સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – રામનારાયણ વિશ્વનાથ પાઠક/ગરબી: Difference between revisions
(+1) |
No edit summary |
||
| (One intermediate revision by the same user not shown) | |||
| Line 4: | Line 4: | ||
ગયા વાર્તાલાપમાં આપણે અર્વાચીન કાવ્યસાહિત્યનાં પદો જોયાં. પદપ્રકાર આપણને મધ્યકાલીન સાહિત્યમાંથી ઊતરી આવેલો મળ્યો છે, તેવો જ ગરબી પ્રકાર પણ છે. ગરબીઓ પ્રાચીન સાહિત્યમાં તો પદોના નામે પણ મળી આવે છે, પણ પછી ગરબી નામ જ વધારે પ્રસિદ્ધ બને છે. અને અત્યારે એ આપણા સાહિત્યનો એક સુંદર અગત્યનો ભાગ રોકે છે. ગયા વાર્તાલાપમાં આપણે દલપત-નર્મદની ગરબીઓ જોઈ. હવે આપણે નવલરામથી આગળ ચાલીએ. નવલરામે ‘બાળગરબાવલિ’ લખી છે. તેની ઘણીખરી ગરબીઓ કન્યાશાળા માટે અને સ્ત્રી-કેળવણીના પ્રચાર માટે લખી છે તેમાં પણ કેટલીક સારી છે. એમનું એક ધોળ જોઈએ. | ગયા વાર્તાલાપમાં આપણે અર્વાચીન કાવ્યસાહિત્યનાં પદો જોયાં. પદપ્રકાર આપણને મધ્યકાલીન સાહિત્યમાંથી ઊતરી આવેલો મળ્યો છે, તેવો જ ગરબી પ્રકાર પણ છે. ગરબીઓ પ્રાચીન સાહિત્યમાં તો પદોના નામે પણ મળી આવે છે, પણ પછી ગરબી નામ જ વધારે પ્રસિદ્ધ બને છે. અને અત્યારે એ આપણા સાહિત્યનો એક સુંદર અગત્યનો ભાગ રોકે છે. ગયા વાર્તાલાપમાં આપણે દલપત-નર્મદની ગરબીઓ જોઈ. હવે આપણે નવલરામથી આગળ ચાલીએ. નવલરામે ‘બાળગરબાવલિ’ લખી છે. તેની ઘણીખરી ગરબીઓ કન્યાશાળા માટે અને સ્ત્રી-કેળવણીના પ્રચાર માટે લખી છે તેમાં પણ કેટલીક સારી છે. એમનું એક ધોળ જોઈએ. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>{{gap| | {{Block center|'''<poem>{{gap|4em}}જનાવરની જાન | ||
જાન જનાવરની મળી, મેઘાડંબર ગાજે; | જાન જનાવરની મળી, મેઘાડંબર ગાજે; | ||
બકરીબાઈનો બેટડો પરણે છે આજે, | બકરીબાઈનો બેટડો પરણે છે આજે, | ||
ઠીક મળી ઠઠ લોકની જરા ઠામ ન ઠાલો; | ઠીક મળી ઠઠ લોકની જરા ઠામ ન ઠાલો; | ||
દોડે વરનો બાપ ત્યાં દડબડ દાઢીવાળો.</poem>}} | દોડે વરનો બાપ ત્યાં દડબડ દાઢીવાળો.</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
એમ કરીને આપણી લગ્નવેવલાઈની સારી મશ્કરી કરી છે. ગીતનો ઢાળ પણ લગ્નનો જ લીધો છે. એમની ઇતિહાસની આરસીની રચના પણ સુંદર છે. | એમ કરીને આપણી લગ્નવેવલાઈની સારી મશ્કરી કરી છે. ગીતનો ઢાળ પણ લગ્નનો જ લીધો છે. એમની ઇતિહાસની આરસીની રચના પણ સુંદર છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem> ઇતિહાસની આરસી સાહી મેં જોયું માંહી, | {{Block center|'''<poem> ઇતિહાસની આરસી સાહી મેં જોયું માંહી, | ||
થિર થાવર દીઠું ન કાંઈ ફરતી છે છાંઈ.</poem>}} | થિર થાવર દીઠું ન કાંઈ ફરતી છે છાંઈ.</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આ આરસીમાં કવિ વર્તમાનથી હઠતા હઠતા ભૂતમાં જાય છે. આરસીમાં પ્રથમ મરાઠા, પછી મુગલાઈ, પછી અમદાવાદની મુસલમાની રિયાસત, અને તે પછી કરણઘેલાના વખતમાં ગુજરાત સૌથી પહેલાં અલાઉદ્દીન બાદશાહના આક્રમણ આગળ હારી ગયું તેનો ઉલ્લેખ કરે છે. | આ આરસીમાં કવિ વર્તમાનથી હઠતા હઠતા ભૂતમાં જાય છે. આરસીમાં પ્રથમ મરાઠા, પછી મુગલાઈ, પછી અમદાવાદની મુસલમાની રિયાસત, અને તે પછી કરણઘેલાના વખતમાં ગુજરાત સૌથી પહેલાં અલાઉદ્દીન બાદશાહના આક્રમણ આગળ હારી ગયું તેનો ઉલ્લેખ કરે છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem> એ દિવસ થકી પરતંત્ર થયા લાગી ખાંપણ રે! | {{Block center|'''<poem> એ દિવસ થકી પરતંત્ર થયા લાગી ખાંપણ રે! | ||
એ આગે હતા સ્વતંત્ર, હિન્દુ સહુ આપણ રે.</poem>}} | એ આગે હતા સ્વતંત્ર, હિન્દુ સહુ આપણ રે.</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
એમ વિચારી એના શોકમાં ડૂબી કાવ્ય પૂરું કરે છે. પરતંત્રતાની એમાં સાચી શરમ છે, સ્વાતંત્ર્યની સાચી તમન્ના છે. | એમ વિચારી એના શોકમાં ડૂબી કાવ્ય પૂરું કરે છે. પરતંત્રતાની એમાં સાચી શરમ છે, સ્વાતંત્ર્યની સાચી તમન્ના છે. | ||
એ પછી પંડિત યુગ આવે છે. તેના કવિઓમાં કોઈક જ એવા નીકળે જેમણે ગરબી બિલકુલ ન લખી હોય. આપણે એમાં સૌથી પ્રથમ ગોવર્ધનરામને લઈએ. એમની કાવ્યની બાની ખરબચડી, ભાષા દુર્બોધ, ક્યાંક અતિ સંસ્કૃત અને એ જોતાં ગરબીને અનુરૂપ નહિ લાગે, છતાં તેમની એકબે ગરબીઓ સુંદર છે. પહેલાં હું એમની કોયલની ગરબી લઉં. | એ પછી પંડિત યુગ આવે છે. તેના કવિઓમાં કોઈક જ એવા નીકળે જેમણે ગરબી બિલકુલ ન લખી હોય. આપણે એમાં સૌથી પ્રથમ ગોવર્ધનરામને લઈએ. એમની કાવ્યની બાની ખરબચડી, ભાષા દુર્બોધ, ક્યાંક અતિ સંસ્કૃત અને એ જોતાં ગરબીને અનુરૂપ નહિ લાગે, છતાં તેમની એકબે ગરબીઓ સુંદર છે. પહેલાં હું એમની કોયલની ગરબી લઉં. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem> નીલ નીલમ સમાં લીલાલ ગાલે બેઠાં તમે જે તણે રે, | {{Block center|'''<poem>નીલ નીલમ સમાં લીલાલ ગાલે બેઠાં તમે જે તણે રે, | ||
એવા રૂડા આંબલિયાની ડાળ, મૂકીને કોયલ ક્યાં ગયાં રે! | એવા રૂડા આંબલિયાની ડાળ, મૂકીને કોયલ ક્યાં ગયાં રે! | ||
ઊંચે સોહે પ્રભાતના રંગ, રાતા રાતા આભમાં રે, | ઊંચે સોહે પ્રભાતના રંગ, રાતા રાતા આભમાં રે, | ||
| Line 30: | Line 30: | ||
તારા જોવાય ના, ન ઝલાય! મૂકીને કોયલ ક્યાં ગયાં રે? | તારા જોવાય ના, ન ઝલાય! મૂકીને કોયલ ક્યાં ગયાં રે? | ||
તેવું ગાન તમારું સુણાય ઊંડું ઊંડાણમાં રે! | તેવું ગાન તમારું સુણાય ઊંડું ઊંડાણમાં રે! | ||
તમે દેખાવ ના, ન જણાવ! મૂકીને કોયલ ક્યાં ગયાં રે?</poem>}} | તમે દેખાવ ના, ન જણાવ! મૂકીને કોયલ ક્યાં ગયાં રે?</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આ ગરબી સુંદર સુકુમાર ભાવવાળી છે. એમાં રૂડા આંબલિયાની ડાળવાળી પંક્તિ છે તે આખીય જૂના લોકગીતની છે. એ લોકગીતનું માધુર્ય જ જાણે આખા કાવ્યમાં ઊતરી આવ્યું છે. ગોવર્ધનરામની એક બીજી ગરબી લઈએ, જેમાં એક મુગ્ધ બાળા પોતાના લગ્નના કોડ સુંદર બાનીમાં વ્યક્ત કરે છે. | આ ગરબી સુંદર સુકુમાર ભાવવાળી છે. એમાં રૂડા આંબલિયાની ડાળવાળી પંક્તિ છે તે આખીય જૂના લોકગીતની છે. એ લોકગીતનું માધુર્ય જ જાણે આખા કાવ્યમાં ઊતરી આવ્યું છે. ગોવર્ધનરામની એક બીજી ગરબી લઈએ, જેમાં એક મુગ્ધ બાળા પોતાના લગ્નના કોડ સુંદર બાનીમાં વ્યક્ત કરે છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem> સુણો માતતાત ટેક મુજ એવડો જો, | {{Block center|'''<poem> સુણો માતતાત ટેક મુજ એવડો જો, | ||
મારે જોઈએ ગુલાબ અને કેવડો જો. | મારે જોઈએ ગુલાબ અને કેવડો જો. | ||
સારો સુંવાળો સ્વામી ન મને પરવડે જો | સારો સુંવાળો સ્વામી ન મને પરવડે જો | ||
એને સારો સારો કરીને સૌ અડે જો. | એને સારો સારો કરીને સૌ અડે જો. | ||
કાંટાવાળો તે કંથ મારે જોઈએ જો, | કાંટાવાળો તે કંથ મારે જોઈએ જો, | ||
રૂડો રંગ ને સુવાસ એમાં હોઈએ જો.</poem>}} | રૂડો રંગ ને સુવાસ એમાં હોઈએ જો.</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
કહે છે : | કહે છે : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem> સુગંધ રંગ સંગ ભોગવું હું એકલી જો, | {{Block center|'''<poem> સુગંધ રંગ સંગ ભોગવું હું એકલી જો, | ||
