અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રજનેન્દુ રૉય/રેતી અવાજની: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|રેતી અવાજની | રજનેન્દુ રૉય}} <poem> ::::::આકાશ જેવું કરગરે રેતી અવ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 19: | Line 19: | ||
::::::કાગળ વિશે જો, તરવરે રેતી અવાજની. | ::::::કાગળ વિશે જો, તરવરે રેતી અવાજની. | ||
</poem> | </poem> | ||
{{HeaderNav | |||
|previous=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મહેન્દ્ર વ્યાસ ‘અચલ’/કોઈ પ્રીત... | કોઈ પ્રીત...]] | કોઈ પ્રીત કરી તો જાણે! અંતરમાં આ શીતળ... ]] | |||
|next=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/સતીશચન્દ્ર વ્યાસ ‘શબ્દ’ /ઊધડો સોદો | ઊધડો સોદો]] | અમે તો સોદો કરશું ઊધડો,]] | |||
}} |
Latest revision as of 13:04, 29 October 2021
રેતી અવાજની
રજનેન્દુ રૉય
આકાશ જેવું કરગરે રેતી અવાજની,
એકાંતમાં સૂસવ્યા કરે રેતી અવાજની.
પડતાં જ સુક્કા શ્વાસના વંટોળિયાની ત્રાડ,
ઊભી ને ઊભી થરથરે રેતી અવાજની.
છે દુર્ગ સ્મૃતિશેષનો એકાંતની ટોચે,
તેના ઉપર કા-કા કરે રેતી અવાજની.
તૂટશે તમારા મૌનની આ જીર્ણ ટોચ પણ,
ખરખર સતત અહીં ખરે રેતી અવાજની.
મારી ગઝલને પી ગયો છે શબ્દ એટલે,
કાગળ વિશે જો, તરવરે રેતી અવાજની.