અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/વિભા નાયક/અવકાશ-અરીસો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|અવકાશ-અરીસો|વિભા નાયક}} <poem> સમયની સડક પર પૂરપાટ દોડતા જતા......")
 
No edit summary
 
(4 intermediate revisions by 2 users not shown)
Line 74: Line 74:
સમય
સમય
હવે અફળાયો.
હવે અફળાયો.
{{Right|૨૫-૦૩-૨૦૧૧થી ૦૨-૦૪-૨૦૧૧
{{Right|૨૫-૦૩-૨૦૧૧થી ૦૨-૦૪-૨૦૧૧}}
શાહીબાગનો આ વિસ્તાર જ્યાં મારું બાળપણ વીત્યું. ચાર દાયકા પછી અહીંથી પંદર દિવસ સુધી રોજ જતા-આવતા અનુભવેલા સંવેદનની યાત્રા અહીં સંકોરાઈ છે.
શાહીબાગનો આ વિસ્તાર જ્યાં મારું બાળપણ વીત્યું. ચાર દાયકા પછી અહીંથી પંદર દિવસ સુધી રોજ જતા-આવતા અનુભવેલા સંવેદનની યાત્રા અહીં સંકોરાઈ છે.
પરબ, નવેમ્બર}}
{{Right|પરબ, નવેમ્બર}}
</poem>
</poem>
{{HeaderNav
|previous=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/કૃષ્ણ દવે/સાવ લગોલગ  | સાવ લગોલગ ]]  | અણસારોયે ન આવ્યો ને સો સો જોજમ છેટેથી]]
|next=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/સંધ્યા ભટ્ટ/એક અનામીને સ્મરણાંજલિ | એક અનામીને સ્મરણાંજલિ]]  | નથી વ્હેતી ધારા સરલ, સ્થિર ને શાંત સરખી! ]]
}}

Latest revision as of 12:29, 29 October 2021


અવકાશ-અરીસો

વિભા નાયક

સમયની સડક પર
પૂરપાટ દોડતા જતા...
અકસ્માતે
પડ્યો
અવકાશ-અરીસો.
તરડાયેલા એ અવકાશમાં
જોઉં તો...
ઝળૂંબે મારું આકાશ.
વડ, પીપળ ને બોરડી
પલાશ-પારિજાત
આસોપાલવ, શીમળો
શેતૂર-જાંબુનાં ઝાડ
બતાવતાં સરનામું
લઈ ચાલ્યાં...
બાળપણની વાટ.
પરીક્ષાની લ્હાયમાં
લાગી’તી ઠોકર
અહીં જ હાય.
ઓ... પણે...
મોચીના ટેભામાં શ્વસે
હજી વડલાની છાંય!
ચૈતર ચમ્મર ઢાળતાં
લીમડા લૂમેઝૂમે
તળેની મજારમાં
ચિર સૂતું
કબ્રસ્તાન.
થડને ટેકે
અડધી પડથી
આમલીનો અવકાશ
ધૂળભર્યા પરબ-હવાડે
ફંફોસે આકાર...
વ્રત-સૂતરમાં
સમાઈ બેઠાં
વડ-પીપળનાં પાન
દેશવટાના વેશ અજાયબ!
હત્ ખોવાયાં ક્યાં ગાન?
શીમળાનું
શિયળ રોળાયું
એની પલપલ
પાંપણ ભીંજે...
કહો,
મન કેમ કરીને રીઝે?
ફ્લાયઓવરની સોડમાં
ચીમળાતી દીવાલ...
પરતોમાં પીઢેલાં ચિત્રો
પથરાયાં પળવાર...
મેળે જતાં —
ફરકાવેલી એ ફરકડી,
ભમરડાં ને વાંસળી,
ડુગડુગીના નાદ...
ઓ... ફંગોળાતો સાપ!
બાયસ્કોપ-બારીનાં દૃશ્યો
ને પરસેવાની વાસ...
ચગડોળના ચિચૂડે ચઢ્યો
એ વિસરાયેલો સાદ!
સમય-સળી પર રમતું
મરકટ મન
આમતેમ મૂકે દોટ
ઓ રે...
શું આ ઠાલી પોઠ?
વાડ કૂદી
અહીં વગડો નાઠો
નાઠાં ટગરનાં ફૂલ.
અંધારાં ઘર કરી બેઠાં
લાધાજીને પૂર.
પોલાદી પાટાનો જાદુ
ઓટ બની પથરાયો
જતી-આવતી ટ્રેનો વચ્ચે
સમય
હવે અફળાયો.
૨૫-૦૩-૨૦૧૧થી ૦૨-૦૪-૨૦૧૧
શાહીબાગનો આ વિસ્તાર જ્યાં મારું બાળપણ વીત્યું. ચાર દાયકા પછી અહીંથી પંદર દિવસ સુધી રોજ જતા-આવતા અનુભવેલા સંવેદનની યાત્રા અહીં સંકોરાઈ છે.
પરબ, નવેમ્બર