બીજી નાર જોઈ જોઈ તે રહે બળી જો.</poem>}} | બીજી નાર જોઈ જોઈ તે રહે બળી જો.</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
તેજસ્વી સ્વભાવની મુગ્ધાના લગ્નકોડ અહીં નવી જ રીતે, હજી સુધી કદી ન કહેવાયા હોય એવી રીતે કહેલા છે. | તેજસ્વી સ્વભાવની મુગ્ધાના લગ્નકોડ અહીં નવી જ રીતે, હજી સુધી કદી ન કહેવાયા હોય એવી રીતે કહેલા છે. | ||
આ પછી અર્વાચીન કવિતાના આદ્યકવિ ગણી શકાય એવા નરસિંહરાવ લઈએ. એમણે અંગ્રેજી કાવ્યોનો રસ ચખાડવા નવાં કાવ્યો લખ્યાં અને નવી કવિતાની બાનીના ઘડતરમાં એમનો મુખ્ય ફાળો છે. આપણે એમની થોડી ગરબીઓ જોઈએ. | આ પછી અર્વાચીન કવિતાના આદ્યકવિ ગણી શકાય એવા નરસિંહરાવ લઈએ. એમણે અંગ્રેજી કાવ્યોનો રસ ચખાડવા નવાં કાવ્યો લખ્યાં અને નવી કવિતાની બાનીના ઘડતરમાં એમનો મુખ્ય ફાળો છે. આપણે એમની થોડી ગરબીઓ જોઈએ. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>{{gap|4em}}ફૂલની સાથે રમત | {{Block center|'''<poem>{{gap|4em}}ફૂલની સાથે રમત | ||
આવો ફૂલડાં મધુરાં રે આપણ રંગે રમીએ, | આવો ફૂલડાં મધુરાં રે આપણ રંગે રમીએ, | ||
દિન એક આનંદે રે ભેળાં રહી નિર્ગમીએ.</poem>}} | દિન એક આનંદે રે ભેળાં રહી નિર્ગમીએ.</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આમ આ ગરબીનો ઉપાડ સુંદર થાય છે. પણ પછી નરસિંહરાવનો લોક તરફનો અને જગત તરફનો અણગમો અંદર આવ્યા વિના રહેતો નથી. | આમ આ ગરબીનો ઉપાડ સુંદર થાય છે. પણ પછી નરસિંહરાવનો લોક તરફનો અને જગત તરફનો અણગમો અંદર આવ્યા વિના રહેતો નથી. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem> તમમાંનું હું પણ રે કુસુમ એક કોમળિયું, | {{Block center|'''<poem> તમમાંનું હું પણ રે કુસુમ એક કોમળિયું, | ||
રહી મનુજસમૂહે રે વદન કરમાઈ ગયું. | રહી મનુજસમૂહે રે વદન કરમાઈ ગયું. | ||
નાસી ત્યાં થકી આજે રે આવ્યો તમ પાસ હું તો, | નાસી ત્યાં થકી આજે રે આવ્યો તમ પાસ હું તો, | ||
તમે કોમળ હઈડે રે મને નવ ગણશો જુદો.</poem>}} | તમે કોમળ હઈડે રે મને નવ ગણશો જુદો.</poem>'''}} | ||
{{Block center|<poem>આ ગરબીના ઉપાડના શબ્દો ગરબીના ઢાળ સાથે જેવા સુંવાળા થઈ ભળી જાય છે, તેવું તેમની બધી ગરબીઓમાં બનતું નથી. જેમ કે :</poem>}} | {{Block center|'''<poem>આ ગરબીના ઉપાડના શબ્દો ગરબીના ઢાળ સાથે જેવા સુંવાળા થઈ ભળી જાય છે, તેવું તેમની બધી ગરબીઓમાં બનતું નથી. જેમ કે :</poem>'''}} | ||
{{Block center|<poem> વડ પાછળ વડ રચિ ઊભાં શિખર ગિરિવર કેરાં | {{Block center|'''<poem> વડ પાછળ વડ રચિ ઊભાં શિખર ગિરિવર કેરાં | ||
રચી અર્ધચક્રનો વ્યૂહ ગૂંથાયાં અહીં ભેળાં | રચી અર્ધચક્રનો વ્યૂહ ગૂંથાયાં અહીં ભેળાં | ||
ઘેરી ઊભાં આ ઉચ્ચભૂમિ નિરખી રહેતાં | ઘેરી ઊભાં આ ઉચ્ચભૂમિ નિરખી રહેતાં | ||
ટગટગ કરી ભર આશ્ચર્યભાવ અંગે લેતાં</poem>}} | ટગટગ કરી ભર આશ્ચર્યભાવ અંગે લેતાં</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
પિંગળ દૃષ્ટિએ ભૂલ ન કાઢી શકીએ તો પણ જાણે લાગે છે કે અક્ષરન્યાસ અને શબ્દપસંદગી ગરબીને લાયક નથી. આપણે એક બીજી ગરબી જોઈએ : | પિંગળ દૃષ્ટિએ ભૂલ ન કાઢી શકીએ તો પણ જાણે લાગે છે કે અક્ષરન્યાસ અને શબ્દપસંદગી ગરબીને લાયક નથી. આપણે એક બીજી ગરબી જોઈએ : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem> વ્યોમમંડળેથી અમે ઊતર્યાં રે લોલ | {{Block center|'''<poem> વ્યોમમંડળેથી અમે ઊતર્યાં રે લોલ | ||
વ્યોમમાં અમારું નિત્ય ધામ; | વ્યોમમાં અમારું નિત્ય ધામ; | ||
વ્યોમવાસિની રે લોલ | વ્યોમવાસિની રે લોલ | ||
આવો મધુર ગાન ગરબે ગાઈએ રે લોલ.</poem>}} | આવો મધુર ગાન ગરબે ગાઈએ રે લોલ.</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
દયારામના ‘ગરબે રમવાને ગોરી સંચરી રે લોલ’નો ઢાળ છે. અને લગભગ એટલું જ માધુર્ય આમાં પણ છે. નરસિંહરાવ ગરબીમાં વચ્ચે સાખી પણ લાવે છે. આ જ કાવ્યમાં આગળ આવે છે – | દયારામના ‘ગરબે રમવાને ગોરી સંચરી રે લોલ’નો ઢાળ છે. અને લગભગ એટલું જ માધુર્ય આમાં પણ છે. નરસિંહરાવ ગરબીમાં વચ્ચે સાખી પણ લાવે છે. આ જ કાવ્યમાં આગળ આવે છે – | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem> તેજે ઘડ્યાં અમ અંગ, અમોલાં તેજે ઘડ્યાં છે; | {{Block center|'''<poem> તેજે ઘડ્યાં અમ અંગ, અમોલાં તેજે ઘડ્યાં છે; | ||
કરીએ ન તિમિરનો સંગ, તિમિર અમ વેરી ઠર્યાં છે. | કરીએ ન તિમિરનો સંગ, તિમિર અમ વેરી ઠર્યાં છે. | ||
{{gap|5em}}સાખી | {{gap|5em}}સાખી | ||
| Line 80: | Line 80: | ||
ને પ્રેમે કંઈ રેડીએ; મર્ત્ય લોકે અમીની સેર, | ને પ્રેમે કંઈ રેડીએ; મર્ત્ય લોકે અમીની સેર, | ||
{{right|અમોલી સેર અમીની,}} | {{right|અમોલી સેર અમીની,}} | ||
તેજે ઘડ્યાં અમ અંગ અમોલાં તેજે ઘડ્યાં છે.</poem>}} | તેજે ઘડ્યાં અમ અંગ અમોલાં તેજે ઘડ્યાં છે.</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આ પંડિતયુગમાં મહત્ત્વનું સ્થાન ભોગવતા કવિ મણિભાઈ નભુભાઈ, મણિશંકર ભટ્ટ – કાન્ત, પ્રો. બલવંતરાય ઠાકોર, એમણે થોડીક ગરબીઓ લખી છે. પણ એ એમનો મહત્ત્વનો ફાળો નથી. એ કવિઓમાંથી માત્ર કાન્તનું એક કાવ્ય લઈએ, જે બહુ જ પ્રસિદ્ધ છે, અને સભાઓમાં વિસર્જન વખતે વારંવાર ગવાતું : | આ પંડિતયુગમાં મહત્ત્વનું સ્થાન ભોગવતા કવિ મણિભાઈ નભુભાઈ, મણિશંકર ભટ્ટ – કાન્ત, પ્રો. બલવંતરાય ઠાકોર, એમણે થોડીક ગરબીઓ લખી છે. પણ એ એમનો મહત્ત્વનો ફાળો નથી. એ કવિઓમાંથી માત્ર કાન્તનું એક કાવ્ય લઈએ, જે બહુ જ પ્રસિદ્ધ છે, અને સભાઓમાં વિસર્જન વખતે વારંવાર ગવાતું : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem> મહેમાનો! ઓ વ્હાલાં! પુનઃ પધારજો! | {{Block center|'''<poem> મહેમાનો! ઓ વ્હાલાં! પુનઃ પધારજો! | ||
તમ ચરણે અમ સદન સદૈવ સુહાય જો! | તમ ચરણે અમ સદન સદૈવ સુહાય જો! | ||
કરજો માફ હજારો પામર પાપ, જે– | કરજો માફ હજારો પામર પાપ, જે– | ||
દિનચર્યામાં પ્રભુ પાસે પણ થાય જો! | દિનચર્યામાં પ્રભુ પાસે પણ થાય જો! | ||
મહેમાનો! ઓ વ્હાલાં! પુનઃ પધારજો!</poem>}} | મહેમાનો! ઓ વ્હાલાં! પુનઃ પધારજો!</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
રમણભાઈએ અને કલાપીએ ગરબીઓ લખી નથી એ નોંધવા જેવું છે. આપણે આ પછી દામોદર ખુશાલદાસ બોટાદકરની ગરબીઓ જોઈએ. બોટાદકર મુખ્યત્વે સંસ્કૃત વૃત્તબદ્ધ કાવ્ય લખનાર કવિ છે પણ તેમના જીવનમાં ગરબીઓનો એક આખો સ્રોત વહ્યો હતો. અને સંસ્કૃત વૃત્તોમાં તેમની જેવી છન્દઃશુદ્ધિ છે તેવી જ અહીં ગરબીઓમાં તેમની કાળશુદ્ધિ છે. એમનાં સંસ્કૃત કાવ્યો કરતાં એમની ગરબીઓ વધારે લોકપ્રિય થઈ છે. અને આપણા કુટુંબભાવોના આદર્શો એમાં સુબોધ બાનીમાં પ્રતિબિંબિત થયા છે. હિન્દુ સંસારની વિશિષ્ટતાનું મધ્યબિન્દુ કદાચ સાસરે જતી કન્યા અને સાસરે ગયા પછી પણ તેને પિતૃકુલ સાથેનો સંબંધ છે. કવિનું તે પ્રસંગનું ‘માતૃગુંજન’ કાવ્ય જોઈએ : | રમણભાઈએ અને કલાપીએ ગરબીઓ લખી નથી એ નોંધવા જેવું છે. આપણે આ પછી દામોદર ખુશાલદાસ બોટાદકરની ગરબીઓ જોઈએ. બોટાદકર મુખ્યત્વે સંસ્કૃત વૃત્તબદ્ધ કાવ્ય લખનાર કવિ છે પણ તેમના જીવનમાં ગરબીઓનો એક આખો સ્રોત વહ્યો હતો. અને સંસ્કૃત વૃત્તોમાં તેમની જેવી છન્દઃશુદ્ધિ છે તેવી જ અહીં ગરબીઓમાં તેમની કાળશુદ્ધિ છે. એમનાં સંસ્કૃત કાવ્યો કરતાં એમની ગરબીઓ વધારે લોકપ્રિય થઈ છે. અને આપણા કુટુંબભાવોના આદર્શો એમાં સુબોધ બાનીમાં પ્રતિબિંબિત થયા છે. હિન્દુ સંસારની વિશિષ્ટતાનું મધ્યબિન્દુ કદાચ સાસરે જતી કન્યા અને સાસરે ગયા પછી પણ તેને પિતૃકુલ સાથેનો સંબંધ છે. કવિનું તે પ્રસંગનું ‘માતૃગુંજન’ કાવ્ય જોઈએ : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem> આછાં નીરે ઊછળી રહી રે પેલી વાહિની વાધે, | {{Block center|'''<poem> આછાં નીરે ઊછળી રહી રે પેલી વાહિની વાધે, | ||
