સાહિત્યિક સંરસન — ૪/પેલે પાર: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
Line 2: Line 2:
{{Heading|12. પેલે પાર | ચેતન શુક્લ  }}
{{Heading|12. પેલે પાર | ચેતન શુક્લ  }}
{{Poem2Open}}
{{Poem2Open}}
[[File:Chetan Shukla 1.jpg|right|175px]]
આખુંય ચોમાસું નદીમાં વહીને દરિયે પહોંચી ગયું છે એટલે હવે નદીનો પટ સંકોચાયેલો છે. શિયાળાના માંદલા તડકાથી શેકાઈ ગયેલી કિનારાની રેતીને બાથમાં ભીડીને આવતા ઠંડા પવનો નદીના પાણીને સ્પર્શીને વધુ ટાઢા બનીને વહે છે. મને હવે આવા ટાઢા પવનની કોઈ તમા નથી. નદીના પહોળા રેતાળ પટના વળાંકે હજુય આખો સૂરજ દૃશ્યમાન થાય છે અને એનાં કિરણો વડે આખી નદી અત્યારે તાંબાવર્ણી લાગી રહી છે.

હું જે જગ્યાએ બેઠો છું એ નદીનો કિનારો હોવા છતાં કિનારો કહી શકાય એમ નથી, કારણ કે આ જગ્યા નદીની સપાટીથી બે-ત્રણ માથોડાં ઊંચે આવેલી છે. નદીનાં ખળખળ વહેતાં પાણી તરફ જવા માટે આ ભેખડ કહી શકાય એવી ઊંચી જગ્યાએથી એક કેડી જેવો રસ્તો પણ છે. કેડી અને નદી બંને અત્યારે વેરાન લાગે છે.  