ધીરેન્દ્ર મહેતાની કવિતા/પવન દેખાડ: Difference between revisions
Jump to navigation
Jump to search
(+1) |
No edit summary |
||
| Line 4: | Line 4: | ||
{{Block center|<poem> | {{Block center|<poem> | ||
{{gap}}મા, મને તું પવન દેખાડ! | {{gap}}મા, મને તું પવન દેખાડ! | ||
શ્વાસ ઉપર એ દોટ મૂકે છે, | |||
ફૂલની સાથે બાઝે; | ફૂલની સાથે બાઝે; | ||
ઝાડમાં સંતાકૂકડી રમતો, | ઝાડમાં સંતાકૂકડી રમતો, | ||
Latest revision as of 02:38, 5 May 2026
૫૨.
પવન દેખાડ!
પવન દેખાડ!
મા, મને તું પવન દેખાડ!
શ્વાસ ઉપર એ દોટ મૂકે છે,
ફૂલની સાથે બાઝે;
ઝાડમાં સંતાકૂકડી રમતો,
સવાર - બપોર - સાંજે!
પાલવમાં તું ના સંતાડ!
મા, મને તું પવન દેખાડ!
ઝટપટ નાસી જાય કહીંક એ,
મારા વાળને ફેંદી;
છૂમંતર એ થાય ઘડીકમાં,
એવો છે એ ભેદી!
કદી કરું હું આવાં લાડ!
મા, મને તું પવન દેખાડ!
૩૧-૧-’૮૧