આંસુભરી અલબેલડી રે આજ સાસરી સાધે; | આંસુભરી અલબેલડી રે આજ સાસરી સાધે; | ||
વ્હાલાં અનેક વળામણે રે એક અંતર ફાટે, | વ્હાલાં અનેક વળામણે રે એક અંતર ફાટે, | ||
| Line 103: | Line 103: | ||
સૂનું થયું જગ સામટું રે ભૂમિ ડોલતી ભાસે; | સૂનું થયું જગ સામટું રે ભૂમિ ડોલતી ભાસે; | ||
ઉનો અનિલ આ એકલો રે વહે ધ્રૂસકાં ધીરે. | ઉનો અનિલ આ એકલો રે વહે ધ્રૂસકાં ધીરે. | ||
હાય, હણાયેલી માતને રે ચડી અંતર ચીરે.</poem>}} | હાય, હણાયેલી માતને રે ચડી અંતર ચીરે.</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આ જ ઢાળનું સાસરામાં રહી રહી ભાઈને સંભારતી બહેનનું ગીત પણ આટલું જ કરુણ અને મર્મભેદક છે. ગીત લાંબાં હોવા છતાં, અને ભાવ કરુણ હોઈ દુઃસહ હોવા છતાં અંત સુધી ટકી શકે છે અને ભાવ સર્વસામાન્ય હોવા છતાં મૃદુ છે અને અગાધ પણ છે. એ કવિનું એક જરા બીજા પ્રકારનું ગીત કોયલડી વિશેનું જોઈએ : | આ જ ઢાળનું સાસરામાં રહી રહી ભાઈને સંભારતી બહેનનું ગીત પણ આટલું જ કરુણ અને મર્મભેદક છે. ગીત લાંબાં હોવા છતાં, અને ભાવ કરુણ હોઈ દુઃસહ હોવા છતાં અંત સુધી ટકી શકે છે અને ભાવ સર્વસામાન્ય હોવા છતાં મૃદુ છે અને અગાધ પણ છે. એ કવિનું એક જરા બીજા પ્રકારનું ગીત કોયલડી વિશેનું જોઈએ : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem> વાગે વધાઈ વસન્તની રે | {{Block center|'''<poem> વાગે વધાઈ વસન્તની રે | ||
ફૂલડે ઊડે એની ફોર રે કોયલ બેની | ફૂલડે ઊડે એની ફોર રે કોયલ બેની | ||
એક કુહૂ કર આજનું રે. | એક કુહૂ કર આજનું રે. | ||
| Line 115: | Line 115: | ||
પંચમ વિણ નહિ પ્રાણ રે, કોયલ બેની એક.... | પંચમ વિણ નહિ પ્રાણ રે, કોયલ બેની એક.... | ||
આજ કળી ઊઘડી રહે રે. | આજ કળી ઊઘડી રહે રે. | ||
ઊઘડે અબોલણ ઉર રે, કોયલ બેની એક....</poem>}} | ઊઘડે અબોલણ ઉર રે, કોયલ બેની એક....</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
ગરબીમાં ઘણે ભાગે વિચાર કે વસ્તુ આગળ નથી ચાલતું તેનો વિકાસ પણ નથી થતો એમ કહેવામાં પણ કશું ખોટું નથી. ગરબીમાં એક એક કડીમાં એક જ વસ્તુના નવા નવા તરંગો આવે છે, નવા નવા ઝબકારા થાય છે. ગરબીમાં તેથી અંતને ચમત્કારક કરવો મુશ્કેલ છે. પણ એ પણ અહીં થયું છે. અંત કડી જોઈએ : | ગરબીમાં ઘણે ભાગે વિચાર કે વસ્તુ આગળ નથી ચાલતું તેનો વિકાસ પણ નથી થતો એમ કહેવામાં પણ કશું ખોટું નથી. ગરબીમાં એક એક કડીમાં એક જ વસ્તુના નવા નવા તરંગો આવે છે, નવા નવા ઝબકારા થાય છે. ગરબીમાં તેથી અંતને ચમત્કારક કરવો મુશ્કેલ છે. પણ એ પણ અહીં થયું છે. અંત કડી જોઈએ : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem> વેદઋચા તું વસંતની રે, | {{Block center|'''<poem> વેદઋચા તું વસંતની રે, | ||
ધીમી સુધાકેરી ધાર રે, કોયલ બેની એક.</poem>}} | ધીમી સુધાકેરી ધાર રે, કોયલ બેની એક.</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
કોયલ વિશે આમાં ઉત્તમમાં ઉત્તમ વસ્તુ કહીને કાવ્યનો ઉપસંહાર કરેલો છે. | કોયલ વિશે આમાં ઉત્તમમાં ઉત્તમ વસ્તુ કહીને કાવ્યનો ઉપસંહાર કરેલો છે. | ||
| Line 126: | Line 126: | ||
નાનાલાલના વિલાસની શોભા કાવ્યમાં કુમારિકાના લગ્નકોડ ઉપર એક લાંબી પંક્તિનું સ્ત્રીગીત છે. એનો મૂળ ઢાળ સીતાજીની કાંચળીનો છે. હું મૂળની થોડી પંક્તિઓ પ્રથમ ઉતારું છું. | નાનાલાલના વિલાસની શોભા કાવ્યમાં કુમારિકાના લગ્નકોડ ઉપર એક લાંબી પંક્તિનું સ્ત્રીગીત છે. એનો મૂળ ઢાળ સીતાજીની કાંચળીનો છે. હું મૂળની થોડી પંક્તિઓ પ્રથમ ઉતારું છું. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem> પંચવટીમાં સરોવર પાસે રમતાં સીતા શ્રીરામ રે, | {{Block center|'''<poem> પંચવટીમાં સરોવર પાસે રમતાં સીતા શ્રીરામ રે, | ||
કનકતણો કુરંગ રાવણનો આવ્યો તેણે ઠામ; | કનકતણો કુરંગ રાવણનો આવ્યો તેણે ઠામ; | ||
{{right|હો રમતાં રઢ લાગી રાણીને રે,}} | {{right|હો રમતાં રઢ લાગી રાણીને રે,}} | ||
સોનાનાં શૃંગ ને ત્વચા કનકની નાભી કસ્તુરી મહેકે રે, | સોનાનાં શૃંગ ને ત્વચા કનકની નાભી કસ્તુરી મહેકે રે, | ||
ડમરો ચરતાં દીઠો જાનકીએ નાચે નૌતમ લહેકે; | ડમરો ચરતાં દીઠો જાનકીએ નાચે નૌતમ લહેકે; | ||
{{right|રમતાં રઢ લાગી રાણીને રે.}}</poem>}} | {{right|રમતાં રઢ લાગી રાણીને રે.}}</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
હવે, તેની સાથે નાનાલાલની પંક્તિઓ સરખાવીએ : | હવે, તેની સાથે નાનાલાલની પંક્તિઓ સરખાવીએ : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem> જોઈ હસે મુજ આંખ, ઠરે મુજ આત્મન્, | {{Block center|'''<poem> જોઈ હસે મુજ આંખ, ઠરે મુજ આત્મન્, | ||
{{right|પ્રેમની ભરતી ચડે.}} | {{right|પ્રેમની ભરતી ચડે.}} | ||
દાખવ દેવી, ઓ ભાખ સખી, મુજ વલ્લભ | દાખવ દેવી, ઓ ભાખ સખી, મુજ વલ્લભ | ||
| Line 142: | Line 142: | ||
{{right|રસઓઘ, અને }} | {{right|રસઓઘ, અને }} | ||
પુણ્યપરાર્થી ઉદાર બહાદુર – એ વર | પુણ્યપરાર્થી ઉદાર બહાદુર – એ વર | ||
{{right|બાઈ, બતાવ મને.}}</poem>}} | {{right|બાઈ, બતાવ મને.}}</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
તફાવત તરત દેખાઈ આવશે. એની પિંગળચર્ચામાં હું અહીં ઊતરતો નથી. પણ આ એક વલણ નોંધવા જેવું છે. | તફાવત તરત દેખાઈ આવશે. એની પિંગળચર્ચામાં હું અહીં ઊતરતો નથી. પણ આ એક વલણ નોંધવા જેવું છે. | ||
નાનાલાલમાં સુંદર ગરબીઢાળ પારખવાની શક્તિ હતી, અને એમને કોઈ સુંદર સાંભળેલા ઢાળની કોઈ કોઈ વાર એવી રઢ લાગતી કે એવા ઢાળનું ગીત લખ્યે જ તેમનો છૂટકો થતો. એમના ઘણાખરા ઢાળો તો અત્યારે પ્રસિદ્ધ છે, હજી ગવાય છે. જોકે વધારે ગવાવા જોઈએ. પણ કેટલાક સુંદર પણ ઓછા ગવાતા ઢાળો તરફ હું ખાસ ધ્યાન દઈશ. પ્રથમ એક લગ્નગીત લઉં છું. | નાનાલાલમાં સુંદર ગરબીઢાળ પારખવાની શક્તિ હતી, અને એમને કોઈ સુંદર સાંભળેલા ઢાળની કોઈ કોઈ વાર એવી રઢ લાગતી કે એવા ઢાળનું ગીત લખ્યે જ તેમનો છૂટકો થતો. એમના ઘણાખરા ઢાળો તો અત્યારે પ્રસિદ્ધ છે, હજી ગવાય છે. જોકે વધારે ગવાવા જોઈએ. પણ કેટલાક સુંદર પણ ઓછા ગવાતા ઢાળો તરફ હું ખાસ ધ્યાન દઈશ. પ્રથમ એક લગ્નગીત લઉં છું. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem> આંગણ કુંકુમે રે લીંપાવો | {{Block center|'''<poem> આંગણ કુંકુમે રે લીંપાવો | ||
