ભગવાનદાસ પટેલનો વિસ્તૃત પરિચય: Difference between revisions

No edit summary
No edit summary
 
(One intermediate revision by one other user not shown)
Line 16: Line 16:
• તા. ૫મી માર્ચ, ૨૦૦૪ના રોજ રાષ્ટ્રીય આદિવાસી અકાદમી, તેજગઢમાં ‘આદિવાસી લોકસંપદા’ પ્રદર્શન, હૉલેન્ડ દેશના રાજદૂત :(એમ્બેસેડર) એરિક નીયે અને તેમની પત્નીનું સ્વાગત તથા આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કર્ણાટકના ‘યક્ષગાન કેન્દ્ર’ના કલાકારો દ્વારા ભજવાયેલ ‘જટાયુમોક્ષ’ નૃત્યનાટિકાનું આયોજન અને સંચાલન. અને લોકનાટ્ય વિશે વ્યાખ્યાન.
• તા. ૫મી માર્ચ, ૨૦૦૪ના રોજ રાષ્ટ્રીય આદિવાસી અકાદમી, તેજગઢમાં ‘આદિવાસી લોકસંપદા’ પ્રદર્શન, હૉલેન્ડ દેશના રાજદૂત :(એમ્બેસેડર) એરિક નીયે અને તેમની પત્નીનું સ્વાગત તથા આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કર્ણાટકના ‘યક્ષગાન કેન્દ્ર’ના કલાકારો દ્વારા ભજવાયેલ ‘જટાયુમોક્ષ’ નૃત્યનાટિકાનું આયોજન અને સંચાલન. અને લોકનાટ્ય વિશે વ્યાખ્યાન.
• રાજ્ય, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પરિસંવાદોમાં સહભાગી થઈ આદિવાસી સમાજ, લોકસાહિત્ય અને તેનાં પ્રકાર-સ્વરૂપો, જીવનમૂલ્યો વગેરે વિષય પર ૨૫૦ વ્યાખ્યાનો આપ્યાં.
• રાજ્ય, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પરિસંવાદોમાં સહભાગી થઈ આદિવાસી સમાજ, લોકસાહિત્ય અને તેનાં પ્રકાર-સ્વરૂપો, જીવનમૂલ્યો વગેરે વિષય પર ૨૫૦ વ્યાખ્યાનો આપ્યાં.
 
