વિશિષ્ટ સાહિત્યસંજ્ઞા કોશ/R: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(+1)
No edit summary
 
Line 4: Line 4:
{{hi|'''Rahmenerzahlung વાર્તા અંતર્ગત વાર્તા''' જુઓ, Inset story.}}
{{hi|'''Rahmenerzahlung વાર્તા અંતર્ગત વાર્તા''' જુઓ, Inset story.}}
{{hi|'''Raisonneur વિશ્વસ્ત''' નવલકથા કે નાટકમાં જેનો કૃતિના વિકાસ પર ઓછો પ્રભાવ હોય પરંતુ નાયકના વિશ્વસ્ત મિત્ર તરીકે એની અંગત લાગણીઓ અને એના આશયોને જાણતું હોય એવું પાત્ર.}}
{{hi|'''Raisonneur વિશ્વસ્ત''' નવલકથા કે નાટકમાં જેનો કૃતિના વિકાસ પર ઓછો પ્રભાવ હોય પરંતુ નાયકના વિશ્વસ્ત મિત્ર તરીકે એની અંગત લાગણીઓ અને એના આશયોને જાણતું હોય એવું પાત્ર.}}
{{hi|'''Reality effect વાસ્તવ પ્રભાવ રોલાં બર્થે ઇતિહાસ અંગે આપેલી વિભાવના. અહીં ભાષા અને ઇતિહાસ વચ્ચેનો સંબંધ, પ્રમાણ સામગ્રી અને એને આધારે ઊભી કરેલી ઐતિહાસિક હકીકત વચ્ચેનો સંબંધ, વાસ્તવિક સમાનાનુરૂપતા પર આધારિત નથી. આનો અર્થ એ થયો કે ઇતિહાસકારો જેને ખરેખર ભૂતકાળ તરીકે સ્વીકારે છે તે ફક્ત વાસ્તવપ્રભાવ હોય છે; અને આ વાસ્તવ પ્રભાવ આપણી એવી ધારણામાંથી જન્મ્યો હોય છે કે આપણે ભૂતકાળનું પર્યાપ્ત રીતે પુનર્રચન કરી શકીએ છીએ. પરંતુ આથી ઐતિહાસિક સત્ય વધુ સમસ્યાપૂર્ણ બને છે.}}
{{hi|'''Reality effect વાસ્તવ પ્રભાવ''' રોલાં બર્થે ઇતિહાસ અંગે આપેલી વિભાવના. અહીં ભાષા અને ઇતિહાસ વચ્ચેનો સંબંધ, પ્રમાણ સામગ્રી અને એને આધારે ઊભી કરેલી ઐતિહાસિક હકીકત વચ્ચેનો સંબંધ, વાસ્તવિક સમાનાનુરૂપતા પર આધારિત નથી. આનો અર્થ એ થયો કે ઇતિહાસકારો જેને ખરેખર ભૂતકાળ તરીકે સ્વીકારે છે તે ફક્ત વાસ્તવપ્રભાવ હોય છે; અને આ વાસ્તવ પ્રભાવ આપણી એવી ધારણામાંથી જન્મ્યો હોય છે કે આપણે ભૂતકાળનું પર્યાપ્ત રીતે પુનર્રચન કરી શકીએ છીએ. પરંતુ આથી ઐતિહાસિક સત્ય વધુ સમસ્યાપૂર્ણ બને છે.}}
{{hi|'''Reconstructionist History પુનર્રચનાવાદી ઇતિહાસ''', પુનર્રચનાવાદી ઇતિહાસ વિજ્ઞાનની જેમ ચોક્કસ સત્યને શોધે છે. મૂળ અર્થ વિશેની માન્યતા જાળવીને પ્રત્યક્ષ અનુભવમાંથી ઐતિહાસિક અર્થ તારવીને એને કથન – પ્રતિનિધાનોમાં ઢાળીને પરંપરા પ્રમાણોની આસપાસ ઐતિહાસિક સમજૂતી રચે છે. ઇતિહાસની બીજી બે શાખાઓ છે : રચનાવાદી (Constructionist) અને વિરચનાવાદી (Deconstructionist) રચનાવાદી ઇતિહાસ વિચારધારાથી રંગાયેલો હોય છે અને સમકાલીન સાંસ્કૃતિક વ્યવહારોમાં ખૂંપેલો રહીને સમજૂતી આપે છે. તો, વિરચનાવાદી ઇતિહાસ સ્વરૂપ અને સામગ્રીના સંબંધ પર મૂળ સ્રોત અને એના અર્થઘટનના સંબંધ પર અને અપરિહાર્ય ઐતિહાસિક સમજની સાપેક્ષતા પર મૂકે છે. સાહિત્યની સામગ્રીની જેમ ઇતિહાસની સામગ્રી એની પોતાની પ્રકૃતિ પરથી નિર્દેશાવી જોઈએ.}}