મોંઘાં મોંઘાં ફૂલડાં વેરાવો | મોંઘાં મોંઘાં ફૂલડાં વેરાવો | ||
સોહાગ સાથિયા રે પુરાવો | સોહાગ સાથિયા રે પુરાવો | ||
અબિલની કાંગરી કોરાવો.</poem>}} | અબિલની કાંગરી કોરાવો.</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
‘સૂરજ ઊગ્યો રે કેવડિયાની ફણશે રે’ને મળતો ઢાળ છે, જરાક જ ફેરવાળો. એ પંક્તિ લઈને પણ એમણે એક લગ્નગીત લખેલું છે : | ‘સૂરજ ઊગ્યો રે કેવડિયાની ફણશે રે’ને મળતો ઢાળ છે, જરાક જ ફેરવાળો. એ પંક્તિ લઈને પણ એમણે એક લગ્નગીત લખેલું છે : | ||
એક બીજો રાસ લઈએ : પહેલી કડી જરા ખરબચડી છે તે છોડી દઈ બીજી કડીથી લઈએ. | એક બીજો રાસ લઈએ : પહેલી કડી જરા ખરબચડી છે તે છોડી દઈ બીજી કડીથી લઈએ. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem> રૂપની કલા કરી રે કે ચતુરા ક્યાં ચાલ્યાં? સાહેલડી! | {{Block center|'''<poem> રૂપની કલા કરી રે કે ચતુરા ક્યાં ચાલ્યાં? સાહેલડી! | ||
છબિલી! આ છોગલાં રે કે મોહનાં શે ઘાલ્યાં? સાહેલડી! | છબિલી! આ છોગલાં રે કે મોહનાં શે ઘાલ્યાં? સાહેલડી! | ||
હજી તો વસન્તની રે કે લ્હેર હેલી આવે, સાહેલડી! | હજી તો વસન્તની રે કે લ્હેર હેલી આવે, સાહેલડી! | ||
ઉરને ઉમળકે રે વિશ્વ જો વધાવે, સાહેલડી!</poem>}} | ઉરને ઉમળકે રે વિશ્વ જો વધાવે, સાહેલડી!</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
નાનાલાલે જે પ્રાચીન ઢાળ ઉપરથી આ ગીત લખ્યું છે તે જોઈએ : | નાનાલાલે જે પ્રાચીન ઢાળ ઉપરથી આ ગીત લખ્યું છે તે જોઈએ : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem> સોના વાટકડી રે કેશર ઘોળ્યાં વાલમજી, | {{Block center|'''<poem> સોના વાટકડી રે કેશર ઘોળ્યાં વાલમજી, | ||
નાનો દિયરિયો રે કે રંગમાં રોળ્યાં વાલમજી.</poem>}} | નાનો દિયરિયો રે કે રંગમાં રોળ્યાં વાલમજી.</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આ જ અર્થનો જરા ઢાળફેર જોઈએ : | આ જ અર્થનો જરા ઢાળફેર જોઈએ : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem> વાટકીમાં કેશર ઘોળ્યાં વાલમિયા, | {{Block center|'''<poem> વાટકીમાં કેશર ઘોળ્યાં વાલમિયા, | ||
ઊગ્યો રંગનો છોડ રંગમાં રોળ્યાં વાલમિયા.</poem>}} | ઊગ્યો રંગનો છોડ રંગમાં રોળ્યાં વાલમિયા.</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
કવિ નાનાલાલે એક જગ્યાએ પોતાના રાસો વિશે કહ્યું છે : “લોકોને મારા રાસ ગમ્યા. સુંદરીઓએ સારા કહ્યા. રાસ-રસિયણોએ મનમાન્યા ઝીલ્યા, પણ સુંદર મનોહારી જૂના રાસનો ઉમંગઊછળતો ઉપાડ ત્યાં નથી.” | કવિ નાનાલાલે એક જગ્યાએ પોતાના રાસો વિશે કહ્યું છે : “લોકોને મારા રાસ ગમ્યા. સુંદરીઓએ સારા કહ્યા. રાસ-રસિયણોએ મનમાન્યા ઝીલ્યા, પણ સુંદર મનોહારી જૂના રાસનો ઉમંગઊછળતો ઉપાડ ત્યાં નથી.” | ||
| Line 174: | Line 174: | ||
નાનાલાલનું એક જરા અટપટા સંગીતવાળું ગીત લઈએ : | નાનાલાલનું એક જરા અટપટા સંગીતવાળું ગીત લઈએ : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>નયન નયને રે, નયન નયને પધારો રાજબાલ | {{Block center|'''<poem>નયન નયને રે, નયન નયને પધારો રાજબાલ | ||
ઘેલાં નયણાં તલપે ત્યાં ઘડીક આવજો રે લોલ; | ઘેલાં નયણાં તલપે ત્યાં ઘડીક આવજો રે લોલ; | ||
ભવન ભવને રે ભવન ભવને તમારાં રાજબાલ | ભવન ભવને રે ભવન ભવને તમારાં રાજબાલ | ||
| Line 183: | Line 183: | ||
કરે કોયલડી ટહુકાર હો આવજો જગલક્ષ્મી. | કરે કોયલડી ટહુકાર હો આવજો જગલક્ષ્મી. | ||
ધીમાં ધીમાં રે ધીમાં ધીમાં પધારો રાજબાલ | ધીમાં ધીમાં રે ધીમાં ધીમાં પધારો રાજબાલ | ||
ઘેલાં નયણાં તલપે ત્યાં ઘડીક આવજો રે લોલ.</poem>}} | ઘેલાં નયણાં તલપે ત્યાં ઘડીક આવજો રે લોલ.</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
એક એવું જ અટપટા સંગીતવાળું બીજું ગીત લઈએ : | એક એવું જ અટપટા સંગીતવાળું બીજું ગીત લઈએ : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem> કરે ગગનના ગોખમાં ચાંદલિયો ચમકાર, | {{Block center|'''<poem> કરે ગગનના ગોખમાં ચાંદલિયો ચમકાર, | ||
ઉરને સરવર પોયણાં ઊઘડે અપરંપાર | ઉરને સરવર પોયણાં ઊઘડે અપરંપાર | ||
સખિ એક એકાકી ચાંદલો ઊગિયો, | સખિ એક એકાકી ચાંદલો ઊગિયો, | ||
| Line 193: | Line 193: | ||
મારા માથાને મુગટે આવે નહીં રે; | મારા માથાને મુગટે આવે નહીં રે; | ||
ચંદ્રમાજી રે ઊગ્યો સખી આજ મારા ચોકમાં | ચંદ્રમાજી રે ઊગ્યો સખી આજ મારા ચોકમાં | ||
આશા-નિરાશાનો ચન્દ્રમાજી રે.</poem>}} | આશા-નિરાશાનો ચન્દ્રમાજી રે.</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
મેં આગળ કહ્યું કે સામાન્ય રીતે ગરબી ગરબા રાસમાં વસ્તુના વિકાસ કે વિચારની પ્રગતિ હોતી નથી પણ કોઈ કોઈ વાર તેમાં એક જ વસ્તુ જુદાં જુદાં પાસાંથી કહી શકાય છે. તેનું દૃષ્ટાંત ‘ફૂલડાં કટોરી’ કહી શકાય. એ ગીત પ્રસિદ્ધ છે અને નરસિંહરાવે તેનું વિવરણ લખી એને વધારે સારું પ્રસિદ્ધ કર્યું છે. ચંદ્રીએ અમૃત મોકલ્યાં છે તે ઝીલવા નાયિકા જગમાલણીને ફૂલડાંકટોરી ગૂંથી લાવવા કહે છે, કારણ કે એ દિવ્ય અમૃત માનવની અંજલિથી ઝીલી શકાતું નથી; કેમ કે માનવીની અંજલિમાં છૂંદણાંના ડાઘ છે, માણસ પોતાની ક્ષતિઓવાળા પાત્રથી એ ઝીલી શકે નહિ, કદાચ એ ડાઘ એ અમૃતને લાગે. સૌંદર્ય પામવા સ્વયં સૌંદર્ય બનવું પડે અને ન ઝીલું તે બધું અમૃત અવસ્થા વહી જાય છે. એને ન ઝીલીએ તે મનુષ્યઅવતાર વૃથા જાય છે. વળી માનવપાત્ર તેને ઝીલવા જાય તો તે ઝીલવા સમર્થ નથી, એના હાથમાં કાણાં છે, છિદ્ર છે અને ત્યાંથી દશધાર એ સરી પડે છે. દશ કેમ થાય, એમ આપણે નરસિંહરાવની પેઠે ન પૂછીએ. દશધાર એટલે અનેકધાર વહી જાય છે. માટે જગતરૂપી માલણને કહે છે એ અમૃત ઝીલવા ફૂલ જેવું પાત્ર આપ, જેથી આ અમૃત ઝીલી શકાય. સૌંદર્ય ઝીલવા પાત્ર પણ સુંદર જ જોઈએ એમ જુદી જુદી કડીઓમાં મુખ્ય વાંછનાનાં ભિન્ન ભિન્ન પાસાં આપી કેન્દ્રભૂત વાંછના વ્યક્ત થાય છે. એમ ક્વચિત્ બની શકે છે. ક્વચિત્ નાનાલાલ એક કે બે જ કડીમાં ગંભીર વક્તવ્ય સુંદર રીતે રજૂ કરે છે : એમનું દુઃખ-સુખનું સંગીત જોઈએ : | મેં આગળ કહ્યું કે સામાન્ય રીતે ગરબી ગરબા રાસમાં વસ્તુના વિકાસ કે વિચારની પ્રગતિ હોતી નથી પણ કોઈ કોઈ વાર તેમાં એક જ વસ્તુ જુદાં જુદાં પાસાંથી કહી શકાય છે. તેનું દૃષ્ટાંત ‘ફૂલડાં કટોરી’ કહી શકાય. એ ગીત પ્રસિદ્ધ છે અને નરસિંહરાવે તેનું વિવરણ લખી એને વધારે સારું પ્રસિદ્ધ કર્યું છે. ચંદ્રીએ અમૃત મોકલ્યાં છે તે ઝીલવા નાયિકા જગમાલણીને ફૂલડાંકટોરી ગૂંથી લાવવા કહે છે, કારણ કે એ દિવ્ય અમૃત માનવની અંજલિથી ઝીલી શકાતું નથી; કેમ કે માનવીની અંજલિમાં છૂંદણાંના ડાઘ છે, માણસ પોતાની ક્ષતિઓવાળા પાત્રથી એ ઝીલી શકે નહિ, કદાચ એ ડાઘ એ અમૃતને લાગે. સૌંદર્ય પામવા સ્વયં સૌંદર્ય બનવું પડે અને ન ઝીલું તે બધું અમૃત અવસ્થા વહી જાય છે. એને ન ઝીલીએ તે મનુષ્યઅવતાર વૃથા જાય છે. વળી માનવપાત્ર તેને ઝીલવા જાય તો તે ઝીલવા સમર્થ નથી, એના હાથમાં કાણાં છે, છિદ્ર છે અને ત્યાંથી દશધાર એ સરી પડે છે. દશ કેમ થાય, એમ આપણે નરસિંહરાવની પેઠે ન પૂછીએ. દશધાર એટલે અનેકધાર વહી જાય છે. માટે જગતરૂપી માલણને કહે છે એ અમૃત ઝીલવા ફૂલ જેવું પાત્ર આપ, જેથી આ અમૃત ઝીલી શકાય. સૌંદર્ય ઝીલવા પાત્ર પણ સુંદર જ જોઈએ એમ જુદી જુદી કડીઓમાં મુખ્ય વાંછનાનાં ભિન્ન ભિન્ન પાસાં આપી કેન્દ્રભૂત વાંછના વ્યક્ત થાય છે. એમ ક્વચિત્ બની શકે છે. ક્વચિત્ નાનાલાલ એક કે બે જ કડીમાં ગંભીર વક્તવ્ય સુંદર રીતે રજૂ કરે છે : એમનું દુઃખ-સુખનું સંગીત જોઈએ : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>દુઃખસુખ આવે રે તે સહેજો! | {{Block center|'''<poem>દુઃખસુખ આવે રે તે સહેજો! | ||