{{Poem2Close}}
'''ફિલ્મ :'''
'''ફિલ્મ :'''
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 181: Line 181:
લાભશંકર ઠાકર નોંધે છે. ‘‘અરવલ્લીલોકની વહી-વાતો’:(૧૯૯૨)માં ડુંગરી ભીલ આદિવાસીઓની આસો અને કારતક માસમાં કહેવાતી વહીઓ :(વઈ) અને વાતોનો સંગ્રહ અને અભ્યાસ છે... હું તો આ વહી-વાતોના ગદ્યલય પર અને તેમાં ખીલેલા કલ્પનાવૈભવ પર લુબ્ધ થઈ ગયો છું. વિશ્વસાહિત્યમાં તે મુકાય તો અનેકોને રસમુગ્ધ કરે તેવી આ શબ્દસંપદા છે.’’ :(વનસ્વર, પૃ. ૫૬૮)
લાભશંકર ઠાકર નોંધે છે. ‘‘અરવલ્લીલોકની વહી-વાતો’:(૧૯૯૨)માં ડુંગરી ભીલ આદિવાસીઓની આસો અને કારતક માસમાં કહેવાતી વહીઓ :(વઈ) અને વાતોનો સંગ્રહ અને અભ્યાસ છે... હું તો આ વહી-વાતોના ગદ્યલય પર અને તેમાં ખીલેલા કલ્પનાવૈભવ પર લુબ્ધ થઈ ગયો છું. વિશ્વસાહિત્યમાં તે મુકાય તો અનેકોને રસમુગ્ધ કરે તેવી આ શબ્દસંપદા છે.’’ :(વનસ્વર, પૃ. ૫૬૮)
મકરંદ દવે કહે છે, “ભગવાનદાસે ભીલી મિત્રો સાથે એટલી આત્મીયતા સાધી છે કે એ લોકો તેમને પોતાના જ કુટુંબી ગણતા થઈ ગયા છે. આવી દુર્લભ સામગ્રી મેળવવી એ જ એક દુષ્કર કાર્ય છે અને તેને વ્યવસ્થિત રીતે પ્રમાણબદ્ધ આપવી એ કુશળ સંશોધકની દૃષ્ટિ માગી લે છે. આપણા સદ્ભાગ્યે ભગવાનદાસમાં આપણને સાધુ ને સંશોધક બંને સમાનપણે મળી ગયા છે.” :(તોળીરૉણીની વારતા, ૧૯૯૨, આવકાર)
મકરંદ દવે કહે છે, “ભગવાનદાસે ભીલી મિત્રો સાથે એટલી આત્મીયતા સાધી છે કે એ લોકો તેમને પોતાના જ કુટુંબી ગણતા થઈ ગયા છે. આવી દુર્લભ સામગ્રી મેળવવી એ જ એક દુષ્કર કાર્ય છે અને તેને વ્યવસ્થિત રીતે પ્રમાણબદ્ધ આપવી એ કુશળ સંશોધકની દૃષ્ટિ માગી લે છે. આપણા સદ્ભાગ્યે ભગવાનદાસમાં આપણને સાધુ ને સંશોધક બંને સમાનપણે મળી ગયા છે.” :(તોળીરૉણીની વારતા, ૧૯૯૨, આવકાર)
ભગવાનદાસ પટેલ દ્વારા સંપાદિત ‘ગુજરાંનો અરેલો’:(૧૯૯૩)ની પ્રથમ આવૃત્તિના ‘આમુખ’માં ખ્યાત લોકવિદ્યાવિદ અને વિવેચક જશવંત શેખડીવાળા કહે છે, ‘‘ગુજરાંનો અરેલો’માં તેના સંપાદક-વિવેચક દ્વારા, અરેલાના ગાન-સ્વરૂપ વિશે તેમજ તેની રજૂઆત વિશે અને ‘ગુજરાંનો અરેલો’ વિશે આવી ઘણી બધી સામગ્રીનું વિગતવાર, તલસ્પર્શી, વિશ્વસનીય નિરૂપણ થયું છે. ‘અરેલો’ સંજ્ઞાનું, તેના ગાન સ્વરૂપનું, તેના ઉદ્ભવ-વિકાસ, વૈવિધ્ય-વૈશિષ્ટ્યનું સમર્થક દલીલ-દૃષ્ટાંત સહિત, વિશદ નિરૂપણ થયું છે. મૂળ પરંપરા પ્રાપ્ત કંઠસ્થ ગેય અરેલાના પાઠને તેના અસલ ગાનસ્વરૂપમાં લિપિબદ્ધ કરવાનો સનિષ્ઠ પ્રયાસ થયો છે. ડુંગરી ભીલી બોલીમાં નિરૂપિત અરેલાના પ્રામાણિક સંપાદનની પૂર્વે તેનો સીધી, સરલ અર્થવાહી, શિષ્ટ ગુજરાતીમાં અનુવાદ અપાયો છે. અરેલાના મૂળપાઠને અંતે ‘શબ્દાર્થસૂચિ’ મુકાઈ છે. અને તેમાં અપરિચિત, કઠિન ભીલી બોલીના શબ્દોના ગુજરાતી અર્થભાવ અપાયા છે. સંપાદિત-વિવેચ્ચ અરેલો ક્યાંથી; કયા ‘ગાવાવાળા’ પાસેથી, ક્યારે મળ્યો હતો, તેના ‘રાગિયા’ કોણ હતા, તેનું ધ્વનિમુદ્રણ ક્યાં થયેલું વગેરેની પણ તેમાં ચોકસાઈપૂર્વક નોંધ લેવાઈ છે અને કૃતજ્ઞતાપૂર્વક તેનો ઋણસ્વીકાર થયો છે. પરિણામે ‘ગુજરાંનો અરેલો’નું આ સંપાદન લોકસાહિત્યના સામાન્ય વાચક ઉપરાંત લોકવિદ્યાના અભ્યાસીઓ માટે પણ ઉપયોગી બન્યું છે.’’ :(વધુ વિગત માટે જુઓ, ગુજરાંનો અરેલો, ૨૦૨૦, પૃષ્ઠ ૪૯થી ૫૦ અને ગુજરાંનો અરેલો, ૧૯૯૩નું આમુખ)
ભગવાનદાસ પટેલ દ્વારા સંપાદિત ‘ગુજરાંનો અરેલો’:(૧૯૯૩)ની પ્રથમ આવૃત્તિના ‘આમુખ’માં ખ્યાત લોકવિદ્યાવિદ્ અને વિવેચક જશવંત શેખડીવાળા કહે છે, ‘‘ગુજરાંનો અરેલો’માં તેના સંપાદક-વિવેચક દ્વારા, અરેલાના ગાન-સ્વરૂપ વિશે તેમજ તેની રજૂઆત વિશે અને ‘ગુજરાંનો અરેલો’ વિશે આવી ઘણી બધી સામગ્રીનું વિગતવાર, તલસ્પર્શી, વિશ્વસનીય નિરૂપણ થયું છે. ‘અરેલો’ સંજ્ઞાનું, તેના ગાન સ્વરૂપનું, તેના ઉદ્ભવ-વિકાસ, વૈવિધ્ય-વૈશિષ્ટ્યનું સમર્થક દલીલ-દૃષ્ટાંત સહિત, વિશદ નિરૂપણ થયું છે. મૂળ પરંપરા પ્રાપ્ત કંઠસ્થ ગેય અરેલાના પાઠને તેના અસલ ગાનસ્વરૂપમાં લિપિબદ્ધ કરવાનો સનિષ્ઠ પ્રયાસ થયો છે. ડુંગરી ભીલી બોલીમાં નિરૂપિત અરેલાના પ્રામાણિક સંપાદનની પૂર્વે તેનો સીધી, સરલ અર્થવાહી, શિષ્ટ ગુજરાતીમાં અનુવાદ અપાયો છે. અરેલાના મૂળપાઠને અંતે ‘શબ્દાર્થસૂચિ’ મુકાઈ છે. અને તેમાં અપરિચિત, કઠિન ભીલી બોલીના શબ્દોના ગુજરાતી અર્થભાવ અપાયા છે. સંપાદિત-વિવેચ્ચ અરેલો ક્યાંથી; કયા ‘ગાવાવાળા’ પાસેથી, ક્યારે મળ્યો હતો, તેના ‘રાગિયા’ કોણ હતા, તેનું ધ્વનિમુદ્રણ ક્યાં થયેલું વગેરેની પણ તેમાં ચોકસાઈપૂર્વક નોંધ લેવાઈ છે અને કૃતજ્ઞતાપૂર્વક તેનો ઋણસ્વીકાર થયો છે. પરિણામે ‘ગુજરાંનો અરેલો’નું આ સંપાદન લોકસાહિત્યના સામાન્ય વાચક ઉપરાંત લોકવિદ્યાના અભ્યાસીઓ માટે પણ ઉપયોગી બન્યું છે.’’ :(વધુ વિગત માટે જુઓ, ગુજરાંનો અરેલો, ૨૦૨૦, પૃષ્ઠ ૪૯થી ૫૦ અને ગુજરાંનો અરેલો, ૧૯૯૩નું આમુખ)
તા. ૧-૪-૧૯૮૫ના રોજ શેઠ કે. ટી. હાઈસ્કૂલ, ખેડબ્રહ્મા :(જિલ્લો : સાબરકાંઠા) મુકામે યોજાયેલા દ્વિ-દિવસીય લોકસાહિત્ય-સત્રમાં ભગવાનદાસ પટેલના આદિવાસી લોકસાહિત્યના ક્ષેત્રકાર્ય વિશે જશવંત શેખડીવાળા કહે છે, “સાબરમતીના સામે પૂરે માટીના ગોળાના આધારે લોકગીતોનું સંશોધન-સંપાદન એ વિશ્વના લોકસાહિત્યના ઇતિહાસની વિરલ ઘટના છે.”
