અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પ્રદ્યુમ્ન તન્ના/અમીં નહીં! અમીં નહીં!: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|અમીં નહીં! અમીં નહીં!|પ્રદ્યુમ્ન તન્ના}} <poem> :::રમતું’તું રા...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 28: | Line 28: | ||
{{Right|(છોળ, ૨૦૦૦, પૃ. ૧૦૫)}} | {{Right|(છોળ, ૨૦૦૦, પૃ. ૧૦૫)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav2 | |||
|previous = કોણ કહે | |||
|next =મોરલીને વેણ | |||
}} |
Latest revision as of 07:39, 22 October 2021
અમીં નહીં! અમીં નહીં!
પ્રદ્યુમ્ન તન્ના
રમતું’તું રાત્ય દંન જીભે જિનું નામ
ઈ જીવતો ને જાગતો જો આવી મળ્યો આમ
તો ઝબ્બ લીધો ઝાલી, હવે છોડે ઈ બીજાં
સઈ! અમીં નહીં! અમીં નહીં!
જેટલું સુગાળવી નજરે નિહાળી રિયાં
આવતાં ને જાતાં સહુ લોક
એટલું હસીને અમીં જૂઠી મરજાદનાં
ઓઢણ ઉતાર્યાં છડેચોક!
એ જી ઊભી બજાર બીચ વીંટ્યો કાળો કામળો
કે ઓર કો’ મલીર હવે ઓઢે ઈ બીજાં
સઈ! અમીં નહીં! અમીં નહીં!
ઘેર ઘેર થાય ભલે વાત્યું વગોવણીની
જીવને ના છોભ જરી થાતો,
જગના વે’વારથી વેગળો તે વ્હાલપનો
જોઈબૂજી બાંધ્યો છે નાતો!
એ જી ભવ ભવના ભાગ લીધા આંકી લેલાડ
કે ચાંદલો ગમે તે હવે ચોડે ઈ બીજાં
સઈ! અમીં નહીં! અમીં નહીં!
(છોળ, ૨૦૦૦, પૃ. ૧૦૫)