માજીના ચરણકમળમાં રહેજો! | માજીના ચરણકમળમાં રહેજો! | ||
દુઃખસુખ આવે રે તે સહેજો! | દુઃખસુખ આવે રે તે સહેજો! | ||
| Line 209: | Line 209: | ||
દુઃખસુખ આવે રે તે રહેશું! | દુઃખસુખ આવે રે તે રહેશું! | ||
મા તુજ ચરણકમળમાં રહેશું! | મા તુજ ચરણકમળમાં રહેશું! | ||
દુઃખસુખ આવે તે મા! સ્હેશું!</poem>}} | દુઃખસુખ આવે તે મા! સ્હેશું!</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
કવિની ઈશ્વર ઉપરની અને જગતની યોજના ઉપરની ઊંડી શ્રદ્ધા અહીં વ્યક્ત થાય છે. દુઃખમાં પણ કોઈ અર્થ, કોઈ શુભ પ્રયોજન રહેલું છે એ ભાવ છે. છતાં કવિની બીજી ગરબીઓ જેવી આની બાની પ્રવાહી નથી, શબ્દો જાણે ગરબીને માટે ભારે પડે છે. એમનાં પશ્ચિમ વયનાં કેટલાંક ગીતોમાં મને આ વલણ વિશેષ જણાયું છે, જોકે મધુર ગીતોનો પ્રવાહ કદી સ્ખલિત તો થયો જ નથી. | કવિની ઈશ્વર ઉપરની અને જગતની યોજના ઉપરની ઊંડી શ્રદ્ધા અહીં વ્યક્ત થાય છે. દુઃખમાં પણ કોઈ અર્થ, કોઈ શુભ પ્રયોજન રહેલું છે એ ભાવ છે. છતાં કવિની બીજી ગરબીઓ જેવી આની બાની પ્રવાહી નથી, શબ્દો જાણે ગરબીને માટે ભારે પડે છે. એમનાં પશ્ચિમ વયનાં કેટલાંક ગીતોમાં મને આ વલણ વિશેષ જણાયું છે, જોકે મધુર ગીતોનો પ્રવાહ કદી સ્ખલિત તો થયો જ નથી. | ||
| Line 217: | Line 217: | ||
નાનાલાલ પછી સ્વાભાવિક રીતે કવિ ખબરદાર આવે. ખબરદારે ઘણી ગરબીઓ લખી છે. ઘણી પ્રસિદ્ધ છે, તોપણ તેમનાં બીજાં કાવ્યોની પેઠે એમાં ઉછીનું તેજ ઘણું છે, અને એમનું સારામાં સારું કાવ્ય ક્યાંક ઓચિંતું કથળી પડે છે. એમની એક સુંદર ગરબી જોઈએ. ચંદાને પનિહારી કલ્પીને ગરબી લખી છે. | નાનાલાલ પછી સ્વાભાવિક રીતે કવિ ખબરદાર આવે. ખબરદારે ઘણી ગરબીઓ લખી છે. ઘણી પ્રસિદ્ધ છે, તોપણ તેમનાં બીજાં કાવ્યોની પેઠે એમાં ઉછીનું તેજ ઘણું છે, અને એમનું સારામાં સારું કાવ્ય ક્યાંક ઓચિંતું કથળી પડે છે. એમની એક સુંદર ગરબી જોઈએ. ચંદાને પનિહારી કલ્પીને ગરબી લખી છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem> કે પાણીડાં ગઈતી અમી સરોવર રે, | {{Block center|'''<poem> કે પાણીડાં ગઈતી અમી સરોવર રે, | ||
કે બેડલું રેલાતું ચોધાર, | કે બેડલું રેલાતું ચોધાર, | ||
{{right|છલોછલ છલકે મારું બેડલું રે.}} | {{right|છલોછલ છલકે મારું બેડલું રે.}} | ||
કે ઢળી ઢળી જતાં અમી એ વાટમાં રે, | કે ઢળી ઢળી જતાં અમી એ વાટમાં રે, | ||
કે હસતો છૂપતો સૂર્યકુમાર, | કે હસતો છૂપતો સૂર્યકુમાર, | ||
{{right|છલછલ છલકે મારું બેડલું રે..}}</poem>}} | {{right|છલછલ છલકે મારું બેડલું રે..}}</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
ખબરદાર કાવ્યોમાં ઘણી વાર એક ભક્ત તરીકેની પોતાની આરજૂ વ્યક્ત કરે છે. આપણે એક કડી જોઈએ : | ખબરદાર કાવ્યોમાં ઘણી વાર એક ભક્ત તરીકેની પોતાની આરજૂ વ્યક્ત કરે છે. આપણે એક કડી જોઈએ : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem> દીધી આશા લાંબી, જીવન દીધું ટૂંકડું, | {{Block center|'''<poem> દીધી આશા લાંબી, જીવન દીધું ટૂંકડું, | ||
હૈયે સ્નેહ ભર્યો તો આંખ ટપકતાં ઝેર; | હૈયે સ્નેહ ભર્યો તો આંખ ટપકતાં ઝેર; | ||
દીધી આંખ અમોને, પોતે રહ્યો અદૃશ્ય તું, | દીધી આંખ અમોને, પોતે રહ્યો અદૃશ્ય તું, | ||
તું હું એક હતા તે વિખરાયા શી પેર;– | તું હું એક હતા તે વિખરાયા શી પેર;– | ||
સુરજન પ્રભુજીને છાનું જઈ પૂછજો એટલું! </poem>}} | સુરજન પ્રભુજીને છાનું જઈ પૂછજો એટલું! </poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
ખબરદારે ગુજરાતની પ્રાચીન ભક્તપરંપરાના જ સિદ્ધાંતો, ભાવ અને પ્રતીકો લીધા છે. | ખબરદારે ગુજરાતની પ્રાચીન ભક્તપરંપરાના જ સિદ્ધાંતો, ભાવ અને પ્રતીકો લીધા છે. | ||
ખબરદાર પછી સદ્ગત કવિઓમાં મેઘાણી આવે છે જેમના અતિ પ્રવૃત્તિમય જીવનનો અંત બહુ નાની વયમાં આવ્યો. એમની સાહિત્યની અદ્વિતીય સેવા તે એમણે કરેલું લોકસાહિત્યનું સંશોધન. એ લોકસાહિત્યની પ્રેરણાથી એમણે સુંદર કાવ્યો લખ્યાં છે. નવા ભાવવાળું અને નવાં પ્રતીકોવાળું છતાં જૂના ઢાળમાં શોભતું એવું એમનું એક ગીત લઈએ : | ખબરદાર પછી સદ્ગત કવિઓમાં મેઘાણી આવે છે જેમના અતિ પ્રવૃત્તિમય જીવનનો અંત બહુ નાની વયમાં આવ્યો. એમની સાહિત્યની અદ્વિતીય સેવા તે એમણે કરેલું લોકસાહિત્યનું સંશોધન. એ લોકસાહિત્યની પ્રેરણાથી એમણે સુંદર કાવ્યો લખ્યાં છે. નવા ભાવવાળું અને નવાં પ્રતીકોવાળું છતાં જૂના ઢાળમાં શોભતું એવું એમનું એક ગીત લઈએ : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|{{gap| | {{Block center|'''<poem>{{gap|5em}}કસુંબલ રંગ | ||
{{gap|3em}}લાગ્યો કસુંબલ રંગ | |||
{{right|રાજ, મને લાગ્યો કસુંબલ રંગ,}} | {{right|રાજ, મને લાગ્યો કસુંબલ રંગ,}} | ||
જનનીના હૈયામાં પોઢંતાં પોઢંતાં | જનનીના હૈયામાં પોઢંતાં પોઢંતાં | ||
| Line 245: | Line 245: | ||
{{right|ગાયો કસુંબીનો રંગ, }} | {{right|ગાયો કસુંબીનો રંગ, }} | ||
મુક્તિને ક્યારે નિજ રક્તો રેડણહારે | મુક્તિને ક્યારે નિજ રક્તો રેડણહારે | ||
{{right|પાયો કસુંબીનો રંગ. રાજ.}}</poem>}} | {{right|પાયો કસુંબીનો રંગ. રાજ.}}</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
એમ કવિએ જીવનમાં અનેક જગાએ કસુંબી રંગ દીઠો છે અને તેણે પોતે પણ પ્રસંગે પ્રસંગે ગુજરાતને એ રંગ પાયો છે—ચડાવ્યો પણ છે. | એમ કવિએ જીવનમાં અનેક જગાએ કસુંબી રંગ દીઠો છે અને તેણે પોતે પણ પ્રસંગે પ્રસંગે ગુજરાતને એ રંગ પાયો છે—ચડાવ્યો પણ છે. | ||
| Line 253: | Line 253: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = પદ - ભજન અને | |previous = પદ - ભજન અને દેશીઓ | ||
|next = | |next =આખ્યાનકાવ્ય અને ખંડકાવ્ય | ||
}} | }} | ||
Latest revision as of 03:07, 7 March 2026
ગયા વાર્તાલાપમાં આપણે અર્વાચીન કાવ્યસાહિત્યનાં પદો જોયાં. પદપ્રકાર આપણને મધ્યકાલીન સાહિત્યમાંથી ઊતરી આવેલો મળ્યો છે, તેવો જ ગરબી પ્રકાર પણ છે. ગરબીઓ પ્રાચીન સાહિત્યમાં તો પદોના નામે પણ મળી આવે છે, પણ પછી ગરબી નામ જ વધારે પ્રસિદ્ધ બને છે. અને અત્યારે એ આપણા સાહિત્યનો એક સુંદર અગત્યનો ભાગ રોકે છે. ગયા વાર્તાલાપમાં આપણે દલપત-નર્મદની ગરબીઓ જોઈ. હવે આપણે નવલરામથી આગળ ચાલીએ. નવલરામે ‘બાળગરબાવલિ’ લખી છે. તેની ઘણીખરી ગરબીઓ કન્યાશાળા માટે અને સ્ત્રી-કેળવણીના પ્રચાર માટે લખી છે તેમાં પણ કેટલીક સારી છે. એમનું એક ધોળ જોઈએ.