તા. ૧-૪-૧૯૮૫ના રોજ શેઠ કે. ટી. હાઈસ્કૂલ, ખેડબ્રહ્મા :(જિલ્લો : સાબરકાંઠા) મુકામે યોજાયેલા દ્વિ-દિવસીય લોકસાહિત્ય-સત્રમાં ભગવાનદાસ પટેલના આદિવાસી લોકસાહિત્યના ક્ષેત્રકાર્ય વિશે જશવંત શેખડીવાળા કહે છે, “સાબરમતીના સામે પૂરે માટીના ગોળાના આધારે લોકગીતોનું સંશોધન-સંપાદન એ વિશ્વના લોકસાહિત્યના ઇતિહાસની વિરલ ઘટના છે.”
ડૉ. હસુ યાજ્ઞિક ભીલી મહાકાવ્યો : એક મૂલ્યાંકન :(૨૦૧૧) પુસ્તકમાં ભગવાનદાસના ક્ષેત્રકાર્ય અને આદિવાસી લોકસાહિત્યના સંપાદનનું મૂલ્યાંકન કરતાં નોંધે છે, “ગુજરાતમાં લોકસાહિત્ય સંશોધન-સંપાદનનું આ વિદ્યાકીય કાર્ય બે સદી પૂરી કરવામાં છે. આ સમયખંડમાં લોકવિદ્યાકીય સંશોધન-સંપાદનના વિકાસના આલેખનાં બે શિખરો સિદ્ધ થયેલાં જોઈ શકાય છે. પહેલું શિખર વીસમી સદીના ત્રીજા દાયકાથી, અર્થાત્ મેઘાણીના ગ્રામીણ ક્ષેત્રના સંશોધનના પ્રારંભથી અને બીજું શિખર નવમા દાયકાથી, અર્થાત્ ભગવાનદાસ પટેલના આદિવાસી કંઠ-પરંપરાના દસ્તાવેજીકરણ, અભ્યાસ અને સિદ્ધાંત સ્થાપનાથી સિદ્ધ થાય છે. ડૉ. ભગવાનદાસ પટેલે, આ ક્ષેત્રના ભેખધારી સંનિષ્ઠ સંશોધકે તો જીવનના ત્રણ દસકા ખર્ચી દોઢેક હજાર શ્રવ્ય કૅસેટો અને પચાસ દૃશ્યશ્રવ્ય કૅસેટોમાં ખેડબ્રહ્માના ડુંગરી ભીલોના જીવનચક્ર અને ઋતુચક્ર સાથે સંકળાયેલી લગભગ બધી જ કંઠસ્થ પરંપરાઓ ધ્વનિમુદ્રિત કરી એનું ચાલીસ જેટલા ગ્રંથોમાં અભ્યાસ સમેત શાસ્ત્રીય પ્રકાશન કર્યું. કોઈ સંસ્થા અને એનું સવેતનિક એવું યુનિટ પણ જેવું-જેટલું કાર્ય ન કરી શકે તેવું-તેટલું ભગવાનદાસ પટેલે કર્યું. રાઠોરવારતા, ગુજરાંનો અરેલો, ભીલોનું ભારથ અને રૉમસીતમાની વારતા – આ ચાર આદિવાસી કંઠ-પરંપરાની સુદીર્ઘ કથાકૃતિઓ તો, વિશ્વક્ષેત્રના લોકવિદ્યાકીય ક્ષેત્રનું ફિનીશકુળના ‘કલેવાલ’ :(મહાકાવ્ય) પછીનું સંસિદ્ધ ઉન્નતશૃંગ છે. માત્ર ગુજરાત કે ભારતના જ લોકવિદ્યાકીય અભ્યાસનું જ નહીં, પરંતુ વૈશ્વિકક્ષેત્રની આ વિદ્યાશાખાનું પણ આશ્ચર્ય અને અહોભાવ જન્માવે એવું આ કાર્ય છે. સર્વોન્નત અભ્યાસશૃંગ છે.” :(ભીલી મહાકાવ્યો એક મૂલ્યાંકન, સંપાદક : ભગવાનદાસ પટેલ, પ્રથમ આવૃતિ ૨૦૧૧, સાહિત્ય અકાદમી, દિલ્હી)
ડૉ. હસુ યાજ્ઞિક ભીલી મહાકાવ્યો : એક મૂલ્યાંકન :(૨૦૧૧) પુસ્તકમાં ભગવાનદાસના ક્ષેત્રકાર્ય અને આદિવાસી લોકસાહિત્યના સંપાદનનું મૂલ્યાંકન કરતાં નોંધે છે, “ગુજરાતમાં લોકસાહિત્ય સંશોધન-સંપાદનનું આ વિદ્યાકીય કાર્ય બે સદી પૂરી કરવામાં છે. આ સમયખંડમાં લોકવિદ્યાકીય સંશોધન-સંપાદનના વિકાસના આલેખનાં બે શિખરો સિદ્ધ થયેલાં જોઈ શકાય છે. પહેલું શિખર વીસમી સદીના ત્રીજા દાયકાથી, અર્થાત્ મેઘાણીના ગ્રામીણ ક્ષેત્રના સંશોધનના પ્રારંભથી અને બીજું શિખર નવમા દાયકાથી, અર્થાત્ ભગવાનદાસ પટેલના આદિવાસી કંઠ-પરંપરાના દસ્તાવેજીકરણ, અભ્યાસ અને સિદ્ધાંત સ્થાપનાથી સિદ્ધ થાય છે. ડૉ. ભગવાનદાસ પટેલે, આ ક્ષેત્રના ભેખધારી સંનિષ્ઠ સંશોધકે તો જીવનના ત્રણ દસકા ખર્ચી દોઢેક હજાર શ્રવ્ય કૅસેટો અને પચાસ દૃશ્યશ્રવ્ય કૅસેટોમાં ખેડબ્રહ્માના ડુંગરી ભીલોના જીવનચક્ર અને ઋતુચક્ર સાથે સંકળાયેલી લગભગ બધી જ કંઠસ્થ પરંપરાઓ ધ્વનિમુદ્રિત કરી એનું ચાલીસ જેટલા ગ્રંથોમાં અભ્યાસ સમેત શાસ્ત્રીય પ્રકાશન કર્યું. કોઈ સંસ્થા અને એનું સવેતનિક એવું યુનિટ પણ જેવું-જેટલું કાર્ય ન કરી શકે તેવું-તેટલું ભગવાનદાસ પટેલે કર્યું. રાઠોરવારતા, ગુજરાંનો અરેલો, ભીલોનું ભારથ અને રૉમસીતમાની વારતા – આ ચાર આદિવાસી કંઠ-પરંપરાની સુદીર્ઘ કથાકૃતિઓ તો, વિશ્વક્ષેત્રના લોકવિદ્યાકીય ક્ષેત્રનું ફિનીશકુળના ‘કલેવાલ’ :(મહાકાવ્ય) પછીનું સંસિદ્ધ ઉન્નતશૃંગ છે. માત્ર ગુજરાત કે ભારતના જ લોકવિદ્યાકીય અભ્યાસનું જ નહીં, પરંતુ વૈશ્વિકક્ષેત્રની આ વિદ્યાશાખાનું પણ આશ્ચર્ય અને અહોભાવ જન્માવે એવું આ કાર્ય છે. સર્વોન્નત અભ્યાસશૃંગ છે.” :(ભીલી મહાકાવ્યો એક મૂલ્યાંકન, સંપાદક : ભગવાનદાસ પટેલ, પ્રથમ આવૃતિ ૨૦૧૧, સાહિત્ય અકાદમી, દિલ્હી)
૨૦૨૦માં અભ્યાસ કરી, આદિવાસી સંસ્કૃતિ-સમાજજીવનના સંદર્ભમાં આદિવાસી મૌખિક મહાકાવ્યોના લક્ષણ-સ્વરૂપની સૈદ્ધાન્તિક ચર્ચા કરી પુનઃ શાસ્ત્રીય રીતે સંપાદિત કરેલાં ભગવાનદાસનાં ચાર મહાકાવ્યોનો અભ્યાસ કરી, ગુજરાત સાહિત્ય અકાદમીના અભ્યાસી પૂર્વ મહામાત્ર, ડૉ. અજયસિંહ ચૌહાણ પ્રકાશકીયમાં નોંધે છે, “ગુજરાતના આદિવાસી લોકસાહિત્યના સંશોધન-સંપાદનક્ષેત્રે ભગવાનદાસ પટેલનું કાર્ય સીમાસ્તંભરૂપ છે. આદિવાસી લોકમહાકાવ્યો : આપણી જ નહીં, સમગ્ર વિશ્વની ધરોહર છે.” :(સંવર્ધિત પાઠ અને અભ્યાસ, ૨૦૨૦)
૨૦૨૦માં અભ્યાસ કરી, આદિવાસી સંસ્કૃતિ-સમાજજીવનના સંદર્ભમાં આદિવાસી મૌખિક મહાકાવ્યોના લક્ષણ-સ્વરૂપની સૈદ્ધાન્તિક ચર્ચા કરી પુનઃ શાસ્ત્રીય રીતે સંપાદિત કરેલાં ભગવાનદાસનાં ચાર મહાકાવ્યોનો અભ્યાસ કરી, ગુજરાત સાહિત્ય અકાદમીના અભ્યાસી પૂર્વ મહામાત્ર, ડૉ. અજયસિંહ ચૌહાણ પ્રકાશકીયમાં નોંધે છે, “ગુજરાતના આદિવાસી લોકસાહિત્યના સંશોધન-સંપાદનક્ષેત્રે ભગવાનદાસ પટેલનું કાર્ય સીમાસ્તંભરૂપ છે. આદિવાસી લોકમહાકાવ્યો : આપણી જ નહીં, સમગ્ર વિશ્વની ધરોહર છે.” :(સંવર્ધિત પાઠ અને અભ્યાસ, ૨૦૨૦)
{{Poem2Close}}
{{Poem2Close}}

