માડી મને સાંભરે રે/માના એ અભાન રૂપને સલામ: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 2: Line 2:
{{Heading|માના એ અભાન રૂપને સલામ}}
{{Heading|માના એ અભાન રૂપને સલામ}}
{{Poem2Open}}
{{Poem2Open}}
"આપણે એ વિશિષ્ટ વ્યક્તિ જેને મા કહેવામાં આવે છે એને શું કહીશું?... જે કંઈ કહીશું વધુ પડતું, ખોટું, અપૂરતું અને ગેરમાર્ગ દોરનારું પણ હશે....પણ જે કોઈ સમજે છે એ અર્થ વત્તા કે જવાબદારી અને ફરજનો આટલો રાક્ષસી બોજો, આખા સ્વર્ગ અને નરકનું આટલું ભારે વજન એક કમજોર, ભૂલ કરતી વ્યક્તિ ઉપર જેને સ્વયં પ્રેમ, સંભાળ, સમજ અને ક્ષમાની જરૂર છે—એવી જે આપણી મા છે એ ઉપર ન નાખી શકે." આ વેધક શબ્દો વિખ્યાત યુરોપી મનોવિજ્ઞાની કાર્લ યુંગના છે.
“આપણે એ વિશિષ્ટ વ્યક્તિ જેને મા કહેવામાં આવે છે એને શું કહીશું?... જે કંઈ કહીશું વધુ પડતું, ખોટું, અપૂરતું અને ગેરમાર્ગ દોરનારું પણ હશે....પણ જે કોઈ સમજે છે એ અર્થ વત્તા કે જવાબદારી અને ફરજનો આટલો રાક્ષસી બોજો, આખા સ્વર્ગ અને નરકનું આટલું ભારે વજન એક કમજોર, ભૂલ કરતી વ્યક્તિ ઉપર જેને સ્વયં પ્રેમ, સંભાળ, સમજ અને ક્ષમાની જરૂર છે—એવી જે આપણી મા છે એ ઉપર ન નાખી શકે.આ વેધક શબ્દો વિખ્યાત યુરોપી મનોવિજ્ઞાની કાર્લ યુંગના છે.
અને છતાં ‘માડી મને સાંભરે રે’ માંથી પસાર થતાં લાગ્યું કે આ લેખકોની કમજોર દેખાતી મા જાણે સમાજના તમામ અત્યાચારો અન્યાયો, સંસારની તમામ વિટંબણાઓ સામે કશી અપેક્ષા વિના પોતાનાં સંતાનોને રક્ષણ આપતી બાખડતી – પણ અડીખમ ઊભી છે. બાળક મોટું થઈને જગતમાં કેટલા આત્મવિશ્વાસપૂર્વક અને સ્વસ્થાપૂર્વક પ્રસંગોનો મુકાબલો કરી શકે છે એનો આધાર શિશુવયમાં માબાપની સાથે પ્રેમભર્યો–તાણ વગરનો રહ્યો તો એટલા પ્રમાણમાં એના ભાવિ જીવનમાં એ આવી પડતી પરિસ્થિતિઓનો મુકાબલો સ્વસ્થતાપૂર્વક અને તાણમુક્ત મનથી કરી શકશે. આ પુસ્તકના લેખકો વિકટ–અંધકારભરી પરિસ્થિતિમાંથી ઉપર આવી શક્યા છે; બધા જ કંઈ ને કંઈ શિક્ષણ પામી શક્યા છે, સર્જન તરફ પણ વળી શક્યા છે એ આ વાતની દ્યોતક છે. નવાઈની વાત તો એ છે કે કેટલા બધા કિસ્સામાં અભણ માએ જ પોતનું બાળક શિક્ષણ વગરનું ન રહે એવી ઝંખના કરી છે. અને એ રસ્તે એને વાળવનો પરિશ્રમ કર્યો છે. અભણ એવી આ મા જાણતી કે દલિતવર્ગ માટે કપરી અવસ્થામાંથી ઊંચે આવવાનો આ જ એક માર્ગ છે. પથિક પરમાર જણાવે છે કે મા દીકરાઓને ટકોર કર્યા કરે, ‘અલ્યા, રખડ્યા કરો મા. ભણો ભણો, નૈં તો દિ નૈ વળે ને ખાળિયા ખોદવાનો વારો આવસે.’ તો બબલદાસ ચાવડા લખે છે, "‘ભઈ, વૉંચવા ઊઠ; ટેંમ થઈ જ્યોં સઅ’ – સને ૧૯૩૭ થી ૧૯૪૪ સતત સાત વર્ષ સુધી મારી માણેકમાનો આ અવાજ પરોઢિયે ચાર વાગે સંભળાય જ."

