નારીસંપદાઃ વિવેચન/અંધારિયો ખંડ: Difference between revisions

no edit summary
(+૧)
 
No edit summary
 
Line 5: Line 5:
એક વ્યાખ્યાનના સંદર્ભે નારીકેન્દ્રી વાર્તાઓ અને વૈશ્વિકીકરણ વિષય પર સાંપ્રત ગુજરાતી ટૂંકી વાર્તાઓનો અભ્યાસ કરતી હતી ત્યારે તેની વિસ્તરતી જતી ક્ષિતિજના આનંદ વચ્ચે પણ આ ‘પણ...' તો સાંપડયો. બદલાવ ચોક્કસ આવ્યો છે પણ પ્રશ્નોનાં રૂપ બદલાયાં છે; છતાંય નારીચેતનાને પ્રગટાવતી વાર્તાઓ સાથે હજીય ક્યાંક એવા અંધારિયા ખૂણાનાં દૃશ્યો—ચિત્રણો પણ સાંપડ્યાં કે જે આજે પણ અંધારિયા ખંડ રૂપે જ રહ્યાં, વણઉકલ્યાં! ઊજાસના એક કિરણ માટેનાં વલખાં આજે પણ છે. આ ખંડના દરવાજાની સાંકળો એટલી મજબૂત છે લાખ પ્રયાસે હજી ખૂલી શકતી નથી - ક્યારેક પરંપરાના નામની, ક્યારેક ઘરની આબરૂના નામની, ક્યારેક રિવાજના નામની તો ક્યારેક લજ્જાના નામની-જાતજાતની લોખંડી સાંકળો... ઘસાયેલા હાથના કાંડા કપાઈ જાય છે પણ ખંડ ખૂલી શકતો નથી... પરિવર્તિત વાસ્તવના એક ચહેરાની સામે વાસ્તવનો બીજો એક ચહેરો આ પણ મળે છે.

એક તરફ ૨૬મી જાન્યુઆરીએ દિલ્હીના રાજમાર્ગ પર પહેલીવાર પુરુષો સાથે કદમ મિલાવી, તાલથી તાલ મિલાવી માર્ચ કરતી, આગેવાની કરતી સ્ત્રીઓને જોઈને ગૌરવ અનુભવાય ત્યાં જ નિર્ભયાકાંડના વિપક્ષી વકીલ શ્રી(?) એલ.પી.શર્માના શરમજનક બયાનને સાંભળીને ‘અંધારિયા ખંડ'ની વાસ્તવિકતા વધુ ઉજાગર થતી જોઈ શકાય છે. તેઓ કહે છે કે અડધી રાતે જાહેર રસ્તા પર જો સ્ત્રી પર બળાત્કાર થાય તો તેમાં કરનાર કરતાં સ્ત્રીનો જ વાંક વધુ છે, અડધી રાત્રે રસ્તા પર પડેલી મીઠાઈને જોઈને જાનવર ખાવા આવવાનો' આ મતલબનું તેમનું બયાન બેહદ નિર્લજ્જ છે. આજે પણ આવા કેટલાંક વર્ગના પુરુષો માટે સ્ત્રી એક 'મીઠાઈ' જ છે! રાતના અંધકારમાં આવી માનસિકતા લઈને રસ્તે ફરનાર જાનવર તો છે જ પણ આ કહેનારને પણ આપણે કઈ કોટિમાં મૂકીશું? આવી હિન વિચારસરણી જોઈને વાસ્તવિકતાનું ભાન થાય છે કે આજે પણ બળાત્કાર થવા પાછળ પુરુષની અધમ માનસકિતા નહીં પણ સ્ત્રીના વસ્ત્ર-પરિધાનને અને પ્રકૃતિદત્ત દેહરચનાને કારણભૂત માનવામાં આવે છે! 'INDIA'S DAUGHTER'નું બિરુદ પામેલી નિર્ભયાનાં મા-બાપ આ કેસના ઉલ્લેખમાત્રથી ક્ષણે ક્ષણે દીકરી પર વીતેલ જઘન્ય અપરાધ અને તેની અસહ્ય પીડામાંથી કેટલી વાર પસાર થતાં હશે, કેટલી વાર મરતાં હશે એનો અહેસાસ છે કોઈને? કદાચ એનો અંદાજો સંવેદનશીલ કે અસંવેદનશીલ માણસની ધારણાથી પણ બહાર હશે! સંસદમાં એક હંગામો થઈ જાય, જાહેરમાં દીમાપુરની ઘટનાના આઘાત-પ્રત્યાધાત રૂપે અવાજો આવી ચૂપ થઈ જાય ત્યારે થાય કે આ હંગામો, આ ઘમાસાણ સમાજની માનસિકતામાં કેમ નથી થતો? શું સ્ત્રીને માર્ગ પર ફરવાનો કોઈ અધિકાર નથી? સ્ત્રી બહાર નીકળી છે પણ શું તેને બરાબરીનો દરજ્જો દરેક ક્ષેત્રમાં મળ્યો છે ખરો? ઈ.સ. ૧૯૭૮માં કિરણ શાહી જેવી સ્ત્રી બિહારમાં પ્રથમ મહિલા પ્રિન્ટિંગ પ્રેસ ખોલે છે. મધુ સિંહના સહયોગથી હિન્દીમાં માસિક મહિલા અખબાર પ્રકાશિત થાય છે પણ ૧૯૭૮ પછી ગુજરાતમાં કેટલાં એવાં પબ્લિકેશન હાઉસ છે જેને માત્ર સ્ત્રી ચલાવે છે!