Latest revision as of 06:37, 21 February 2026

ભગવાનદાસ પટેલ

(સંપાદક–સંશોધક–સર્જક)
જીવન અને કાર્યનો પરિચય

Bhagvandas Patel.jpg

• આદિવાસી કંઠપરંપરાના સાહિત્યની ઉત્તમ રચનાઓના સંશોધક-સંપાદક-સર્જક ડૉ. ભગવાનદાસ પટેલનો જન્મ પિતા કુબેરદાસ અને માતા મેનાબહેનની કૂખે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના જામળા ગામમાં તા. ૧૯-૧૧-૧૯૪૩માં થયો. ઈ. સ. ૧૯૬૭માં હિંદી-ગુજરાતી સાથે બી. એ., ૧૯૭૦માં હિંદી અને ભૂગોળ સાથે બી. એડ્., ઈ. સ. ૧૯૭૨માં હિંદી-સંસ્કૃત સાથે એમ. એ. થયા. ઈ. સ. ૧૯૮૪માં ‘ભીલોમાં ગવાતા અરેલા’ પર એમ. ફિલ. કરી, ઈ. સ. ૧૯૯૦માં ‘ખેડબ્રહ્મા તાલુકાની પ્રાગૈતિહાસિક સંસ્કૃતિઓ’ પર પીએચ. ડી. થયા. • ઈ. સ. ૧૯૭૦થી ૨૦૦૨ સુધી શ્રી કે. ટી. હાઈસ્કૂલ, ખેડબ્રહ્મામાં શિક્ષક તરીકે કાર્ય કર્યું. તા. ૫-૫-૧૯૬૩માં તારાબહેન સાથે લગ્નગ્રન્થિથી જોડાયા અને ડૉ. જિજ્ઞાસા, ડૉ. જાગૃતિ એમ બે પુત્રીઓ તથા પુત્ર અમિત :(એમ.એસ.આઈ.ટી.) એમ ત્રણ સંતાન થયાં. કૃષિકાર પરિવારના પટેલ મટીને જાતે જ આદિવાસી બની ચૂકેલા આ લોકવિદ્યા-લોકસાહિત્યવિદ્ દ્વારા ઈ. સ. ૧૯૮૦થી ૨૦૦૨ સુધી આદિવાસીક્ષેત્રમાં ભ્રમણ કરી, અખૂટ ધીરજ અને શ્રમથી, શીલ અને નિષ્ઠાથી ક્ષેત્રકાર્ય કરીને આદિવાસી કંઠ પરંપરાની અત્યંત મૂલ્યવાન સાંસ્કૃતિક સંપદાનું ૧૫૦૦ જેટલી ઑડિઓ કૅસેટ્સમાં ધ્વનિમુદ્રણ કર્યું, ૫૦ વીડિઓ કૅસેટ્સમાં ભીલ સંસ્કૃતિ-સમાજ-લોકસાહિત્ય અંકિત કર્યાં તથા તેમનાં અનુવાદ સાથે ૬૪ જેટલાં પુસ્તકો શાસ્ત્રીય રૂપમાં અભ્યાસ સમેત સંશોધિત કરી, સંપાદિત કર્યાં. ઉપરાંત આદિવાસી લોકસાહિત્યનાં સ્વરૂપો નિયત કરી, સૈદ્ધાંતિક સ્થાપનાઓ કરી. • ડૉ. ભગવાનદાસ પટેલનાં આદિવાસી કંઠપરંપરાનાં ‘રૉમ – સીતમા’ અને ‘ભીલોનું ભારથ’ એ પુરાકથારૂપ મહાકાવ્યો અને ‘ગુજરાંનો અરેલો’ અને ‘રાઠોરવારતા’ જેવાં લોકમહાકાવ્યોનું સંપાદન કરીને સિદ્ધ કર્યું કે ભારતમાં પ્રશિષ્ટ મહાકાવ્યોનાં લિખિતરૂપમાં સંસ્કૃત ભાષામાં રૂપ બંધાયાં એ પછી પણ છેક વીસમી સદીના અંત સુધી પણ ભારતના આદિવાસી લોકમહાકાવ્યોની કંઠપરંપરા અખંડરૂપમાં ધબકતી રહી. ગ્રામીણ કંઠપરંપરાના સ્રોતમાં ક્ષીણ કે લુપ્ત થયેલી ગોપીચંદ–ભરથરી, રૂપાંદે–માલદે કે ઢોલા–મારુ જેવી અનેક નાથકથાઓ, લોકકથાઓનાં સાંગોપાંગ રૂપો આદિવાસીઓની કંઠપરંપરામાં જળવાયેલાં હતાં તે દર્શાવ્યું. • પ્રાગૈતિહાસિક કાળની ૧૧૦ આદિ માનવ વસાહતો એમણે શોધી અને ૧૫૦૦ પાષાણ ઓજારો, ૧૬ પાષાણ સમાધિઓ અને ૫ ચિત્રગુફાઓ શોધ્યાં. સિત્તેર હજાર વર્ષ પૂર્વેના માનવજીવન અને પ્રાચીન સંસ્કૃતિઓ પરનું સંશોધન ‘ખેડબ્રહ્મા તાલુકાની પ્રાગૈતિહાસિક સંસ્કૃતિઓ’ :(ઈ. સ. ૧૯૯૨) શીર્ષકે ગ્રંથરૂપ પામ્યું. • ૧૯૮૪-૮૭માં ઇઝરાયલ, ફ્રાન્સ, સ્પેન, બેલ્જિયમ, ઇંગ્લૅન્ડ જેવા યુરોપના દેશોમાં વિશ્વલોકનૃત્ય મહોત્સવો અને પરિસંવાદોમાં સહભાગી થઈ ભીલી સાહિત્ય-સંસ્કૃતિનો પ્રચાર-પ્રસાર કર્યો. એમનાં આ કાર્યો હિંદી, અંગ્રેજી, ફ્રેંચ અને ભારતીય ભાષાઓના માધ્યમે દેશમાં અને વિદેશમાં પણ ઉત્તમ ભારતીય અરણ્યસંસ્કૃતિને પહોંચાડી શક્યાં અને ગ્રંથો વિશ્વવિદ્યાલયોમાં અભ્યાસનો વિષય બન્યા. • કર્મશીલ બની દાંતા-ખેડબ્રહ્મા તાલુકામાંથી અમાનવીય ડાકણપ્રથા નાબૂદ કરી. • સેવાનિવૃત્તિ પછી પાંચ વર્ષ એમણે આદિવાસી અકાદમી, તેજગઢમાં માનદ નિયામક તરીકે સેવા આપી ૮૦૦ આદિવાસી ગામોમાં વિકાસનાં કાર્યો કરાવ્યાં અને આદિવાસી સંસ્કૃતિ-સંગ્રહાલયની સ્થાપના કરી.

વ્યાખ્યાનો :

• તા. ૫મી માર્ચ, ૨૦૦૪ના રોજ રાષ્ટ્રીય આદિવાસી અકાદમી, તેજગઢમાં ‘આદિવાસી લોકસંપદા’ પ્રદર્શન, હૉલેન્ડ દેશના રાજદૂત :(એમ્બેસેડર) એરિક નીયે અને તેમની પત્નીનું સ્વાગત તથા આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કર્ણાટકના ‘યક્ષગાન કેન્દ્ર’ના કલાકારો દ્વારા ભજવાયેલ ‘જટાયુમોક્ષ’ નૃત્યનાટિકાનું આયોજન અને સંચાલન. અને લોકનાટ્ય વિશે વ્યાખ્યાન. • રાજ્ય, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પરિસંવાદોમાં સહભાગી થઈ આદિવાસી સમાજ, લોકસાહિત્ય અને તેનાં પ્રકાર-સ્વરૂપો, જીવનમૂલ્યો વગેરે વિષય પર ૨૫૦ વ્યાખ્યાનો આપ્યાં.

ફિલ્મ :

‘માનવીની ભવાઈ’ જાનપદી ફિલ્મમાં લોકનૃત્યોનું દિગ્દર્શન.

આકાશવાણી :(રેડિયો), અમદાવાદ

આકાશવાણીના ઉપક્રમે ‘ભીલોનું ભારથ’ :(ભીલી મહાભારત) અને ‘રૉમ-સીતમાની વારતા’:(ભીલી રામાયણ)ના ૧૧૦ એપિસોડનું ધ્વનિમુદ્રણ અને પ્રસારણ તથા ભીલ સંસ્કૃતિ, સમાજ, લોકવિદ્યા અને લોકસાહિત્ય વિષયક અનેક વાર્તાલાપ.

દૂરદર્શન, અમદાવાદ

દૂરદર્શન પર આદિવાસી સમાજમાં કલા અને સાંસ્કૃતિક સંચાર દ્વારા વૈચારિક ક્રાન્તિ વિષયક ૧૨ લોકનાટ્યોનું દસ્તાવેજીકરણ અને પ્રસારણ.

