ધીરેન્દ્ર મહેતાની કવિતા/ભૂકમ્પ પછી: Difference between revisions
(+1) |
No edit summary |
||
| (2 intermediate revisions by the same user not shown) | |||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|૩૧.<br>ભૂકંપ પછી}} | {{Heading|૩૧.<br>ભૂકંપ પછી}} | ||
{{Block center|<poem> | {{Block center|<poem> | ||
'''પ્રથમ રાત્રિ''' | '''પ્રથમ રાત્રિ''' | ||
:આ ધરતી જેવી | :આ ધરતી જેવી | ||
| Line 14: | Line 12: | ||
:પછી આકાશનો શો ભરોસો, | :પછી આકાશનો શો ભરોસો, | ||
:જેની નીચે સૂતો છું. | :જેની નીચે સૂતો છું. | ||
{{gap|4em | {{gap|4em}}* | ||
'''બીજી રાત્રિ''' | '''બીજી રાત્રિ''' | ||
| Line 27: | Line 25: | ||
:સવારે નીકળ્યો છે | :સવારે નીકળ્યો છે | ||
:મારા તંબૂની પાછળ. | :મારા તંબૂની પાછળ. | ||
{{gap|4em | {{gap|4em}}* | ||
'''ત્રીજી રાત્રિ અને સવાર''' | '''ત્રીજી રાત્રિ અને સવાર''' | ||
Latest revision as of 02:47, 21 February 2026
૩૧.
ભૂકંપ પછી
ભૂકંપ પછી
પ્રથમ રાત્રિ
આ ધરતી જેવી
જન્મજન્માન્તરોથી
જે હતી માતા -
ગોદમાં રમાડ્યો ને પોઢાડ્યો,
ખોળો ખુંદાવ્યો,
પગલીઓ પડાવી ટેકો દઈને...
ડગી ગઈ.
પછી આકાશનો શો ભરોસો,
જેની નીચે સૂતો છું.
*
બીજી રાત્રિ
તમરાં-કંસારી અને આગિયાઓએ
જર્જર કરી મૂકેલી અંધકારની ચાદર ઓઢીને સૂતેલા
સન્નાટાનાં નસકોરાં બોલે છે આખી રાત.
આ કયા ઇલાકામાં
ખંડિયેર બની ગયેલા
ઘરની પછીતે નીકળેલો ચાંદો
નાનામોટા ટીંબાઓની વચ્ચે
અટવાઈ ગયો આખી રાત;
સવારે નીકળ્યો છે
મારા તંબૂની પાછળ.
*
ત્રીજી રાત્રિ અને સવાર
ચાંદતારાનાં
નાનાંમોટાં ગાબડાંથી
ખંડિયેરમાં ફેરવાઈ ગયું છે રાત્રિનું આકાશ;
પેટાળમાંથી વછૂટેલો
લાવાનો પ્રચંડ ગોળો
ચોંટ્યો છે આકાશની છાતી પર.
૨૩-૩-૦૧