અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/યોગેશ જોષી/સોનેરી પતંગ: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|સોનેરી પતંગ|યોગેશ જોષી}} <poem> નાનો હતો ત્યારે કપાયેલા એક સોન...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
(One intermediate revision by the same user not shown) | |||
Line 32: | Line 32: | ||
{{Right|ગુજરાત, દીપોત્સવી}} | {{Right|ગુજરાત, દીપોત્સવી}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav | |||
|previous=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/યોગેશ જોષી/સંબંધ | સંબંધ ]] | સંબંધ હતો મારે એ ડોસી સાથે…]] | |||
|next=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/વિનોદ જોશી/કૂંચી આપો, બાઈજી! | કૂંચી આપો, બાઈજી!]] | કૂંચી આપો, બાઈજી! તમે કિયા પટારે મેલી ]] | |||
}} |
Latest revision as of 12:59, 28 October 2021
સોનેરી પતંગ
યોગેશ જોષી
નાનો હતો ત્યારે
કપાયેલા એક સોનેરી પતંગ પાછળ
દોડતો...
પવન સાથે સેલારા લેતા એ પતંગના
દોરનો છેડો
મારી આંગળીઓથી
જરીક જ દૂર રહેતો...
હું કૂદકો મારતો
તો લટકતા દોરને છેડોય
જરીક ઊંચે જતો...!
ખુલ્લા મેદાનમાં
એ સોનેરી પતંગની
પાછળ ને પાછળ
હું દોડ્યા કરતો...
પતંગ ઊંચેની હવામાં
ઊંચે ને ઊંચે તો નહોતો જતો
પણ નીચેય નહોતો આવતો...
હજીય હું
દોડ્યા કરું છું આ પૃથ્વી પર...
સોનેરી પતંગ હવે
એકાદ વેંત જ દૂર છે...
મેં
હાથ
લંબાવ્યો છે
ક્ષિતિજ રેખાની બહાર
પેલે પાર... ...
ગુજરાત, દીપોત્સવી