લોકકલા-લોકસાહિત્ય-લોકવિદ્યા-લોકસંસ્કૃતિ સંશોધન-સંપાદનગ્રંથો અને મૌલિકગ્રંથો
(૧) ખેડબ્રહ્મા તાલુકાની પ્રાગૈતિહાસિક સંસ્કૃતિઓ :(ઇતિહાસ-સંસ્કૃતિ), ૧૯૯૨
(૨) મારી લોકયાત્રા :(આત્મવૃત્તાંત), ૨૦૦૬ :(પુરસ્કૃત)
(૩) લીલા મોરિયા :(ભીલી પ્રણય-લોકગીતો), ૧૯૮૩
(૪) ફૂલરાંની લાડી :(લગ્નગીતો), ૧૯૮૩
(૫) અરવલ્લી પહાડની આસ્થા :(લોકમંત્રો અને ભીલોની પુરાકથાઓ), ૧૯૮૪
(૬) ડુંગરી ભીલોના દેવિયાવાળાના અરેલા : નવલાખ દેવીઓ અને કરમીરો
(પુરાકથાઓ), ૧૯૮૭, પુરસ્કૃત
(૭) અરવલ્લીલોકની વહીવાતો :(પુરાકથાઓ અને લોકકથાઓ), ૧૯૯૨
(૮) ડુંગરી ભીલ આદિવાસીઓ :(સમાજવિદ્યા), ૧૯૯૨
(૯) ભીલ લોકમહાકાવ્ય : રાઠોરવારતા :(મૌખિક મહાકાવ્ય), ૧૯૯૨ :(પુરસ્કૃત), બીજી આવૃત્તિ, ૨૦૧૧, નવસંસ્કરણ, ૨૦૨૦
(૧૦) તોળીરૉણીની વારતા :(લોકાખ્યાન), ૧૯૯૨ :(પુરસ્કૃત)
(૧૧) ડુંગરી ભીલોનો ગુજરાંનો અરેલો :(મૌખિક મહાકાવ્ય), ૧૯૯૩, ૨૦૧૧, નવસંસ્કરણ, ૨૦૨૦
(૧૨) ભીલ લોકોત્સવ : ગોર :(ધાર્મિકગીતો અને પુરાકથા), ૧૯૯૪
(૧૩) ભીલોના હગ અને વતાંમણાં :(ધાર્મિકગીતો અને સામાજિકગીતો), ૧૯૯૫
(૧૪) રૉમ-સીતમાની વારતા :(મૌખિક મહાકાવ્ય), ૧૯૯૫, ૨૦૧૧, નવસંસ્કરણ, ૨૦૨૦
(૧૫) ભીલોનું ભારથ :(મૌખિક મહાકાવ્ય), ૧૯૯૭ :(પુરસ્કૃત), નવસંસ્કરણ, ૨૦૨૦
(૧૬) ભીલ લોકાખ્યાન : સતિયો ખાતુ અને હાલો-હૂરો :(લોકાખ્યાનો), ૧૯૯૯
(૧૭) ભીલોનાં હોળીગીતો :(ધાર્મિકગીતો), ૧૯૯૯
(૧૮) આદિવાસી ઓળખ :(સમાજવિદ્યા), ૧૯૯૯
(૧૯) ભીલ ગીતકથા : ખૂતાંનો રાઝવી અને દેવોલ ગુઝરણ, ૨૦૦૦
(૨૦) ભીલ ગીતવારતા : ઢોલા-મારુણી, ૨૦૦૧
(૨૧) ભીલ કથાગીત : હપિયા દે હૉખલી, ૨૦૦૨
(૨૨) ભીલ કથાગીત : હોનોલ હોટી, ભીલ ભજનવારતા : હાલદે હોળંગી અને નાગઝી દલઝી, ૨૦૦૨
(૨૩) રૂપાંરૉણીની વારતા :(લોકાખ્યાન), ૨૦૦૨
(૨૪) ભીલ ભજનવારતા : લાલુ અરિદા, ૨૦૦૩
(૨૫) ભીલ ભજનવારતા : રૉમદે, ૨૦૦૩
(૨૬) ભીલ ભજનવારતા : ઝગદે પરમાર, ૨૦૦૫
(૨૭) ગોપીચંદ-ભરથરીની વારતા :(લોકાખ્યાન), ૨૦૦૫
(૨૮) ગોરખવાણી :(સંતસાહિત્ય, ગોપીચંદ-ભરથરી અંતર્ગત), ૨૦૦૫
(૨૯) કૉબરિયા ઠાકોરની વારતા :(પુરાકથા), ૨૦૦૫
(૩૦) દેવરાંની વારતા :(પુરાકથા), ૨૦૦૫
(૩૧) હંસદેવની વારતા :(પુરાકથા, ગોપીચંદ-ભરથરીની વારતા અંતર્ગત), ૨૦૦૫
(૩૨) કબીરવાણી :(સંતસાહિત્ય, ગોપીચંદ-ભરથરીની વારતા અંતર્ગત), ૨૦૦૫
(૩૩) મોતીસરાની વારતા :(પુરાકથા), ૨૦૦૭
(૩૪) આદિવાસી, જાનપદ અને શિષ્ટ મહાકાવ્યોમાં નારી :(વિવેચન), ૨૦૦૫
(૩૫) શોધસંપદા :(વિવેચન), ૨૦૦૮
(3૬) ભીલ ગીતસંપદા, ૨૦૦૮
(૩૭) પૌરાણિક ભીલ-મહાકાવ્યો, ૨૦૦૯
(૩૮) આદિવાસી લોકાખ્યાનો, ૨૦૦૯, ભીલ આદિવાસી મૌખિક આખ્યાન, ખંડ-૧-૨, નવસંસ્કરણ, ૨૦૧૮
(૩૯) આદિવાસી મહાકાવ્યો, ૨૦૦૯-૧૦
(૪૦) ભીલોનાં ધાર્મિકગીતો, ૨૦૦૯
(૪૧) ભીલી મહાકાવ્યો : એક મૂલ્યાંકન :(અભ્યાસ), ૨૦૧૧
(૪૨) ભીલોનાં સામાજિકગીતો, ૨૦૧૨
(૪૩) મારી આનંદયાત્રા :(આત્મકથા), ૨૦૧૪
(૪૪) ભીલોની વહી-વાતો-વારતાઓ, ૨૦૧૭
(૪૫) આદિવાસી લોકસાહિત્યશાસ્ત્ર, ૨૦૨૦
(૪૬) ભીલી ગીતકથા-કથાગીતો, ૨૦૨૨
(૪૭) આદિવાસી લોકવિદ્યાશાસ્ત્ર, ૨૦૨૨
(૪૮) મારી સંશોધનયાત્રા, ૨૦૨૪
(૪૯) ઉત્તર ગુજરાતના ભીલ આદિવાસીઓનું સ્વાતંત્ર્ય આંદોલન, ૨૦૨૪
(૫૦) ભીલી મૌખિક સાહિત્ય : એક સ્વાધ્યાય, ખંડ – ૧, ૨૦૨૫
(૫૧) ભીલી મૌખિક સાહિત્ય : એક સ્વાધ્યાય, ખંડ – ૨, ૨૦૨૫
અંગ્રેજી અનુવાદ :
(૫૨) The Tribal Literature, 2004
(૫૩) Aadivashi Lokakhayano, 2009
(૫૪) Bhartha, 2012
(૫૫) Rathor-Varta, 2012,
ફ્રેંચ અનુવાદ :
(૫૬) Contes mythologiques et l’egendes de l’Inde, 2023
હિંદી અનુવાદ :
(૫૭) भीलों का भारथ, २०००
(૫૮) रॉम-सीतमानी वारता, २०२०
(૫૯) खूतांनो राझवी : देवोल गुझरण, २०२३

