36,217
edits
(+1) |
No edit summary |
||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|૪. જલપરી|બચુભાઈ રાવત}} | {{Heading|૪. જલપરી|બચુભાઈ રાવત}} | ||
[[File:Sahitya Pallav - 3 Image 3.jpg|300px|center]] | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
રાત વીતી જઈને પ્રભાતની આંખ ઊઘડી છે, અને એ ઉઘાડના પ્રતીક સમી કમલિની સૂર્યના કિરણસ્પર્શ ખીલી ઊઠી છે. અરે, જલપરીનું એ સખીમંડળ પ્રભાતના ઉલ્લાસમાં ત્યાં ગોળાકારે મળી રાસ રમે છે કે શું? સમગ્ર ચિત્રવિસ્તાર પર ગોળ ગોળ કમળપત્ર પથરાયાં છે અને એ બધાં પર મોતીના દાણા જેવાં ગોળ ગોળ જલબિન્દુ વેરાયાં છે. ગોળાકારનું આ કાવ્ય ઝડપીને કલાકારે તેને લંબચોરસ ફોટોમાં કેમ પૂર્યું હશે? ચિત્રની વિસ્તારરેખાઓ પણ બધી, વર્તુલમાં ત્રિજ્યાઓ ફૂટે તેમ, ચક્રલક્ષી જ ફૂટે છે. – સૂર્યમાંથી કિરણો ફૂટતાં હોય તેમ. પણ એનું કેન્દ્રસ્થાન ચિત્રના વચગાળે ન રાખતાં મથાળે છેક ચોથા ભાગે રાખવામાં કલાકારે સંયોજનનું કૌશલ દાખવ્યું છે. નહિ તો જડ કૃત્રિમતા જ આવી જાત. કમલપત્ર પથરાઈ પથરાઈને તમારા ખોળામાં આવી પડતાં હોવા છતાં એ તમારું ખાસ ધ્યાન નથી ખેંચતાં. તમારું લક્ષ તો પેલું જલપરીનું જૂથ જ ખેંચે છે. | રાત વીતી જઈને પ્રભાતની આંખ ઊઘડી છે, અને એ ઉઘાડના પ્રતીક સમી કમલિની સૂર્યના કિરણસ્પર્શ ખીલી ઊઠી છે. અરે, જલપરીનું એ સખીમંડળ પ્રભાતના ઉલ્લાસમાં ત્યાં ગોળાકારે મળી રાસ રમે છે કે શું? સમગ્ર ચિત્રવિસ્તાર પર ગોળ ગોળ કમળપત્ર પથરાયાં છે અને એ બધાં પર મોતીના દાણા જેવાં ગોળ ગોળ જલબિન્દુ વેરાયાં છે. ગોળાકારનું આ કાવ્ય ઝડપીને કલાકારે તેને લંબચોરસ ફોટોમાં કેમ પૂર્યું હશે? ચિત્રની વિસ્તારરેખાઓ પણ બધી, વર્તુલમાં ત્રિજ્યાઓ ફૂટે તેમ, ચક્રલક્ષી જ ફૂટે છે. – સૂર્યમાંથી કિરણો ફૂટતાં હોય તેમ. પણ એનું કેન્દ્રસ્થાન ચિત્રના વચગાળે ન રાખતાં મથાળે છેક ચોથા ભાગે રાખવામાં કલાકારે સંયોજનનું કૌશલ દાખવ્યું છે. નહિ તો જડ કૃત્રિમતા જ આવી જાત. કમલપત્ર પથરાઈ પથરાઈને તમારા ખોળામાં આવી પડતાં હોવા છતાં એ તમારું ખાસ ધ્યાન નથી ખેંચતાં. તમારું લક્ષ તો પેલું જલપરીનું જૂથ જ ખેંચે છે. | ||