અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રાજેશ વ્યાસ ‘મિસ્કીન’/મંદિર-કબાટ-ચૂલો: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|મંદિર-કબાટ-ચૂલો|રાજેશ વ્યાસ ‘મિસ્કીન’}} <poem> મંદિર-કબાટ, ચૂલ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 18: | Line 18: | ||
{{Right|(‘ગઝલવિશ્વ’ ૨૮, ૨૦૧૩)}} | {{Right|(‘ગઝલવિશ્વ’ ૨૮, ૨૦૧૩)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav | |||
|previous=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રાજેશ વ્યાસ ‘મિસ્કીન’/તું (છોડીને આવ તું) | તું (છોડીને આવ તું)]] | તારું કશું ન હોય તો છોડીને આવ તું, ]] | |||
|next=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રાજેશ વ્યાસ ‘મિસ્કીન’/હવે | હવે]] | પાર કરવાનો છે તોફાની મહાસાગર હવે, ]] | |||
}} |
Latest revision as of 10:33, 29 October 2021
મંદિર-કબાટ-ચૂલો
રાજેશ વ્યાસ ‘મિસ્કીન’
મંદિર-કબાટ, ચૂલો ખુરશી-પલંગ જેવું,
ઘર એ જ મહેલ બનવા, ઝંખે પ્રસંગ જેવું,
ક્યારેક દેહ સાથે ઘરનો દરેક ખૂણો,
વરસાદમાં વગાડે કૈં જલતરંગ જેવું
ક્યારેક પણ ફળ્યું ના જે વૃક્ષ આંગણાનું,
સુખ આપતું ઉનાળે કોઈ ઉમંગ જેવું;
કટકા કરે હજારો, આવે ન ખ્યાલ રહેજે,
કૈં જીવવું મળ્યું છે અમને સળંગ જેવું,
છેટું પડ્યું પછીથી જન્મોનું-જોજનનું,
લાગ્યું અહીં જીવનમાં જે અંતરંગ જેવું,
દોરી-હવા બધુંયે પાસે ઘણું છતાંયે,
પરવશ હૃદય કપાયેલ કોઈ પતંગ જેવું.
(‘ગઝલવિશ્વ’ ૨૮, ૨૦૧૩)