ભીલોનું ભારથનો ૨૩ ભારતીય ભાષાઓમાં અનુવાદ કરવાનો નિર્ણય સાહિત્ય અકાદમી, દિલ્હીએ લીધો. તેના ઉપક્રમે નીચેનાં પુસ્તકો પ્રગટ થયાં છે :
(૬૦) ભારથ :(બંગાળી), ૨૦૧૮ :(૬૧) ભારથ :(રાજસ્થાની), ૨૦૨૧
(૬૨) ભારથ :(નેપાળી), ૨૦૨૧ :(૬૩) ભારથ :(પંજાબી), ૨૦૨૨ :(૬૪) ભારથ :(મરાઠી), ૨૦૨૪
પ્રકાશ્ય પુસ્તકો :
૧. રૉમ-સીતમાની વારતા :(અંગ્રેજી)
૨. ગુજરાંનો અરેલો :(અંગ્રેજી)
૩. આદિવાસી લોકસાહિત્યશાસ્ત્ર :(અંગ્રેજી)
૪. ગુજરાંનો અરેલો :(હિંદી)
૫. આદિવાસી લોકસાહિત્યશાસ્ત્ર :(હિંદી)

ગુજરાત સાહિત્ય અકાદમી – ગાંધીનગર દ્વારા પુરસ્કૃત ગ્રંથો :
(૧) ડુંગરી ભીલોના દેવિયાવાળાના અરેલા : નવલાખ દેવીઓ અને કરમીરો
(૨) ભીલ લોકમહાકાવ્ય : રાઠોરવારતા
(૩) તોળીરૉણીની વારતા
(૪) ભીલોનું ભારથ
(૫) ભીલ લોકાખ્યાન : સતિયો ખાતુ અને હાલો-હૂરો

ગુજરાતી સાહિત્ય પરિષદ – અમદાવાદ દ્વારા પુરસ્કૃત ગ્રંથ :
(૬) ભીલોનું ભારથ
(૭) આદિવાસી લોકસાહિત્યશાસ્ત્ર

સાહિત્ય અકાદમી, દિલ્હી અને દક્ષિણ કોરિયાના સંયુક્ત ઉપક્રમે પુરસ્કૃત પુસ્તક :
(૮) મારી લોકયાત્રા

સ્થાન
(૧) ઑનરરી ડાયરેક્ટર, રાષ્ટ્રીય આદિવાસી અકાદમી, તેજગઢ :(૨૦૦૨થી ૨૦૦૬)
(૨) એડવાઇઝરી બૉર્ડના સભ્ય, કેન્દ્રીય સાહિત્ય અકાદમી, દિલ્હી :(૨૦૦૩થી ૨૦૦૫)
(૩) ભાષા સમ્માન સમિતિના સભ્ય, કેન્દ્રીય સાહિત્ય અકાદમી, દિલ્હી :(૨૦૧૮)
(૪) ક્ષેત્રીય નિયામક, મેક આર્થર ફાઉન્ડેશન, શિકાગો-અમેરિકા, જાગૃતિ પ્રોજેક્ટ, :(૧૯૯૫થી ૨૦૦૨)
(૫) ફોકલોર બૉર્ડના સભ્ય, કેન્દ્રીય સાહિત્ય અકાદમી, દિલ્હી :(૨૦૧૮)
(૬) વિભાગીય અધ્યક્ષ, વિવેચન-સંશોધન, ગુજરાતી સાહિત્ય પરિષદ, ૩૯મું અધિવેશન :(વડોદરા), તા. ૨૭-૨૮ ડિસે., ૧૯૯૭
(૭) વિભાગીય અધ્યક્ષ, વિવેચન-સંશોધન, ગુજરાતી સાહિત્ય પરિષદ, જ્ઞાનસત્ર, ડિસે., ૧૯૯૮ :(રાધનપુર); વિભાગીય અધ્યક્ષ, લોકસાહિત્ય, ૨૦૧૦ :(મોડાસા)
(૮) વિભાગીય અધ્યક્ષ, વિવેચન-સંશોધન, ગુજરાતી સાહિત્ય પરિષદ, ડિસે., ૨૦૧૨ :(સુરત); વિભાગીય અધ્યક્ષ, ૨૦૧૬ :(મગરવાડા, ઉત્તર ગુજરાત)

ઍવૉર્ડ્ઝ : રાજ્ય – રાષ્ટ્ર – આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે
(૧) ભાષા સમ્માન, ૧૯૯૮, કેન્દ્રીય સાહિત્ય અકાદમી, દિલ્હી
(૨) રામવૃક્ષ બેનીપુરી જન્મ શતાબ્દી સમ્માન, ૨૦૦૨, પાનીપત
(3) Bharat Excellence Award, 2002, ફ્રેન્ડશિપ ફૉરમ ઑફ ઇન્ડિયા, દિલ્હી
(૪) વનવાસી કલા-સાહિત્ય, ૨૦૦૨, અખિલ ભારતીય સાહિત્ય પરિષદ :(ગુજરાત પ્રાન્ત)
(૫) ઝવેરચંદ મેઘાણી ઍવૉર્ડ, ૨૦૧૧, સૌરાષ્ટ્ર યુનિ., રાજકોટ
(૬) ટાગોર લિટરેચર ઍવૉર્ડ, ૨૦૦૯, દક્ષિણ કોરિયા અને સાહિત્ય અકાદમી, દિલ્હીના ઉપક્રમે, ૨૦૦૮
(૭) આગમપ્રભાકર ચંદ્રક, ૨૦૧૯, અમદાવાદ
(૮) શ્રી પુષ્કર ચંદરવાકર ઍવૉર્ડ, ૨૦૧૯, કુમાર આર્ટ્સ ફાઉન્ડેશન, ગોધરા
(૯) पद्‌मभूषण डॉ. कोमल कोठारी स्मृति लाइफ टाइम अचीवमेन्ट लोककला पुरस्कार, 2022, पश्चिम क्षेत्र सांस्कृतिक केन्द्र, उदयपुर
(૧૦) માંગલ શક્તિ ઍવૉર્ડ, ૨૦૨૫, શ્રી માંગલ માઁ તીર્થધામ, ભગુડા, જિ. ભાવનગર
(૧૧) કલાતીર્થ, સુરત આયોજિત સંસ્કૃતિ સંવર્ધક સન્માન, ૨૦૨૫, અમદાવાદ
(૧૨) ડૉ. હેમરાજ શાહ પ્રેરિત કવિ નર્મદ સાહિત્ય પ્રતિભા ઍવૉર્ડ, ૨૦૨૫, અમદાવાદ
(૧૩) શ્રી મહાદેવભાઈ દેસાઈ સમાજસેવા પુરસ્કાર, ૨૦૨૫, ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ
(૧૪) Tribal Literature and Language, 1997, ભાષાકેન્દ્ર, વડોદરા
(૧૫) ડુંગરી ભીલ કલાવૃંદ દિગ્દર્શન, ૧૯૯૮ :(જિજ્ઞાસા પટેલ સાથે), દર્પણ અકાદમી, અમદાવાદ
(૧૬) ‘महायत्नम् तु पौरुषम्’, 2003, શેઠ કે. ટી. વિદ્યાલય, ખેડબ્રહ્મા :(ખ્યાત બંગાળી લેખિકા મહાશ્વેતાદેવીના હસ્તે)

ફેલોશિપ
(૧) માનવ સંસાધન વિકાસ મંત્રાલય, સંસ્કૃતિ વિભાગ :(Folk Song and Dance), ૧૯૯૯
(૨) કે. કે. બિરલા ભારતીય તુલનાત્મક સાહિત્ય ફેલોશિપ, દિલ્હી, ૨૦૦૩-૨૦૦૪
(૩) નયન સૂર્યાનંદ લોકપ્રતિષ્ઠાન, મુંબઈ
(૪) એસ. સી. જોષી ચેરિટેબલ ટ્રસ્ટ, મુંબઈ, ૨૦૦૨
(૫) શ્રી ટાગોર નેશનલ સ્કૉલરશિપ, દિલ્હી, ૨૦૧૩-૨૦૧૪

