સાહિત્ય પલ્લવ – ભાગ ૧/ભજન ભરોંસે: Difference between revisions
Jump to navigation
Jump to search
(+1) |
No edit summary |
||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|૧. ભજન ભરોંસે}} | {{Heading|૧. ભજન ભરોંસે|મીરાંબાઈ}} | ||
{{Block center|<poem>ભજન ભરોંસે અવિનાશી, | {{Block center|<poem>ભજન ભરોંસે અવિનાશી, | ||
Latest revision as of 02:53, 27 March 2026
૧. ભજન ભરોંસે
મીરાંબાઈ
ભજન ભરોંસે અવિનાશી,
મેં તો ભજન ભરોંસે અવિનાશી.
જપતપ તીરથ કાંઈયે ન જાણું,
ફરત મેં ઉદાસી રે.મેં તો૰
મંત્ર ને જંત્ર કાંઈયે ન જાણું, ૫
વેદ પઢ્યો ન ગઈ કાશી રે.મેં તો૰
મીરાં કે પ્રભુ ગિરધર નાગર,
ચરણકમળ કી દાસી રે.મેં તો૰