સાહિત્ય પલ્લવ – ભાગ ૨/કપોતની કહે છે રે: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(+1)
 
No edit summary
 
Line 14: Line 14:

જીવ જાયે ઘટેઘટ ગોવિંદ, પલકે અંક પ્રમાણ;  
જીવ જાયે ઘટેઘટ ગોવિંદ, પલકે અંક પ્રમાણ;  
ડગમગતા તમે દિલથી રે ટાળો, સંભારો સારંગપાણ : {{Gap}}
ડગમગતા તમે દિલથી રે ટાળો, સંભારો સારંગપાણ :  
ચિંતા ના રાખો રે, દિલથી ના ડરો ડરો. {{right|કપોતની૰}}
ચિંતા ના રાખો રે, દિલથી ના ડરો ડરો. {{right|કપોતની૰}}

Line 22: Line 22:

તન તરુવર પ્રાણ પંખીડો, નિવૃત્તિ કપોતની નાર;
તન તરુવર પ્રાણ પંખીડો, નિવૃત્તિ કપોતની નાર;
અહંકાર અહિ અને જરા પારધી, ક્રોધ સીંચાણો નિરધાર :  
અહંકાર અહિ અને જરા પારધી, ક્રોધ સીંચાણો નિરધાર : {{Gap}}
ધીર મુકુંદ મધુસૂદન રે, પલક ન રાખો પરો. {{right|કપોતની૰}}</poem>}}
ધીર મુકુંદ મધુસૂદન રે, પલક ન રાખો પરો. {{right|કપોતની૰}}</poem>}}

Latest revision as of 02:12, 1 April 2026

૨. કપોતની કહે છે રે

ધીરો

કપોતની કહે છે રે, કંથ મારું કહ્યું કરો;
સીંચાણાનો ભય છે રે, પારધીએ બાણ ભર્યો.

અહીંથી ઊંડી અળગા રહીએ, આ દેશ તજી ઉપદેશ;
મર્મવચન, પિયુ, મારું રે માનો, અસત્ય નહિ લવલેશ :
પ્રમાદ, પ્રભુ, મૂકો રે, રાંક વેણ હ્રદે ધરો. કપોતની૰

કપોત કંથ કહે : કાયર કામની, હોનાર પદારથ હશે;
શત્રુનું સાલ સહેજમાં ટળશે, કરતાનું કહ્યું થશે :
હૃદયે હરિ રાખો રે, કૃષ્ણ કૃષ્ણ ઉચ્ચરો. કપોતની૰

જીવ જાયે ઘટેઘટ ગોવિંદ, પલકે અંક પ્રમાણ;
ડગમગતા તમે દિલથી રે ટાળો, સંભારો સારંગપાણ :
ચિંતા ના રાખો રે, દિલથી ના ડરો ડરો. કપોતની૰

અહિ ડશ્યો પારધીને પાયે, તૂટ્યો બાણ તે વાર,
ઊડ્યું શિર સીંચાણા કેરું, એવા કૃષ્ણ કૃપાળુ કરતાર :
ભાવે ગુણ ભાખો રે, ભવજળ તરો તરો. કપોતની૰

તન તરુવર પ્રાણ પંખીડો, નિવૃત્તિ કપોતની નાર;
અહંકાર અહિ અને જરા પારધી, ક્રોધ સીંચાણો નિરધાર :
ધીર મુકુંદ મધુસૂદન રે, પલક ન રાખો પરો. કપોતની૰

સ્વાધ્યાય

૧. બંને પ્રસંગો તમારી ભાષામાં વર્ણવો.
૨. ‘કપોતની કહે છે રે’માંનું રૂપક સમજાવો.