{{hi|'''Recuperation પુનર્લબ્ધિ''' કોઈ પણ સાહિત્યકૃતિનું આકલન કે એનું અર્થઘટન કરવું એટલે સંસ્કૃતિથી પ્રાપ્ય બનતી વ્યવસ્થાની કે તંત્રની રીતિઓ અંતર્ગત એને ખેંચી લાવવાનો પ્રયત્ન કરવા બરાબર છે. આ પ્રક્રિયાને સ્વાભાવિકીકરણ ઉપરાંત બીજી અનેક સંજ્ઞાઓથી સંરચનાવાદીઓ ઓળખે છે, એમાંની પુનર્લબ્ધિ સંજ્ઞા કશું પણ નકામું ન જવા દેવા પર અને આકલનની ક્રિયા દરમિયાન કશું પણ છટકી ન જવા દેવા પર ભાર મૂકે છે. આ ઉપરાંત રશિયન સ્વરૂપવાદીઓ અભિપ્રેરણા સંજ્ઞા હેઠળ વસ્તુઓને પ્રમાણિત કરી કશું અસંગત કે યાદૃચ્છિક નથી એમ બતાવે છે.}}

Latest revision as of 02:40, 3 December 2025

R
Rahmenerzahlung વાર્તા અંતર્ગત વાર્તા જુઓ, Inset story.
Raisonneur વિશ્વસ્ત નવલકથા કે નાટકમાં જેનો કૃતિના વિકાસ પર ઓછો પ્રભાવ હોય પરંતુ નાયકના વિશ્વસ્ત મિત્ર તરીકે એની અંગત લાગણીઓ અને એના આશયોને જાણતું હોય એવું પાત્ર.
Reality effect વાસ્તવ પ્રભાવ રોલાં બર્થે ઇતિહાસ અંગે આપેલી વિભાવના. અહીં ભાષા અને ઇતિહાસ વચ્ચેનો સંબંધ, પ્રમાણ સામગ્રી અને એને આધારે ઊભી કરેલી ઐતિહાસિક હકીકત વચ્ચેનો સંબંધ, વાસ્તવિક સમાનાનુરૂપતા પર આધારિત નથી. આનો અર્થ એ થયો કે ઇતિહાસકારો જેને ખરેખર ભૂતકાળ તરીકે સ્વીકારે છે તે ફક્ત વાસ્તવપ્રભાવ હોય છે; અને આ વાસ્તવ પ્રભાવ આપણી એવી ધારણામાંથી જન્મ્યો હોય છે કે આપણે ભૂતકાળનું પર્યાપ્ત રીતે પુનર્રચન કરી શકીએ છીએ. પરંતુ આથી ઐતિહાસિક સત્ય વધુ સમસ્યાપૂર્ણ બને છે.
Reconstructionist History પુનર્રચનાવાદી ઇતિહાસ, પુનર્રચનાવાદી ઇતિહાસ વિજ્ઞાનની જેમ ચોક્કસ સત્યને શોધે છે. મૂળ અર્થ વિશેની માન્યતા જાળવીને પ્રત્યક્ષ અનુભવમાંથી ઐતિહાસિક અર્થ તારવીને એને કથન – પ્રતિનિધાનોમાં ઢાળીને પરંપરા પ્રમાણોની આસપાસ ઐતિહાસિક સમજૂતી રચે છે. ઇતિહાસની બીજી બે શાખાઓ છે : રચનાવાદી (Constructionist) અને વિરચનાવાદી (Deconstructionist) રચનાવાદી ઇતિહાસ વિચારધારાથી રંગાયેલો હોય છે અને સમકાલીન સાંસ્કૃતિક વ્યવહારોમાં ખૂંપેલો રહીને સમજૂતી આપે છે. તો, વિરચનાવાદી ઇતિહાસ સ્વરૂપ અને સામગ્રીના સંબંધ પર મૂળ સ્રોત અને એના અર્થઘટનના સંબંધ પર અને અપરિહાર્ય ઐતિહાસિક સમજની સાપેક્ષતા પર મૂકે છે. સાહિત્યની સામગ્રીની જેમ ઇતિહાસની સામગ્રી એની પોતાની પ્રકૃતિ પરથી નિર્દેશાવી જોઈએ.