જનાવરની જાન
જાન જનાવરની મળી, મેઘાડંબર ગાજે;
બકરીબાઈનો બેટડો પરણે છે આજે,
ઠીક મળી ઠઠ લોકની જરા ઠામ ન ઠાલો;
દોડે વરનો બાપ ત્યાં દડબડ દાઢીવાળો.
એમ કરીને આપણી લગ્નવેવલાઈની સારી મશ્કરી કરી છે. ગીતનો ઢાળ પણ લગ્નનો જ લીધો છે. એમની ઇતિહાસની આરસીની રચના પણ સુંદર છે.
ઇતિહાસની આરસી સાહી મેં જોયું માંહી,
થિર થાવર દીઠું ન કાંઈ ફરતી છે છાંઈ.
આ આરસીમાં કવિ વર્તમાનથી હઠતા હઠતા ભૂતમાં જાય છે. આરસીમાં પ્રથમ મરાઠા, પછી મુગલાઈ, પછી અમદાવાદની મુસલમાની રિયાસત, અને તે પછી કરણઘેલાના વખતમાં ગુજરાત સૌથી પહેલાં અલાઉદ્દીન બાદશાહના આક્રમણ આગળ હારી ગયું તેનો ઉલ્લેખ કરે છે.
એ દિવસ થકી પરતંત્ર થયા લાગી ખાંપણ રે!
એ આગે હતા સ્વતંત્ર, હિન્દુ સહુ આપણ રે.
એમ વિચારી એના શોકમાં ડૂબી કાવ્ય પૂરું કરે છે. પરતંત્રતાની એમાં સાચી શરમ છે, સ્વાતંત્ર્યની સાચી તમન્ના છે. એ પછી પંડિત યુગ આવે છે. તેના કવિઓમાં કોઈક જ એવા નીકળે જેમણે ગરબી બિલકુલ ન લખી હોય. આપણે એમાં સૌથી પ્રથમ ગોવર્ધનરામને લઈએ. એમની કાવ્યની બાની ખરબચડી, ભાષા દુર્બોધ, ક્યાંક અતિ સંસ્કૃત અને એ જોતાં ગરબીને અનુરૂપ નહિ લાગે, છતાં તેમની એકબે ગરબીઓ સુંદર છે. પહેલાં હું એમની કોયલની ગરબી લઉં.
નીલ નીલમ સમાં લીલાલ ગાલે બેઠાં તમે જે તણે રે,
એવા રૂડા આંબલિયાની ડાળ, મૂકીને કોયલ ક્યાં ગયાં રે!
ઊંચે સોહે પ્રભાતના રંગ, રાતા રાતા આભમાં રે,
તેવા નીચે નીચે આના મ્હોર! મૂકીને કાયલ ક્યાં ગયાં રે!
તેજ તારા તણું દેખાય ઊંચું ઝીણું આભમાં રે!
તારા જોવાય ના, ન ઝલાય! મૂકીને કોયલ ક્યાં ગયાં રે?
તેવું ગાન તમારું સુણાય ઊંડું ઊંડાણમાં રે!
તમે દેખાવ ના, ન જણાવ! મૂકીને કોયલ ક્યાં ગયાં રે?
આ ગરબી સુંદર સુકુમાર ભાવવાળી છે. એમાં રૂડા આંબલિયાની ડાળવાળી પંક્તિ છે તે આખીય જૂના લોકગીતની છે. એ લોકગીતનું માધુર્ય જ જાણે આખા કાવ્યમાં ઊતરી આવ્યું છે. ગોવર્ધનરામની એક બીજી ગરબી લઈએ, જેમાં એક મુગ્ધ બાળા પોતાના લગ્નના કોડ સુંદર બાનીમાં વ્યક્ત કરે છે.
સુણો માતતાત ટેક મુજ એવડો જો,
મારે જોઈએ ગુલાબ અને કેવડો જો.
સારો સુંવાળો સ્વામી ન મને પરવડે જો
એને સારો સારો કરીને સૌ અડે જો.
કાંટાવાળો તે કંથ મારે જોઈએ જો,
રૂડો રંગ ને સુવાસ એમાં હોઈએ જો.
કહે છે :
સુગંધ રંગ સંગ ભોગવું હું એકલી જો,
બીજી નાર જોઈ જોઈ તે રહે બળી જો.
તેજસ્વી સ્વભાવની મુગ્ધાના લગ્નકોડ અહીં નવી જ રીતે, હજી સુધી કદી ન કહેવાયા હોય એવી રીતે કહેલા છે. આ પછી અર્વાચીન કવિતાના આદ્યકવિ ગણી શકાય એવા નરસિંહરાવ લઈએ. એમણે અંગ્રેજી કાવ્યોનો રસ ચખાડવા નવાં કાવ્યો લખ્યાં અને નવી કવિતાની બાનીના ઘડતરમાં એમનો મુખ્ય ફાળો છે. આપણે એમની થોડી ગરબીઓ જોઈએ.
ફૂલની સાથે રમત
આવો ફૂલડાં મધુરાં રે આપણ રંગે રમીએ,
દિન એક આનંદે રે ભેળાં રહી નિર્ગમીએ.
આમ આ ગરબીનો ઉપાડ સુંદર થાય છે. પણ પછી નરસિંહરાવનો લોક તરફનો અને જગત તરફનો અણગમો અંદર આવ્યા વિના રહેતો નથી.
તમમાંનું હું પણ રે કુસુમ એક કોમળિયું,
રહી મનુજસમૂહે રે વદન કરમાઈ ગયું.
નાસી ત્યાં થકી આજે રે આવ્યો તમ પાસ હું તો,
તમે કોમળ હઈડે રે મને નવ ગણશો જુદો.
આ ગરબીના ઉપાડના શબ્દો ગરબીના ઢાળ સાથે જેવા સુંવાળા થઈ ભળી જાય છે, તેવું તેમની બધી ગરબીઓમાં બનતું નથી. જેમ કે :
વડ પાછળ વડ રચિ ઊભાં શિખર ગિરિવર કેરાં
રચી અર્ધચક્રનો વ્યૂહ ગૂંથાયાં અહીં ભેળાં
ઘેરી ઊભાં આ ઉચ્ચભૂમિ નિરખી રહેતાં
ટગટગ કરી ભર આશ્ચર્યભાવ અંગે લેતાં
પિંગળ દૃષ્ટિએ ભૂલ ન કાઢી શકીએ તો પણ જાણે લાગે છે કે અક્ષરન્યાસ અને શબ્દપસંદગી ગરબીને લાયક નથી. આપણે એક બીજી ગરબી જોઈએ :
વ્યોમમંડળેથી અમે ઊતર્યાં રે લોલ
વ્યોમમાં અમારું નિત્ય ધામ;
વ્યોમવાસિની રે લોલ
આવો મધુર ગાન ગરબે ગાઈએ રે લોલ.
દયારામના ‘ગરબે રમવાને ગોરી સંચરી રે લોલ’નો ઢાળ છે. અને લગભગ એટલું જ માધુર્ય આમાં પણ છે. નરસિંહરાવ ગરબીમાં વચ્ચે સાખી પણ લાવે છે. આ જ કાવ્યમાં આગળ આવે છે –
તેજે ઘડ્યાં અમ અંગ, અમોલાં તેજે ઘડ્યાં છે;
કરીએ ન તિમિરનો સંગ, તિમિર અમ વેરી ઠર્યાં છે.
સાખી
દિવ્ય લોકમાં ઘૂમતાં ફરીએ સહુ રસભેર,
ને પ્રેમે કંઈ રેડીએ; મર્ત્ય લોકે અમીની સેર,
અમોલી સેર અમીની,
તેજે ઘડ્યાં અમ અંગ અમોલાં તેજે ઘડ્યાં છે.
આ પંડિતયુગમાં મહત્ત્વનું સ્થાન ભોગવતા કવિ મણિભાઈ નભુભાઈ, મણિશંકર ભટ્ટ – કાન્ત, પ્રો. બલવંતરાય ઠાકોર, એમણે થોડીક ગરબીઓ લખી છે. પણ એ એમનો મહત્ત્વનો ફાળો નથી. એ કવિઓમાંથી માત્ર કાન્તનું એક કાવ્ય લઈએ, જે બહુ જ પ્રસિદ્ધ છે, અને સભાઓમાં વિસર્જન વખતે વારંવાર ગવાતું :
મહેમાનો! ઓ વ્હાલાં! પુનઃ પધારજો!
તમ ચરણે અમ સદન સદૈવ સુહાય જો!
કરજો માફ હજારો પામર પાપ, જે–
દિનચર્યામાં પ્રભુ પાસે પણ થાય જો!
મહેમાનો! ઓ વ્હાલાં! પુનઃ પધારજો!