ભગવાનદાસ પટેલ અને તેમના દ્વારા સંપાદિત ભીલી લોકસાહિત્ય પર લખાયેલા ગ્રંથો :
(૧) ડુંગરી ભીલી ‘સાધુ’ અને ‘સંશોધક’ ડૉ. ભગવાનદાસ પટેલ, હરેન્દ્ર પ્ર. ભટ્ટ, ૨૦૦૮
(૨) સ્નેહી ભગવાનદાસ, સંપાદક : હરેન્દ્ર પ્ર. ભટ્ટ, ૨૦૦૯
(૩) વનસ્વર, સંપાદક : ડૉ. બળવંત જાની, ૨૦૦૪
(૪) The Tribal Literature... Hasu Yajnik, 2004
(૫) ભીલી સાહિત્ય : એક અધ્યયન, સંપાદક : હસુ યાજ્ઞિક, ૨૦૦૯
(૬) ભીલી સાહિત્ય : કૃતિ અને સંસ્કૃતિ, ડૉ. દીપક પટેલ, ૨૦૦૯
(૭) ‘મહાભારત’ અને ‘ભીલોનું ભારથ’ : નારી પાત્રો – તુલનાત્મક અભ્યાસ, ડૉ. હર્ષદા શાહ, ૨૦૧૫
(૮) મારી લોકયાત્રા : વિમર્શ, સંપાદક : ડૉ. પ્રેમજી પટેલ, ૨૦૧૬
(૯) ભીલી મૌખિક સાહિત્ય : એક અભ્યાસ, સંપાદક : દશરથ પટેલ, ૨૦૨૨
(૧૦) ભગવાનદાસ પટેલના આદિવાસી લોકસાહિત્ય વિષયક લેખો, સંપાદક : પ્રેમજી પટેલ, ૨૦૨૩
(૧૧) ‘बगड़ावत देवनारायण’ और ‘गुजरांनो अरेलो’ का तुलनात्मक अध्ययन, डॉ. जिज्ञासा पटेल, २००२

ડૉ. બળવંત જાની ‘વનસ્વર’માં યોગ્ય જ કહે છે; “ભગવાનદાસના કામ જેવું અને જેટલું કામ ભારતના અન્ય પ્રાંતમાં કોઈએ કર્યું હશે કે કેમ એ અંગે મને શંકા છે. વિદ્વત્તાનો, નખશીખ જાણકારીનો કોઈ મોભો માથે રાખ્યા વગર એક શિક્ષક જ્ઞાનોપાસના, સંનિષ્ઠ અને નિર્ભેળ વિદ્યાપ્રીતિથી સાહિત્ય-સંશોધનક્ષેત્રે ક્રિયાશીલ રહીને કેવાં સ્થાન-માન પ્રાપ્ત કરી શકે એનું વિશ્વ સમક્ષ મૂકવા માટેનું ઉદાહરણ છે, ભગવાનદાસ. એ રીતે ભગવાનદાસ પટેલ એ ગુજરાતનું, ભારતને-વિશ્વને પ્રદાન છે.” :(વનસ્વર, ૨૦૦૪) - ડૉ. હસુ યાજ્ઞિક

જુદા જુદા સાહિત્યકારો અને વિવેચકોએ ભગવાનદાસ પટેલ દ્વારા સંપાદિત આદિવાસી લોકસાહિત્યનો અભ્યાસ કરી વ્યક્ત કરેલાં વિધાનો :

