અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/વિનોદ જોશી/એણે કાંટો કાઢીને: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|એણે કાંટો કાઢીને|વિનોદ જોશી}} <poem> એણે કાંટો કાઢીને મને દઈ દ...")
 
No edit summary
 
Line 23: Line 23:
:: કોઈ મારામાં ઑગળીને પરબારું ડૂલ...
:: કોઈ મારામાં ઑગળીને પરબારું ડૂલ...
</poem>
</poem>
{{HeaderNav2
|previous =ખડકી ઉઘાડી હું તો…
|next = તું મીંઢળ જેવો...
}}

Latest revision as of 13:11, 28 October 2021


એણે કાંટો કાઢીને

વિનોદ જોશી

એણે કાંટો કાઢીને મને દઈ દીધું ફૂલ
હું તો છાતીમાં સંઘરીને લાવી બુલબુલ...

પછી ઢોલિયે જરાક પડી આડી તો
અરે! અરે! ટહુકાથી ફાટફાટ ચોળી,
ઓશીકે બાથ ભરી લીધી તો,
ફર્ર દઈ ઊડી પતંગિયાંની ટોળી;

મારે કંદોરે લળી પડી મોતીની ઝૂલ,
મેં તો શરમાતી ઓઢણીમાં સંતાડી ભૂલ...

હવે દીવો ઠારું? કે પછી દઈ દઉં કમાડ?
હું તો મૂંઝારે રેબઝેબ બેઠી,
આઘી વઈ જાઉં પછી ઓરી થઈ જાઉં
પછી પગલું માંડું તો પડી હેઠી!

હું તો પડછાયો પાથરીને કરતી’તી મૂલ,
કોઈ મારામાં ઑગળીને પરબારું ડૂલ...