ગુજરાતી નારીસંપદા : કવિતા/ચુંદડીનો રંગ: Difference between revisions
(+1) |
No edit summary |
||
| (One intermediate revision by the same user not shown) | |||
| Line 6: | Line 6: | ||
તારાં તપતાં કિરણ ના ખમાય, રવિરાજ | તારાં તપતાં કિરણ ના ખમાય, રવિરાજ | ||
{{gap|4em}}મારી ચૂંદડીનો રંગ ઉડી જાય રે. | {{gap|4em}}મારી ચૂંદડીનો રંગ ઉડી જાય રે. | ||
હે... કુમકુમ જો ચાંદલાનું રેલાયે ભાલથી | હે... કુમકુમ જો ચાંદલાનું રેલાયે ભાલથી | ||
{{gap}}કાજળ કાળાશ છાઈ વરણાગી વાનની | {{gap}}કાજળ કાળાશ છાઈ વરણાગી વાનની | ||
મારી રંગભરી પાનીઓ દઝાય, રવિરાજ | {{gap}}મારી રંગભરી પાનીઓ દઝાય, રવિરાજ | ||
{{gap|4em}}મારી ચૂંદડીનો રંગ ઉડી જાય રે. | {{gap|4em}}મારી ચૂંદડીનો રંગ ઉડી જાય રે. | ||
હે... શ્વેતલ મુજ અંગ પરે, પ્રસ્વેદ બિન્દુ ઝરે | હે... શ્વેતલ મુજ અંગ પરે, પ્રસ્વેદ બિન્દુ ઝરે | ||
{{gap}}રૂડા રંગે ઝાંખપ નવ લાવ, રવિરાજ | {{gap}}રૂડા રંગે ઝાંખપ નવ લાવ, રવિરાજ | ||
{{gap|4em}}મારી ચૂંદડીનો રંગ ઉડી જાય રે. | {{gap|4em}}મારી ચૂંદડીનો રંગ ઉડી જાય રે. | ||
હે...કલ્પનાની ક્યારી મારી, કિરણે સુકાય ભારી, | હે...કલ્પનાની ક્યારી મારી, કિરણે સુકાય ભારી, | ||
{{gap}}શીળી ચંદાની રીત અપનાવ, રવિરાજ, | {{gap}}શીળી ચંદાની રીત અપનાવ, રવિરાજ, | ||
Latest revision as of 02:58, 21 April 2026
ચૂંદડીનો રંગ
સુરેશા મજમુદાર
⯐
મારી ચૂંદડીનો રંગ ઉડી જાય, રવિરાજ
મારી ચૂંદડીનો રંગ ઉડી જાય રે.
તારાં તપતાં કિરણ ના ખમાય, રવિરાજ
મારી ચૂંદડીનો રંગ ઉડી જાય રે.
હે... કુમકુમ જો ચાંદલાનું રેલાયે ભાલથી
કાજળ કાળાશ છાઈ વરણાગી વાનની
મારી રંગભરી પાનીઓ દઝાય, રવિરાજ
મારી ચૂંદડીનો રંગ ઉડી જાય રે.
હે... શ્વેતલ મુજ અંગ પરે, પ્રસ્વેદ બિન્દુ ઝરે
રૂડા રંગે ઝાંખપ નવ લાવ, રવિરાજ
મારી ચૂંદડીનો રંગ ઉડી જાય રે.
હે...કલ્પનાની ક્યારી મારી, કિરણે સુકાય ભારી,
શીળી ચંદાની રીત અપનાવ, રવિરાજ,
મારી ચૂંદડીનો રંગ ઉડી જાય રે.
***