સાંપ્રત સમયની કોઈપણ ભાષામાં આવા અનેક અંધારિયા ખૂણાઓનું પ્રતિબિંબ ઝિલાયું છે. મારી ગુજરાતી વાર્તાઓ પણ એમાં બાકાત નથી. વધુ મહત્ત્વનો શબ્દ અહીં 'સાંપ્રત' છે, ચિત્રણ છે સાંપ્રત સમયના વાસ્તવનું. અધિકાર-હક અને સમાનતાનો ઉજાસ હજીય ખૂણે ખૂણે પ્રસર્યો નથી. નિત્શેએ ક્યાંક લખ્યું છે : “એક વાર જરથુસ્ત એક વૃદ્ધાને પૂછે છેઃ બતાવ, સ્ત્રીના વિષયમાં સત્ય શું છે? એ કહે છે : ઘણાં સત્યો એવાં છે જેના વિશે ચૂપ રહેવું જ બહેતર છે, હા, જો તું સ્ત્રી પાસે જઈ રહ્યો હોત તો ચાબુક સાથે લઈ જવાનું ન ભૂલતો.''(!!!)
સાંપ્રત સમયની કોઈપણ ભાષામાં આવા અનેક અંધારિયા ખૂણાઓનું પ્રતિબિંબ ઝિલાયું છે. મારી ગુજરાતી વાર્તાઓ પણ એમાં બાકાત નથી. વધુ મહત્ત્વનો શબ્દ અહીં 'સાંપ્રત' છે, ચિત્રણ છે સાંપ્રત સમયના વાસ્તવનું. અધિકાર-હક અને સમાનતાનો ઉજાસ હજીય ખૂણે ખૂણે પ્રસર્યો નથી. નિત્શેએ ક્યાંક લખ્યું છે : “એક વાર જરથુસ્ત એક વૃદ્ધાને પૂછે છેઃ બતાવ, સ્ત્રીના વિષયમાં સત્ય શું છે? એ કહે છે : ઘણાં સત્યો એવાં છે જેના વિશે ચૂપ રહેવું જ બહેતર છે, હા, જો તું સ્ત્રી પાસે જઈ રહ્યો હોત તો ચાબુક સાથે લઈ જવાનું ન ભૂલતો.(!!!)
હિમાંશી શેલત વડે આલેખાયેલ ‘ગર્ભગાથા'ની વાર્તાઓ માટે ફરીથી નિત્શેને યાદ કરવા ઘટે. તે લખે છે : “સ્ત્રીની દરેક બાબત એક કોયડો અને રહસ્ય છે. સ્ત્રીની દરેક બાબતનો ઇલાજ એક જ છે – ગર્ભ !” એક તરફ મેડિકલ ક્ષેત્રે કુટુંબનિયમનનાં સાધનો રૂપે થયેલ ક્રાંતિ સ્ત્રીદેહને વારંવારની પ્રસૂતિની પીડાથી નિચોવાઈ જતી રોકે છે પણ બીજી તરફ આ સહુલિયત એના પર થતા અમાનુષી બળાત્કારને ઉત્તેજે છે. એક ચર્ચા મુજબ મેડિકલ ક્ષેત્રે થયેલી આ ક્રાંતિને ભારતમાં લાવવા વધુ રસ હતો કેમ કે વિકસિત દેશોને પોતાને ત્યાં 'બજાર' ન મળતાં તે વિકાસશીલ દેશમાં એક ‘બજાર'ની શોધ આદરે છે. સુવર્ણાની એક વાર્તા જે છેક ઇ.