રમણભાઈએ અને કલાપીએ ગરબીઓ લખી નથી એ નોંધવા જેવું છે. આપણે આ પછી દામોદર ખુશાલદાસ બોટાદકરની ગરબીઓ જોઈએ. બોટાદકર મુખ્યત્વે સંસ્કૃત વૃત્તબદ્ધ કાવ્ય લખનાર કવિ છે પણ તેમના જીવનમાં ગરબીઓનો એક આખો સ્રોત વહ્યો હતો. અને સંસ્કૃત વૃત્તોમાં તેમની જેવી છન્દઃશુદ્ધિ છે તેવી જ અહીં ગરબીઓમાં તેમની કાળશુદ્ધિ છે. એમનાં સંસ્કૃત કાવ્યો કરતાં એમની ગરબીઓ વધારે લોકપ્રિય થઈ છે. અને આપણા કુટુંબભાવોના આદર્શો એમાં સુબોધ બાનીમાં પ્રતિબિંબિત થયા છે. હિન્દુ સંસારની વિશિષ્ટતાનું મધ્યબિન્દુ કદાચ સાસરે જતી કન્યા અને સાસરે ગયા પછી પણ તેને પિતૃકુલ સાથેનો સંબંધ છે. કવિનું તે પ્રસંગનું ‘માતૃગુંજન’ કાવ્ય જોઈએ :
આછાં નીરે ઊછળી રહી રે પેલી વાહિની વાધે,
આંસુભરી અલબેલડી રે આજ સાસરી સાધે;
વ્હાલાં અનેક વળામણે રે એક અંતર ફાટે,
જેઠ તપી રહ્યો જગતમાં રે એને શ્રાવણ આંખે.
દીકરી વ્યોમની વાદળી રે દેવલોકની દેવી,
જોઈ ન જોઈ વહી જતી રે વનપંખિણી જેવી;
આજ માડી તણે આંગણે રે રૂડા રાસડા લેતી,
કાલ અગોચર ભોમમાં રે ડગ ધ્રૂજતાં દેતી.
જાય અહો! વહી વેલડી રે વીલી માત વિમાસે,
સૂનું થયું જગ સામટું રે ભૂમિ ડોલતી ભાસે;
ઉનો અનિલ આ એકલો રે વહે ધ્રૂસકાં ધીરે.
હાય, હણાયેલી માતને રે ચડી અંતર ચીરે.
આ જ ઢાળનું સાસરામાં રહી રહી ભાઈને સંભારતી બહેનનું ગીત પણ આટલું જ કરુણ અને મર્મભેદક છે. ગીત લાંબાં હોવા છતાં, અને ભાવ કરુણ હોઈ દુઃસહ હોવા છતાં અંત સુધી ટકી શકે છે અને ભાવ સર્વસામાન્ય હોવા છતાં મૃદુ છે અને અગાધ પણ છે. એ કવિનું એક જરા બીજા પ્રકારનું ગીત કોયલડી વિશેનું જોઈએ :
વાગે વધાઈ વસન્તની રે
ફૂલડે ઊડે એની ફોર રે કોયલ બેની
એક કુહૂ કર આજનું રે.
વનવન વેણ વિહંગનાં રે.
ઘરઘર ગાજતાં ગાન રે, કોયલ બેની એક...
સૂનાં લાગે સહુ એ સખી રે,
પંચમ વિણ નહિ પ્રાણ રે, કોયલ બેની એક....
આજ કળી ઊઘડી રહે રે.
ઊઘડે અબોલણ ઉર રે, કોયલ બેની એક....
ગરબીમાં ઘણે ભાગે વિચાર કે વસ્તુ આગળ નથી ચાલતું તેનો વિકાસ પણ નથી થતો એમ કહેવામાં પણ કશું ખોટું નથી. ગરબીમાં એક એક કડીમાં એક જ વસ્તુના નવા નવા તરંગો આવે છે, નવા નવા ઝબકારા થાય છે. ગરબીમાં તેથી અંતને ચમત્કારક કરવો મુશ્કેલ છે. પણ એ પણ અહીં થયું છે. અંત કડી જોઈએ :
વેદઋચા તું વસંતની રે,
ધીમી સુધાકેરી ધાર રે, કોયલ બેની એક.
કોયલ વિશે આમાં ઉત્તમમાં ઉત્તમ વસ્તુ કહીને કાવ્યનો ઉપસંહાર કરેલો છે. હવે આપણે કવિ નાનાલાલ લઈએ : કવિ નાનાલાલના અપદ્યાગદ્ય વિશે અનેક વિરોધી વિચારો આપણે સાંભળીએ છીએ. પણ તેના વિરોધીઓએ પણ તેમની ગરબીઓની મધુરતા સ્વીકારી છે. નાનાલાલની ગરબીઓને લીધે તેમના જીવનકાળનો અમુક લાંબો સમય તો રાસયુગ કહેવાયો. જનતામાં સ્ત્રીઓની ગરબીઓ મિશ્ર સમાજ આગળ આદર મેળવતી ગઈ તેમ ગરબીઓ લોકપ્રિય થતી ગઈ અને અનેક કવિઓને રાસો લખવાનો ઉમંગ વધતો ગયો. ગાનારીઓને નિત્ય નવા રાસનો મોહ હતો અને તેથી રાસલેખકોને નવા નવા રાસો આપવાને ઉત્તેજન મળ્યું. આ રાસોમાં જૂના ઢાળોમાં ક્યાંક ફેરફારો કરવાની નવીનતા ઠેઠ નરસિંહરાવથી દેખાય છે. એમનામાં એ બહુ સંયત અને મર્યાદિત હતી, એમના સંસ્કૃત છંદોની નવીનતા પેઠે; એ પ્રક્રિયા નાનાલાલમાં ચોક્કસ સ્વરૂપે દેખાય છે. નાનાલાલના વિલાસની શોભા કાવ્યમાં કુમારિકાના લગ્નકોડ ઉપર એક લાંબી પંક્તિનું સ્ત્રીગીત છે. એનો મૂળ ઢાળ સીતાજીની કાંચળીનો છે. હું મૂળની થોડી પંક્તિઓ પ્રથમ ઉતારું છું.
પંચવટીમાં સરોવર પાસે રમતાં સીતા શ્રીરામ રે,
કનકતણો કુરંગ રાવણનો આવ્યો તેણે ઠામ;
હો રમતાં રઢ લાગી રાણીને રે,
સોનાનાં શૃંગ ને ત્વચા કનકની નાભી કસ્તુરી મહેકે રે,
ડમરો ચરતાં દીઠો જાનકીએ નાચે નૌતમ લહેકે;
રમતાં રઢ લાગી રાણીને રે.
હવે, તેની સાથે નાનાલાલની પંક્તિઓ સરખાવીએ :
જોઈ હસે મુજ આંખ, ઠરે મુજ આત્મન્,
પ્રેમની ભરતી ચડે.
દાખવ દેવી, ઓ ભાખ સખી, મુજ વલ્લભ
એ કોણ? ક્યાંહી જડે!
નેત્ર સુધા વરસે વિરલી ઉરમાં ઊછળે
રસઓઘ, અને
પુણ્યપરાર્થી ઉદાર બહાદુર – એ વર
બાઈ, બતાવ મને.
તફાવત તરત દેખાઈ આવશે. એની પિંગળચર્ચામાં હું અહીં ઊતરતો નથી. પણ આ એક વલણ નોંધવા જેવું છે. નાનાલાલમાં સુંદર ગરબીઢાળ પારખવાની શક્તિ હતી, અને એમને કોઈ સુંદર સાંભળેલા ઢાળની કોઈ કોઈ વાર એવી રઢ લાગતી કે એવા ઢાળનું ગીત લખ્યે જ તેમનો છૂટકો થતો. એમના ઘણાખરા ઢાળો તો અત્યારે પ્રસિદ્ધ છે, હજી ગવાય છે. જોકે વધારે ગવાવા જોઈએ. પણ કેટલાક સુંદર પણ ઓછા ગવાતા ઢાળો તરફ હું ખાસ ધ્યાન દઈશ. પ્રથમ એક લગ્નગીત લઉં છું.
આંગણ કુંકુમે રે લીંપાવો
મોંઘાં મોંઘાં ફૂલડાં વેરાવો
સોહાગ સાથિયા રે પુરાવો
અબિલની કાંગરી કોરાવો.
‘સૂરજ ઊગ્યો રે કેવડિયાની ફણશે રે’ને મળતો ઢાળ છે, જરાક જ ફેરવાળો. એ પંક્તિ લઈને પણ એમણે એક લગ્નગીત લખેલું છે : એક બીજો રાસ લઈએ : પહેલી કડી જરા ખરબચડી છે તે છોડી દઈ બીજી કડીથી લઈએ.
રૂપની કલા કરી રે કે ચતુરા ક્યાં ચાલ્યાં? સાહેલડી!
છબિલી! આ છોગલાં રે કે મોહનાં શે ઘાલ્યાં? સાહેલડી!
હજી તો વસન્તની રે કે લ્હેર હેલી આવે, સાહેલડી!
ઉરને ઉમળકે રે વિશ્વ જો વધાવે, સાહેલડી!
નાનાલાલે જે પ્રાચીન ઢાળ ઉપરથી આ ગીત લખ્યું છે તે જોઈએ :
સોના વાટકડી રે કેશર ઘોળ્યાં વાલમજી,
નાનો દિયરિયો રે કે રંગમાં રોળ્યાં વાલમજી.
આ જ અર્થનો જરા ઢાળફેર જોઈએ :
વાટકીમાં કેશર ઘોળ્યાં વાલમિયા,
ઊગ્યો રંગનો છોડ રંગમાં રોળ્યાં વાલમિયા.
કવિ નાનાલાલે એક જગ્યાએ પોતાના રાસો વિશે કહ્યું છે : “લોકોને મારા રાસ ગમ્યા. સુંદરીઓએ સારા કહ્યા. રાસ-રસિયણોએ મનમાન્યા ઝીલ્યા, પણ સુંદર મનોહારી જૂના રાસનો ઉમંગઊછળતો ઉપાડ ત્યાં નથી.” કવિ નાનાલાલના રાસો મનને ભરી દે એવા છે એ ખરું. પણ હમણાં ગાયેલ લોકગીતની પંક્તિઓ સાથે સરખાવતાં ઉમંગઊછળતો ઉપાડ એટલે શું તે સમજાશે. એ ઉપાડના સર્જનમાં ત્રણ વસ્તુઓ એકસાથે કામ કરે છે. તેમાં વિષયનો ઉલ્લાસ હોય છે, કલ્પનાનો ઉત્તુંગ તરંગ હોય છે, તે સાથે સંગીત પણ ત્યાં હેલે ચડે છે. લોકગીતોમાં પણ તે સર્વત્ર નથી હોતો. છતાં એ જ્યાં હોય છે ત્યાં અનનુકરણીય હોય છે. કંઈક એ મધ્યકાલના માનસનું પરિણામ છે. પણ આપણી સિદ્ધિઓ પણ કંઈ ઓછા મૂલ્યની નથી. નાનાલાલનું એક જરા અટપટા સંગીતવાળું ગીત લઈએ :
નયન નયને રે, નયન નયને પધારો રાજબાલ
ઘેલાં નયણાં તલપે ત્યાં ઘડીક આવજો રે લોલ;
ભવન ભવને રે ભવન ભવને તમારાં રાજબાલ
ઊંડા આદેશ કિરણોમાં કહાવજો રે લોલ.