Recuperation પુનર્લબ્ધિ કોઈ પણ સાહિત્યકૃતિનું આકલન કે એનું અર્થઘટન કરવું એટલે સંસ્કૃતિથી પ્રાપ્ય બનતી વ્યવસ્થાની કે તંત્રની રીતિઓ અંતર્ગત એને ખેંચી લાવવાનો પ્રયત્ન કરવા બરાબર છે. આ પ્રક્રિયાને સ્વાભાવિકીકરણ ઉપરાંત બીજી અનેક સંજ્ઞાઓથી સંરચનાવાદીઓ ઓળખે છે, એમાંની પુનર્લબ્ધિ સંજ્ઞા કશું પણ નકામું ન જવા દેવા પર અને આકલનની ક્રિયા દરમિયાન કશું પણ છટકી ન જવા દેવા પર ભાર મૂકે છે. આ ઉપરાંત રશિયન સ્વરૂપવાદીઓ અભિપ્રેરણા સંજ્ઞા હેઠળ વસ્તુઓને પ્રમાણિત કરી કશું અસંગત કે યાદૃચ્છિક નથી એમ બતાવે છે.
Rede als tatsache જુઓ, FIS.
Red herring વિકર્ષણ અસંગત વિષયાંતરણ રૂપે કે ચાલુ વિષયથી ધ્યાન હટાવવાના પ્રયત્ન રૂપે આવતી સામગ્રી.
Reductionism ન્યૂનવાદ જુઓ, Minimalism.
Rejectivism પરિહારવાદ જુઓ, Minimalism.
Repetend ઉપાવર્તિત પંક્તિ કાવ્યની ધ્રુવપંક્તિમાં ફેરફાર વગરનું અને નિયમિત પુનરાવર્તન હોય છે; જ્યારે એનાથી જુદું ઉપાવર્તિત પંક્તિમાં થોડાક ફેરફાર સાથે અનિયમિતપણે થતું પુનરાવર્તન હોય છે.
Replevin સ્વીકૃતિન્યાસ મૂળે કાયદાની આ સંજ્ઞા છે, જેમાં મૂળ મિલકતના માલિકને એના હક્ક પાછા અપાવવા શોધસમિતિ કાર્ય કરે છે, એ જ પ્રકારે સાહિત્યક્ષેત્રે આજ સુધી જેને પ્રતિષ્ઠા નથી મળી એવા લેખકને પ્રતિષ્ઠ કરવા માટેની શોધપ્રતિજ્ઞા સાથે એનાં સર્જનોનો અભ્યાસ કરતું વિવેચન.
Represented speech પ્રતિનિહિત ઉક્તિ, જુઓ, FIS.
Rhizome (રાઈઝોમ) પ્રકંદ અનુઆધુનિક જગતમાં વ્યવસ્થાઓએ કઈ રીતે કાર્ય કરવું જોઈએ એની ચર્ચા કરતાં ગિલે દેલ્યૂઝે અને ફીલિક્સ ગોતારીએ રાઈઝોમને નમૂના તરીકે આગળ ધર્યું છે; અને વૃક્ષો તેમજ મૂળ સાથે એનો વિરોધ સમજાવ્યો છે. વૃક્ષો અને મૂળ કોઈ એક વ્યવસ્થા નિશ્ચિત કરી લે છે, તેથી તેઓ પ્રતિબંધક બની સર્વસત્તાધીશની જેમ વર્તે છે, જ્યારે વૃક્ષો અને મૂળની સરખામણીમાં રાઈઝોમ વધુ ઉદારમતવાદી અને વધુ રચનાત્મક છે. આથી વૃક્ષો જેવી ઉચ્ચાવચ સ્થિતિની સામે સમાજોએ રાઈઝોમની જેમ ખુલ્લા રહેવાની જરૂર છે. ટૂંકમાં, આ બંને ચિંતકો અનુઆધુનિક જગતમાં ઉચ્ચાવચતાનો અને આધિત્યનો વિરોધ કરે છે.
River novel જુઓ, Roman fleuve.
Roman a clef સંધાનનવલ અભ્યાસી વાચક જેમાં એના સમયના મનુષ્યો અને પ્રસંગો સાથેનું નવલકથાનાં પાત્રો અને એમનાં કાર્યોમાં સાદૃશ્ય કે સામ્ય પકડી પાડે છે એવી સંધાનનવલ. જર્મનભાષામાં આ નવલકથા માટે Schlusseroman સંજ્ઞા છે.
Roman a tiroirs વિશ્લિષ્ટનવલ વિષયવસ્તુ સાથે કોઈ અનુસંધાન ન બતાવતા, સાતત્ય વગરના પ્રસંગોની હારમાળાને નિરૂપતી નવલકથા.
Roman feuillecton ધારાવાહી નવલ દૈનિકમાં હપતે હપતે પ્રગટ થતી નવલકથા.
Roman fleur ગાથાનવલ લાંબા ખંડોમાં વિસ્તરેલી કોઈક આખેઆખા કુટુંબકબીલાની કે જનસમૂહની કથા. આ નવલકથા River novel કે Saga novel તરીકે પણ ઓળખાય છે.