સ. ૧૯૭૨માં લખાઈ હતી તેમાં આ જ પાયાનો પ્રશ્ન રજૂ થયો છે. સ્ત્રી- પુરુષની ઇચ્છાઓ ભિન્ન છે. સ્ત્રી પુરુષમાં પ્રેમ શોધે છે જ્યારે પુરુષ સ્ત્રીમાં શારીરિક આનંદ શોધે છે. તેથી જ તે પ્રશ્ન કરે છે : “આપણે ક્યાં છીએ?- જ્યાં હતા ત્યાં જ.” આદિમાનવોના યુગથી છેક ૧૯૭૨ અને ઈ.સ. ૧૯૭૨થી છેક ઈ.સ. ૨૦૧૫ સુધીમાં પણ ઠેરના ઠેર! બિંદુ ભટ્ટની વાર્તા 'મંગળસૂત્ર'માં પતિ વડે જ વારંવાર થતો બળાત્કાર છે. દશરથ પરમારની વાર્તા 'શલ્યા'માં પુરાકલ્પનની પ્રયુક્તિ દ્વારા સ્ત્રીની વિવિશતાને ઉજાગર કરી છે. કપટી ઇંદ્ર, ગૌતમ ઋષિ તથા મર્યાદા પુરુષોત્તમ રામ -તમામના વાસ્તવિક ચહેરાઓને એક કર્યા પછી જે એક ચહેરો મળે છે તે માત્ર એક 'પુરુષ'નો જ છે! આ વ્યંજના બરાબર ઝિલાઈ છે. ગૌતમ ઋષિની બળજબરી આગળ લાચાર બનેલ અહલ્યા તેની જાત શિથિલ કરી શલ્યા બની જાય છે ત્યારે એ જ કરુણાસભર વાસ્તવ પ્રગટે છે કે સ્ત્રી પાસે શરણે થયા વિના અન્ય કોઈ માર્ગ નથી! નવનીત જાનીની વાર્તા 'દીદી'માં પણ બળાત્કાર કરનાર સગી બહેનનો પતિ છે. બંધ બારણે થતા આવા શોષણના વરવા ચિત્રોનો હજીયે અંત નથી! હિમાંશી શેલતની વાર્તા ‘મૌનપઠન' પણ આ સંદર્ભે જોઈ શકાય.

'દીકરી ઘરનો ઉજાસ' સૂત્ર ગમે તેટલું વહેતું થાય. હા, અસર પણ થઈ છે ક્યાંય ક્યાંક; પણ આજેય એક પુત્ર ભલે પછી તે જીવતેજીવત 'અગ્નિદાતા' હોય તોય પુત્રમોહની એષણા - વંશના વારસની ખેવના – જતી નથી. બિંદુ ભટ્ટની વાર્તા ‘મંગળસૂત્ર' કે વર્ષા અડાલજાની વાર્તા ‘જોડકું’ આ જ માનસિકતાને તાકે છે.