મધુર મધુર મુખડે હસે વિરલ તેજનાં હાસ,
હેરી હેરી હરખશું અપ ઊઘડ્યા એ વિલાસ.
મ્હોરી વસંતની વાડીઓ! હો જગલક્ષ્મી,
કરે કોયલડી ટહુકાર હો આવજો જગલક્ષ્મી.
ધીમાં ધીમાં રે ધીમાં ધીમાં પધારો રાજબાલ
ઘેલાં નયણાં તલપે ત્યાં ઘડીક આવજો રે લોલ.
એક એવું જ અટપટા સંગીતવાળું બીજું ગીત લઈએ :
કરે ગગનના ગોખમાં ચાંદલિયો ચમકાર,
ઉરને સરવર પોયણાં ઊઘડે અપરંપાર
સખિ એક એકાકી ચાંદલો ઊગિયો,
સખિ એ તો શોભે છે આભલાને ગોખ
મારા માથાને મુગટે આવે નહીં રે;
ચંદ્રમાજી રે ઊગ્યો સખી આજ મારા ચોકમાં
આશા-નિરાશાનો ચન્દ્રમાજી રે.
મેં આગળ કહ્યું કે સામાન્ય રીતે ગરબી ગરબા રાસમાં વસ્તુના વિકાસ કે વિચારની પ્રગતિ હોતી નથી પણ કોઈ કોઈ વાર તેમાં એક જ વસ્તુ જુદાં જુદાં પાસાંથી કહી શકાય છે. તેનું દૃષ્ટાંત ‘ફૂલડાં કટોરી’ કહી શકાય. એ ગીત પ્રસિદ્ધ છે અને નરસિંહરાવે તેનું વિવરણ લખી એને વધારે સારું પ્રસિદ્ધ કર્યું છે. ચંદ્રીએ અમૃત મોકલ્યાં છે તે ઝીલવા નાયિકા જગમાલણીને ફૂલડાંકટોરી ગૂંથી લાવવા કહે છે, કારણ કે એ દિવ્ય અમૃત માનવની અંજલિથી ઝીલી શકાતું નથી; કેમ કે માનવીની અંજલિમાં છૂંદણાંના ડાઘ છે, માણસ પોતાની ક્ષતિઓવાળા પાત્રથી એ ઝીલી શકે નહિ, કદાચ એ ડાઘ એ અમૃતને લાગે. સૌંદર્ય પામવા સ્વયં સૌંદર્ય બનવું પડે અને ન ઝીલું તે બધું અમૃત અવસ્થા વહી જાય છે. એને ન ઝીલીએ તે મનુષ્યઅવતાર વૃથા જાય છે. વળી માનવપાત્ર તેને ઝીલવા જાય તો તે ઝીલવા સમર્થ નથી, એના હાથમાં કાણાં છે, છિદ્ર છે અને ત્યાંથી દશધાર એ સરી પડે છે. દશ કેમ થાય, એમ આપણે નરસિંહરાવની પેઠે ન પૂછીએ. દશધાર એટલે અનેકધાર વહી જાય છે. માટે જગતરૂપી માલણને કહે છે એ અમૃત ઝીલવા ફૂલ જેવું પાત્ર આપ, જેથી આ અમૃત ઝીલી શકાય. સૌંદર્ય ઝીલવા પાત્ર પણ સુંદર જ જોઈએ એમ જુદી જુદી કડીઓમાં મુખ્ય વાંછનાનાં ભિન્ન ભિન્ન પાસાં આપી કેન્દ્રભૂત વાંછના વ્યક્ત થાય છે. એમ ક્વચિત્ બની શકે છે. ક્વચિત્ નાનાલાલ એક કે બે જ કડીમાં ગંભીર વક્તવ્ય સુંદર રીતે રજૂ કરે છે : એમનું દુઃખ-સુખનું સંગીત જોઈએ :
દુઃખસુખ આવે રે તે સહેજો!
માજીના ચરણકમળમાં રહેજો!
દુઃખસુખ આવે રે તે સહેજો!
સુખડાંની શોભા રે સુલભ છે :
દુઃખડાંના હેતુ રે ગહન છે :
માજીના ગહનસુલભ આદેશ
દુઃખસુખ આવે રે તે સહેજો!
મા તુજ પ્રેમળ રે રચના છે :
મા તુજ સદર્થ રે ઘટના છે :
મા તુજ સદર્થ પ્રેમળ નિવેશ
દુઃખસુખ આવે રે તે રહેશું!
મા તુજ ચરણકમળમાં રહેશું!
દુઃખસુખ આવે તે મા! સ્હેશું!
કવિની ઈશ્વર ઉપરની અને જગતની યોજના ઉપરની ઊંડી શ્રદ્ધા અહીં વ્યક્ત થાય છે. દુઃખમાં પણ કોઈ અર્થ, કોઈ શુભ પ્રયોજન રહેલું છે એ ભાવ છે. છતાં કવિની બીજી ગરબીઓ જેવી આની બાની પ્રવાહી નથી, શબ્દો જાણે ગરબીને માટે ભારે પડે છે. એમનાં પશ્ચિમ વયનાં કેટલાંક ગીતોમાં મને આ વલણ વિશેષ જણાયું છે, જોકે મધુર ગીતોનો પ્રવાહ કદી સ્ખલિત તો થયો જ નથી. કોઈ વાર કવિ નાનાલાલ મિશ્ર રચનાવાળું લાંબું કાવ્ય પણ રાસમાં મૂકે છે. જેનું દૃષ્ટાંત વસંત ગીત છે. તેના ઢાળોમાં અનેક ગરબીના ઢાળો સાથે સંસ્કૃત વૃત્તો પણ આવે છે. આ મિશ્રણ અસુંદર છે એમ કહેવાનો ઉદ્દેશ નથી, પણ પછી આવાં મિશ્રણો ગરબી કહેવાય? આ મિશ્ર રચના તો અંગ્રેજીમાં ode (ઓડ) કહે તેવી રચના જણાય છે. અને એ કોઈ રીતે ગરબીની પેઠે રજૂ કરી શકાય તેવી નથી. ઢાળ તેમ જ અર્થની દૃષ્ટિએ પણ મિશ્ર રચનાઓ ન જ થઈ શકે એમ કહેવાનો આશય નથી. સ્ત્રીઓના ગરબામાં ઘણી વાર અમુક પંક્તિઓ ગાતાં ઊભાં રહી ગાવાનું આવે છે, તેમ કેટલીક મિશ્ર રચનાઓમાં ઊભાં રહી ગાવાનું થોડું ગીત આવી શકે. છતાં આથી ગરબીની ગતિ એકદમ શિથિલ અને અરસિક થવાનો સંભવ છે તે ધ્યાનમાં રાખવું જોઈએ. ગરબીની વિશેષતા એ છે કે સાંભળતાંવેંત સમજાવી જોઈએ. અને સમજાતાવેંત તેની ઊર્મિ આવવી જોઈએ. વચમાં મનન માટે કાળ ગાળવો પડે એ એની પ્રકૃતિની વિરુદ્ધ છે. કવિ નાનાલાલનાં સ્ત્રીગીતોમાં કયું લેવું, કયું ન લેવું એ નિર્ણય કરવો મુશ્કેલ છે, પણ એમનાં ગીતો પ્રસિદ્ધ છે, ઘણા જાણે છે, એટલે આટલાથી સંતોષ માનતાં કવિને અન્યાય થવાનો સંભવ નથી. નાનાલાલ પછી સ્વાભાવિક રીતે કવિ ખબરદાર આવે. ખબરદારે ઘણી ગરબીઓ લખી છે. ઘણી પ્રસિદ્ધ છે, તોપણ તેમનાં બીજાં કાવ્યોની પેઠે એમાં ઉછીનું તેજ ઘણું છે, અને એમનું સારામાં સારું કાવ્ય ક્યાંક ઓચિંતું કથળી પડે છે. એમની એક સુંદર ગરબી જોઈએ. ચંદાને પનિહારી કલ્પીને ગરબી લખી છે.
કે પાણીડાં ગઈતી અમી સરોવર રે,
કે બેડલું રેલાતું ચોધાર,
છલોછલ છલકે મારું બેડલું રે.
કે ઢળી ઢળી જતાં અમી એ વાટમાં રે,
કે હસતો છૂપતો સૂર્યકુમાર,
છલછલ છલકે મારું બેડલું રે..
ખબરદાર કાવ્યોમાં ઘણી વાર એક ભક્ત તરીકેની પોતાની આરજૂ વ્યક્ત કરે છે. આપણે એક કડી જોઈએ :
દીધી આશા લાંબી, જીવન દીધું ટૂંકડું,
હૈયે સ્નેહ ભર્યો તો આંખ ટપકતાં ઝેર;
દીધી આંખ અમોને, પોતે રહ્યો અદૃશ્ય તું,
તું હું એક હતા તે વિખરાયા શી પેર;–
સુરજન પ્રભુજીને છાનું જઈ પૂછજો એટલું!
ખબરદારે ગુજરાતની પ્રાચીન ભક્તપરંપરાના જ સિદ્ધાંતો, ભાવ અને પ્રતીકો લીધા છે. ખબરદાર પછી સદ્ગત કવિઓમાં મેઘાણી આવે છે જેમના અતિ પ્રવૃત્તિમય જીવનનો અંત બહુ નાની વયમાં આવ્યો. એમની સાહિત્યની અદ્વિતીય સેવા તે એમણે કરેલું લોકસાહિત્યનું સંશોધન. એ લોકસાહિત્યની પ્રેરણાથી એમણે સુંદર કાવ્યો લખ્યાં છે. નવા ભાવવાળું અને નવાં પ્રતીકોવાળું છતાં જૂના ઢાળમાં શોભતું એવું એમનું એક ગીત લઈએ :
કસુંબલ રંગ
લાગ્યો કસુંબલ રંગ
રાજ, મને લાગ્યો કસુંબલ રંગ,
જનનીના હૈયામાં પોઢંતાં પોઢંતાં
પીધો કસુંબીનો રંગ,
ધોળાં ધાવણ કેરી ધારાએ ધારાએ
પામ્યો કસુંબીનો રંગ. રાજ.
નવલી દુનિયાકેરાં સ્વપ્નોમાં કવિઓએ
ગાયો કસુંબીનો રંગ,
મુક્તિને ક્યારે નિજ રક્તો રેડણહારે
પાયો કસુંબીનો રંગ. રાજ.
એમ કવિએ જીવનમાં અનેક જગાએ કસુંબી રંગ દીઠો છે અને તેણે પોતે પણ પ્રસંગે પ્રસંગે ગુજરાતને એ રંગ પાયો છે—ચડાવ્યો પણ છે.
૩૦-૮-’૫૪