અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રજનીકાન્ત સથવારા/મીં તો પડખામાં પાળ્યો ઉજાગરો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|મીં તો પડખામાં પાળ્યો ઉજાગરો|રજનીકાન્ત સથવારા}} <poem> :::::::::મી...")
 
No edit summary
 
Line 25: Line 25:
{{Right|(ઝળઝળિયું, ૧૯૯૧, પૃ. ૨૩)}}
{{Right|(ઝળઝળિયું, ૧૯૯૧, પૃ. ૨૩)}}
</poem>
</poem>
{{HeaderNav
|previous=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/સંધ્યા ભટ્ટ/એક અનામીને સ્મરણાંજલિ | એક અનામીને સ્મરણાંજલિ]]  | નથી વ્હેતી ધારા સરલ, સ્થિર ને શાંત સરખી!]]
|next=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મૂકેશ જોષી/આજે તારો કાગળ મળ્યો  | આજે તારો કાગળ મળ્યો ]]  | આજે તારો કાગળ મળ્યો  ]]
}}

Latest revision as of 12:30, 29 October 2021


મીં તો પડખામાં પાળ્યો ઉજાગરો

રજનીકાન્ત સથવારા

મીં તો પડખામાં પાળ્યો ઉજાગરો
જરીક પાન ફરક્યાની વારતા કરાય નઈ
આજકાલ્ય મુંથી મારામાં ર્‌હેવાય નઈ

હમણું તો ઠીક ઈ તો મૉઘમ ક્‌હેવાય
દીઠો ઉમ્બરામાં પંછાયો પ્હાડનો
કમ્મરમાં કાં’ક ફરી ટૌક્યું’લી ઇમ્મ
જૉણેં પ્હેર્યો મીં મૈનો અહાડનો

નખમાં રેલમ્મલોલ્ય માવઠું
મીં પાધરુંક જોયું ઝાલ્યું નં તૉય છેટું
’લી કુંણ મારાં ટેરવાંનં કરતું’જ્યું નેટું
મટકુંયે હમ્મ તારા માર્યું મીં વૉય
રાત્ય રસ્તો થઈ જાય ઇમ્મ ધારું
એવું તે કુંણ બર્યું ફરકી જ્યું ઑય
નર્યા નેવાં થઈ જાય પૉણિયારું
વાડામાં એકલી ભીંજાતી તરબોળ્ય
પાળ્ય બાંધો ’લ્યા જાય તાંણી વાયરો
મીં તો પડખામાં પાળ્યો ઉજાગરો
(ઝળઝળિયું, ૧૯૯૧, પૃ. ૨૩)