપણ મહાલી લો બે ઘડી —
પોટલી પાંણી પીવું હોય તો પી લો.
વાલા નાંમેરીનું ભગવાંન હારું કર —
પણ મત તો મનુભૈનં.
જાવ જઈનં ભાવતાલ કરી આવો,
કૅ’જો ક બે જણ સઃ
હું ન ડોશી.
ભૈ હાંભર્યું સ ક એ તો માથાદીઠ દહ આલ સ
તમાર બાર આલવા હોય તો
બે સઃ
હું ન ડોશી...
ઝાઝા નથી
બે દહાડીનાં મૂલ સ.
અમારા બે ઘડી વિહાંમો વૈતરાંમાંથી
બાકી અમે તો આ હેંડ્યાં હાડકાં વેંણવા—
મગો મેંતર કોથળે પાંચ આલ સ.
હાંજ પડ રોટલા ભેળા થયા
એટલે ભયો ભયો.
ભૈ તમનં હોંપ્યાં રાજ ન પાટ
અમાર તો ભલો અમારો રઝળપાટ.
કૉ’, દા’ડો ચઢ સ
નં ડોશી ખોટી થાય સ...
પાપમાં પડવાનું સ
પણ બોલ્યું પાળવાનું સ.
બોલો, આલવા સ માથાદીઠ બાર?
બે સઃ
હું ન ડોશી.
પરબ, ઑગસ્ટ, પૃ. ૧૭-૧૮