આ માના ભાગે શું આવ્યું છે? અથાક પરિશ્રમ. પણ પરિશ્રમ કહેવા કરતાં તનતોડ વૈતરું કહેવું વધુ ઉચિત ઠરે. મધુકાન્ત કલ્પિતની મા કહે છે એ અહીં બધી જ માને વધતેઓછે અંશે કહેવાનું આવે. એ કહે, "ભૈ કૂકડો તો શું ઊઠે, એ પહેલાં મારે ઊઠવાનું ને સઘળા ઘરનું દૈણું દળવાનું, સાંજનું આથેલું દૂધ હોય એનું વલોણું કરવાનું. બાજરી, ચોખા અને દાળને છડવાનાં. ચોખા ખલાસ હોય તો ડાંગર છડવાની. દાળ ખલાસ હોય તો તુવર ભરડવાની, સાથે દિવેલમાં મોંવાની તો અલગ. તારા બાપાને નિત નવી દાળ ખાવાના ઓરતા, એટલે મગની દાળ સાથે અડદની દાળ પણ ભરડવાની અને તૈયાર રાખવાની. ભેંસો અને બળદ માટે ચૂલા ઉપર દાણ તૈયાર કરવાનું, એ તૈયાર થાય કે ઢોરોને મૂકવાનું. એ  પતે કે ન પતે કે તરત ભેંસોને દોહવાની. પાછું હીરાને લઈને આમતેમ ફરવાનું. ઘરમાં બધાની ચા બનાવવાની, કપ–રકાબી ધોવાનાં. એ બધું પતે ન પતે ત્યાં બપોરની રસોઈમાં ખૂંપી જવાનું. ખાધું ન ખાધું કરીને તારા બાપુનું ભાથું લઈને ખેતરે જવાનું. રાતની મોંકાણ તો પાછી ઊભી ને ઊભી જ."

Latest revision as of 02:23, 21 May 2026

માના એ અભાન રૂપને સલામ

“આપણે એ વિશિષ્ટ વ્યક્તિ જેને મા કહેવામાં આવે છે એને શું કહીશું?... જે કંઈ કહીશું વધુ પડતું, ખોટું, અપૂરતું અને ગેરમાર્ગ દોરનારું પણ હશે....પણ જે કોઈ સમજે છે એ અર્થ વત્તા કે જવાબદારી અને ફરજનો આટલો રાક્ષસી બોજો, આખા સ્વર્ગ અને નરકનું આટલું ભારે વજન એક કમજોર, ભૂલ કરતી વ્યક્તિ ઉપર જેને સ્વયં પ્રેમ, સંભાળ, સમજ અને ક્ષમાની જરૂર છે—એવી જે આપણી મા છે એ ઉપર ન નાખી શકે.” આ વેધક શબ્દો વિખ્યાત યુરોપી મનોવિજ્ઞાની કાર્લ યુંગના છે. અને છતાં ‘માડી મને સાંભરે રે’ માંથી પસાર થતાં લાગ્યું કે આ લેખકોની કમજોર દેખાતી મા જાણે સમાજના તમામ અત્યાચારો અન્યાયો, સંસારની તમામ વિટંબણાઓ સામે કશી અપેક્ષા વિના પોતાનાં સંતાનોને રક્ષણ આપતી બાખડતી – પણ અડીખમ ઊભી છે. બાળક મોટું થઈને જગતમાં કેટલા આત્મવિશ્વાસપૂર્વક અને સ્વસ્થાપૂર્વક પ્રસંગોનો મુકાબલો કરી શકે છે એનો આધાર શિશુવયમાં માબાપની સાથે પ્રેમભર્યો–તાણ વગરનો રહ્યો તો એટલા પ્રમાણમાં એના ભાવિ જીવનમાં એ આવી પડતી પરિસ્થિતિઓનો મુકાબલો સ્વસ્થતાપૂર્વક