અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/બાબુ સુથાર/‘છ કાવ્યો’માંથી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|‘છ કાવ્યો’માંથી|બાબુ સુથાર}} <poem> સાંજ પડી છે. દૂર દૂર સીમમાં...")
 
No edit summary
 
Line 28: Line 28:
{{Right|તથાપિ, સપ્ટે.-નવે.}}
{{Right|તથાપિ, સપ્ટે.-નવે.}}
</poem>
</poem>
{{HeaderNav
|previous=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/દાન વાઘેલા/વીર મેઘમાયાએ ગાવા ધારેલું એક ગીત | વીર મેઘમાયાએ ગાવા ધારેલું એક ગીત]]  | જીવતર જીવ્યાં તાણેવાણે! સાળ વચાળે ]]
|next=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/બાબુ સુથાર/ગયા મરણ વખતે | ગયા મરણ વખતે]]  | વૈતરણી ઓળંગતાં ]]
}}

Latest revision as of 12:37, 28 October 2021


‘છ કાવ્યો’માંથી

બાબુ સુથાર

સાંજ પડી છે.
દૂર દૂર સીમમાં કોઈક
એના રાવણહથ્થા પર
ગીત ગાઈ રહ્યું છે

એના શબ્દો
થોડા થોડા સમજાઈ રહ્યા છેઃ

“આ ભેંસો જેની હતી એમને પાછી
આપી આવજે વીરા.”

ઓહ, આ તો વિજાણંદ
મારો બાળપણનો ભેરુ
હું પણ ગયેલો એની સાથે
ચાંદરી ભેંસો લેવા.

પછી હું જાઉં છું
એ ગીત ભણી
ભેંસો લેવા.

સવારે ઊઠું છું ત્યારે
મને મારી પરસાળમાંથી મળી આવે છે
એક જંતરઃ ભાંગ્યુંતૂટ્યું
તથાપિ, સપ્ટે.-નવે.