અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રમણીક સોમેશ્વર/આ અમથાજી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|આ અમથાજી|રમણીક સોમેશ્વર}} <poem> માણસ નહિ પણ વાટ વગરનું ફાનસ છે...")
 
No edit summary
 
Line 19: Line 19:
{{Right|(તમે ઉકેલો ભેદ, ૧૯૯૬, પૃ. ૫૭)}}
{{Right|(તમે ઉકેલો ભેદ, ૧૯૯૬, પૃ. ૫૭)}}
</poem>
</poem>
{{HeaderNav2
|previous =અવાવરુ ઊંડાણે
|next =આપણે તો એટલામાં રાજી
}}

Latest revision as of 10:39, 28 October 2021


આ અમથાજી

રમણીક સોમેશ્વર

માણસ નહિ પણ વાટ વગરનું ફાનસ છે આ અમથાજી,
થરથરતી ઠંડીમાં ભીનું બાકસ છે આ અમથાજી.

લોક વચાળે ગાય-વગાડે, તાતા થૈ થૈ નાચે છે,
ચોરે ચૌટે ભજવાતું એક ફારસ છે આ અમથાજી.

ફાટેલા દિવસને બખિયા ભરી ભરીને સાંધે છે,
ટાંકા-ટેભાવાળું તોયે અતલસ છે આ અમથાજી.

જીવતરનાં સૌ દૃશ્યો અમથો ઝાંખાં-પાંખાં ભાળે છે,
આંખો વચ્ચે ફેલાયેલું ધુમ્મસ છે આ અમથાજી.

રોજ એકના એક ખેલને ભજવી ભજવી થાક્યા છે,
આમ જુઓ તો ફ્લૉપ ગયેલું સરકસ છે આ અમથાજી.
(તમે ઉકેલો ભેદ, ૧૯૯૬, પૃ. ૫૭)