અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/દાન વાઘેલા/વીર મેઘમાયાએ ગાવા ધારેલું એક ગીત: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|વીર મેઘમાયાએ ગાવા ધારેલું એક ગીત|દાન વાઘેલા}} <poem> જીવતર જીવ...")
 
No edit summary
 
Line 28: Line 28:
{{Right|હયાતી, જૂન, પૃ. ૫}}
{{Right|હયાતી, જૂન, પૃ. ૫}}
</poem>
</poem>
{{HeaderNav
|previous=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/કિશોર બારોટ/ગીત (શેઢે બેઠો છે...) | ગીત (શેઢે બેઠો છે...)]]  | શેઢે બેઠો છે કિરતાર, મારી સાથે મહેનત કરતો,  ]]
|next=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/બાબુ સુથાર/‘છ કાવ્યો’માંથી | ‘છ કાવ્યો’માંથી]]  | સાંજ પડી છે. દૂર દૂર સીમમાં કોઈક એના રાવણહથ્થા ]]
}}

Latest revision as of 12:36, 28 October 2021


વીર મેઘમાયાએ ગાવા ધારેલું એક ગીત

દાન વાઘેલા

જીવતર જીવ્યાં તાણેવાણે!
સાળ વચાળે શ્વાસ ગૂંથતા, હરદમ હરિનાં ગાણે!

જીવતર જીવ્યાં તાણેવાણે!...
ફળફળતાં જળમાં ઝબકોળી
કરમ-જુવારની કાંજી!
સૂતરને તરણીથી જ તાણી
અંજળ નીરખ્યાં આંજી!

ખપાટ ખસતી જાય ખટાખટ, ખરાં ખોળિયાં ટાણે!
કરમ-ધરમનાં લેખાં-જોખાં, ગુંજે પાણે-પાણે!

જીવતર જીવ્યાં તાણેવાણે...
અરધાં બાહર અરધાં ભોં-માં
રહ્યાં ચોફાળ સાંધી!
હૃદય-રાશનો રંગ ચડાવ્યો
રાખી મુઠ્ઠી બાંધી!

નિગમ-સારમાં નીતિ જીતી, મૂલ ન થાયે નાણે!
જોગી, યોગી, ધીર, વીર મેઘમાયો મસ્તી માણે!

સાળ વચાળે શ્વાસ ગૂંથતા...
જીવતર જીવ્યાં...
હયાતી, જૂન, પૃ. ૫