ડૉ. શિરીષ પંચાલ લખે છે, ‘‘રાઠોરવારતા’ આપણને સદીઓથી ચાલી આવેલી રામાયણ-મહાભારત-કથાસરિત્સાગરની પરંપરા યાદ અપાવે છે. ચટાકેદાર, મનોરંજનાત્મક, ‘પછી શું થયું’ પૂછવાનું હંમેશાં મન થયા કરે, એવી આ રાઠોરવારતા જગપ્રસિદ્ધ રોમાન્સની હરોળમાં આવી શકે એવી છે.’’ :(વનસ્વર, ૨૦૦૫, પૃ. ૧૫૮) ભોળાભાઈ પટેલ કહે છે, “ભીલોનું મહાકાવ્ય? હા, ભીલોનું – અને તેય આખેઆખું મોઢે. હોમરને કે કાલિદાસને પણ અદેખાઈ આવે એવી ઉપમા આ ભીલી મહાકાવ્યમાં ચમકી જાય અને પેલા ‘હંડ્રેડ યર્સ ઑફ સૉલિટ્યૂડ’ નામે નવલકથાના નૉબલ પ્રાઇઝ મેળવનાર લૅટિન અમેરિકન લેખક ગ્રેબિયલ ગાર્સિયા માકર્વેઝની વિખ્યાત ફેન્ટસીઓને પણ આંટી ખવડાવે તેવી ફેન્ટસી આદિવાસી મહાકાવ્યમાં મળી જાય. આ ‘ભીલ લોકમહાકાવ્ય : ‘રાઠોરવારતા’, અને રામાયણ-મહાભારત વારતાઓની ભીલી પરંપરા અને ઘણું બધું ‘કંઠસ્થ સાહિત્ય’ લુપ્ત થઈ ગયું હોત, જો ડૉ. ભગવાનદાસ પટેલ જેવા એક ભેખધારી શિક્ષકે આ વનવાસીઓના જીવનમાં ઓતપ્રોત થઈ જઈને, તેમનામાંના એક બની જઈને ડુંગરે-ડુંગરે, ગામડે-ગામડે, વારતહેવારે રખડી-રખડીને બધું ધ્વનિમુદ્રિત કરી લઈને સાચવવાનો ભગીરથ પુરુષાર્થ ન કર્યો હોત.” :(પરબ, ડિસેમ્બર, ૧૯૯૩) લાભશંકર ઠાકર નોંધે છે. ‘‘અરવલ્લીલોકની વહી-વાતો’:(૧૯૯૨)માં ડુંગરી ભીલ આદિવાસીઓની આસો અને કારતક માસમાં કહેવાતી વહીઓ :(વઈ) અને વાતોનો સંગ્રહ અને અભ્યાસ છે... હું તો આ વહી-વાતોના ગદ્યલય પર અને તેમાં ખીલેલા કલ્પનાવૈભવ પર લુબ્ધ થઈ ગયો છું. વિશ્વસાહિત્યમાં તે મુકાય તો અનેકોને રસમુગ્ધ કરે તેવી આ શબ્દસંપદા છે.’’ :(વનસ્વર, પૃ. ૫૬૮) મકરંદ દવે કહે છે, “ભગવાનદાસે ભીલી મિત્રો સાથે એટલી આત્મીયતા સાધી છે કે એ લોકો તેમને પોતાના જ કુટુંબી ગણતા થઈ ગયા છે. આવી દુર્લભ સામગ્રી મેળવવી એ જ એક દુષ્કર કાર્ય છે અને તેને વ્યવસ્થિત રીતે પ્રમાણબદ્ધ આપવી એ કુશળ સંશોધકની દૃષ્ટિ માગી લે છે. આપણા સદ્ભાગ્યે ભગવાનદાસમાં આપણને સાધુ ને સંશોધક બંને સમાનપણે મળી ગયા છે.” :(તોળીરૉણીની વારતા, ૧૯૯૨, આવકાર) ભગવાનદાસ પટેલ દ્વારા સંપાદિત ‘ગુજરાંનો અરેલો’:(૧૯૯૩)ની પ્રથમ આવૃત્તિના ‘આમુખ’માં ખ્યાત લોકવિદ્યાવિદ્ અને વિવેચક જશવંત શેખડીવાળા કહે છે, ‘‘ગુજરાંનો અરેલો’માં તેના સંપાદક-વિવેચક દ્વારા, અરેલાના ગાન-સ્વરૂપ વિશે તેમજ તેની રજૂઆત વિશે અને ‘ગુજરાંનો અરેલો’ વિશે આવી ઘણી બધી સામગ્રીનું વિગતવાર, તલસ્પર્શી, વિશ્વસનીય નિરૂપણ થયું છે. ‘અરેલો’ સંજ્ઞાનું, તેના ગાન સ્વરૂપનું, તેના ઉદ્ભવ-વિકાસ, વૈવિધ્ય-વૈશિષ્ટ્યનું સમર્થક દલીલ-દૃષ્ટાંત સહિત, વિશદ નિરૂપણ થયું છે. મૂળ પરંપરા પ્રાપ્ત કંઠસ્થ ગેય અરેલાના પાઠને તેના અસલ ગાનસ્વરૂપમાં લિપિબદ્ધ કરવાનો સનિષ્ઠ પ્રયાસ થયો છે. ડુંગરી ભીલી બોલીમાં નિરૂપિત અરેલાના પ્રામાણિક સંપાદનની પૂર્વે તેનો સીધી, સરલ અર્થવાહી, શિષ્ટ ગુજરાતીમાં અનુવાદ અપાયો છે. અરેલાના મૂળપાઠને અંતે ‘શબ્દાર્થસૂચિ’ મુકાઈ છે. અને તેમાં અપરિચિત, કઠિન ભીલી બોલીના શબ્દોના ગુજરાતી અર્થભાવ અપાયા છે. સંપાદિત-વિવેચ્ચ અરેલો ક્યાંથી; કયા ‘ગાવાવાળા’ પાસેથી, ક્યારે મળ્યો હતો, તેના ‘રાગિયા’ કોણ હતા, તેનું ધ્વનિમુદ્રણ ક્યાં થયેલું વગેરેની પણ તેમાં ચોકસાઈપૂર્વક નોંધ લેવાઈ છે અને કૃતજ્ઞતાપૂર્વક તેનો ઋણસ્વીકાર થયો છે. પરિણામે ‘ગુજરાંનો અરેલો’નું આ સંપાદન લોકસાહિત્યના સામાન્ય વાચક ઉપરાંત લોકવિદ્યાના અભ્યાસીઓ માટે પણ ઉપયોગી બન્યું છે.’’ :(વધુ વિગત માટે જુઓ, ગુજરાંનો અરેલો, ૨૦૨૦, પૃષ્ઠ ૪૯થી ૫૦ અને ગુજરાંનો અરેલો, ૧૯૯૩નું આમુખ) તા. ૧-૪-૧૯૮૫ના રોજ શેઠ કે. ટી. હાઈસ્કૂલ, ખેડબ્રહ્મા :(જિલ્લો : સાબરકાંઠા) મુકામે યોજાયેલા દ્વિ-દિવસીય લોકસાહિત્ય-સત્રમાં ભગવાનદાસ પટેલના આદિવાસી લોકસાહિત્યના ક્ષેત્રકાર્ય વિશે જશવંત શેખડીવાળા કહે છે, “સાબરમતીના સામે પૂરે માટીના ગોળાના આધારે લોકગીતોનું સંશોધન-સંપાદન એ વિશ્વના લોકસાહિત્યના ઇતિહાસની વિરલ ઘટના છે.” ડૉ. હસુ યાજ્ઞિક ભીલી મહાકાવ્યો : એક મૂલ્યાંકન :(૨૦૧૧) પુસ્તકમાં ભગવાનદાસના ક્ષેત્રકાર્ય અને આદિવાસી લોકસાહિત્યના સંપાદનનું મૂલ્યાંકન કરતાં નોંધે છે, “ગુજરાતમાં લોકસાહિત્ય સંશોધન-સંપાદનનું આ વિદ્યાકીય કાર્ય બે સદી પૂરી કરવામાં છે. આ સમયખંડમાં લોકવિદ્યાકીય સંશોધન-સંપાદનના વિકાસના આલેખનાં બે શિખરો સિદ્ધ થયેલાં જોઈ શકાય છે. પહેલું શિખર વીસમી સદીના ત્રીજા દાયકાથી, અર્થાત્ મેઘાણીના ગ્રામીણ ક્ષેત્રના સંશોધનના પ્રારંભથી અને બીજું શિખર નવમા દાયકાથી, અર્થાત્ ભગવાનદાસ પટેલના આદિવાસી કંઠ-પરંપરાના દસ્તાવેજીકરણ, અભ્યાસ અને સિદ્ધાંત સ્થાપનાથી સિદ્ધ થાય છે. ડૉ. ભગવાનદાસ પટેલે, આ ક્ષેત્રના ભેખધારી સંનિષ્ઠ સંશોધકે તો જીવનના ત્રણ દસકા ખર્ચી દોઢેક હજાર શ્રવ્ય કૅસેટો અને પચાસ દૃશ્યશ્રવ્ય કૅસેટોમાં ખેડબ્રહ્માના ડુંગરી ભીલોના જીવનચક્ર અને ઋતુચક્ર સાથે સંકળાયેલી લગભગ બધી જ કંઠસ્થ પરંપરાઓ ધ્વનિમુદ્રિત કરી એનું ચાલીસ જેટલા ગ્રંથોમાં અભ્યાસ સમેત શાસ્ત્રીય પ્રકાશન કર્યું. કોઈ સંસ્થા અને એનું સવેતનિક એવું યુનિટ પણ જેવું-જેટલું કાર્ય ન કરી શકે તેવું-તેટલું ભગવાનદાસ પટેલે કર્યું. રાઠોરવારતા, ગુજરાંનો અરેલો, ભીલોનું ભારથ અને રૉમસીતમાની વારતા – આ ચાર આદિવાસી કંઠ-પરંપરાની સુદીર્ઘ કથાકૃતિઓ તો, વિશ્વક્ષેત્રના લોકવિદ્યાકીય ક્ષેત્રનું ફિનીશકુળના ‘કલેવાલ’ :(મહાકાવ્ય) પછીનું સંસિદ્ધ ઉન્નતશૃંગ છે. માત્ર ગુજરાત કે ભારતના જ લોકવિદ્યાકીય અભ્યાસનું જ નહીં, પરંતુ વૈશ્વિકક્ષેત્રની આ વિદ્યાશાખાનું પણ આશ્ચર્ય અને અહોભાવ જન્માવે એવું આ કાર્ય છે. સર્વોન્નત અભ્યાસશૃંગ છે.” :(ભીલી મહાકાવ્યો એક મૂલ્યાંકન, સંપાદક : ભગવાનદાસ પટેલ, પ્રથમ આવૃતિ ૨૦૧૧, સાહિત્ય અકાદમી, દિલ્હી) ૨૦૨૦માં અભ્યાસ કરી, આદિવાસી સંસ્કૃતિ-સમાજજીવનના સંદર્ભમાં આદિવાસી મૌખિક મહાકાવ્યોના લક્ષણ-સ્વરૂપની સૈદ્ધાન્તિક ચર્ચા કરી પુનઃ શાસ્ત્રીય રીતે સંપાદિત કરેલાં ભગવાનદાસનાં ચાર મહાકાવ્યોનો અભ્યાસ કરી, ગુજરાત સાહિત્ય અકાદમીના અભ્યાસી પૂર્વ મહામાત્ર, ડૉ. અજયસિંહ ચૌહાણ પ્રકાશકીયમાં નોંધે છે, “ગુજરાતના આદિવાસી લોકસાહિત્યના સંશોધન-સંપાદનક્ષેત્રે ભગવાનદાસ પટેલનું કાર્ય સીમાસ્તંભરૂપ છે. આદિવાસી લોકમહાકાવ્યો : આપણી જ નહીં, સમગ્ર વિશ્વની ધરોહર છે.” :(સંવર્ધિત પાઠ અને અભ્યાસ, ૨૦૨૦)