નયન હ. દેસાઈની કાવ્યસંપદા/ટેબલ વિશે ગઝલ: Difference between revisions
Jump to navigation
Jump to search
(+1) |
(+1) |
||
| Line 20: | Line 20: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = વરસાદમાં મગનભાઈ ! ગઝલ | ||
|next = | |next = એક અખબારી ગઝલ | ||
}} | }} | ||
Latest revision as of 02:59, 23 February 2026
ટેબલ વિશે ગઝલ
થાક હવે ડૂબતા સૂરજની જેમ ઢળે છે, લ્યો, ટેબલને તાળું મારો!
સાંજ પડી ને છતમાંથી એકાંત ગળે છે, લ્યો, ટેબલને તાળું મારો!
આમ જુઓ તો આ ટેબલ પર ડાઘ પડ્યા છે કૈં વરસોના, કૈં સ્વપ્નોના;
એમ વિચારો ત્યાં ભીતરથી કૈંક બળે છે, લ્યો, ટેબલને તાળું મારો!
કાલ ઊઠીને આ ટેબલને ડાળ ફૂટે તો એને ટેકે જીવતર ચાલે.
કઈ ઑફિસમાં હોવાની સી.એળ. મળે છે? લ્યો, ટેબલને તાળું મારો!
રોજની જેમ જ લોઢ ઊછળતા ટેબલપૂરમાં, આખી ઑફિસ ડૂબવા માંડી,
હાથ હજી પણ ફાઈલના વનમાં રઝળે છે; લ્યો, ટેબલને તાળું મારો!
આ જ હતું ટેબલ કે જેણે ફુલગુલાબી મઘમઘતા કૈં પત્રો વાંચ્યા,
આજ હવે ખાનામાં ‘જનકલ્યાણ’ મળે છે, લ્યો, ટેબલને તાળું મારો..!