અને તાણમુક્ત મનથી કરી શકશે. આ પુસ્તકના લેખકો વિકટ–અંધકારભરી પરિસ્થિતિમાંથી ઉપર આવી શક્યા છે; બધા જ કંઈ ને કંઈ શિક્ષણ પામી શક્યા છે, સર્જન તરફ પણ વળી શક્યા છે એ આ વાતની દ્યોતક છે. નવાઈની વાત તો એ છે કે કેટલા બધા કિસ્સામાં અભણ માએ જ પોતનું બાળક શિક્ષણ વગરનું ન રહે એવી ઝંખના કરી છે. અને એ રસ્તે એને વાળવનો પરિશ્રમ કર્યો છે. અભણ એવી આ મા જાણતી કે દલિતવર્ગ માટે કપરી અવસ્થામાંથી ઊંચે આવવાનો આ જ એક માર્ગ છે. પથિક પરમાર જણાવે છે કે મા દીકરાઓને ટકોર કર્યા કરે, ‘અલ્યા, રખડ્યા કરો મા. ભણો ભણો, નૈં તો દિ નૈ વળે ને ખાળિયા ખોદવાનો વારો આવસે.’ તો બબલદાસ ચાવડા લખે છે, "‘ભઈ, વૉંચવા ઊઠ; ટેંમ થઈ જ્યોં સઅ’ – સને ૧૯૩૭ થી ૧૯૪૪ સતત સાત વર્ષ સુધી મારી માણેકમાનો આ અવાજ પરોઢિયે ચાર વાગે સંભળાય જ." આ માના ભાગે શું આવ્યું છે? અથાક પરિશ્રમ. પણ પરિશ્રમ કહેવા કરતાં તનતોડ વૈતરું કહેવું વધુ ઉચિત ઠરે. મધુકાન્ત કલ્પિતની મા કહે છે એ અહીં બધી જ માને વધતેઓછે અંશે કહેવાનું આવે. એ કહે, "ભૈ કૂકડો તો શું ઊઠે, એ પહેલાં મારે ઊઠવાનું ને સઘળા ઘરનું દૈણું દળવાનું, સાંજનું આથેલું દૂધ હોય એનું વલોણું કરવાનું. બાજરી, ચોખા અને દાળને છડવાનાં. ચોખા ખલાસ હોય તો ડાંગર છડવાની. દાળ ખલાસ હોય તો તુવર ભરડવાની, સાથે દિવેલમાં મોંવાની તો અલગ. તારા બાપાને નિત નવી દાળ ખાવાના ઓરતા, એટલે મગની દાળ સાથે અડદની દાળ પણ ભરડવાની અને તૈયાર રાખવાની. ભેંસો અને બળદ માટે ચૂલા ઉપર દાણ તૈયાર કરવાનું, એ તૈયાર થાય કે ઢોરોને મૂકવાનું. એ પતે કે ન પતે કે તરત ભેંસોને દોહવાની. પાછું હીરાને લઈને આમતેમ ફરવાનું. ઘરમાં બધાની ચા બનાવવાની, કપ–રકાબી ધોવાનાં. એ બધું પતે ન પતે ત્યાં બપોરની રસોઈમાં ખૂંપી જવાનું. ખાધું ન ખાધું કરીને તારા બાપુનું ભાથું લઈને ખેતરે જવાનું. રાતની મોંકાણ તો પાછી ઊભી ને ઊભી જ." શ્રમની બાબતમાં ગ્રામીણ સવર્ણ સ્રીઓને જીવનક્રમ પણ લગભગ આવો જ કહી શકાય. ઉમાશંકર જોશી લખે છે, "અમે ચાર નાના છોકરાઓ. રંજાડીએ પણ ખરા. બા દળે, રાંધે, ખવડાવે, ઢોરની ઊઠવેઠ, ખેતરનું કામ–નીંદામણ, કાપણી વગેરે કરવાનું. ચારનો ભારો લાવવો. શિયાળો ઊતરતાં બળતણની ભારીઓ ડુંગરથી લઈ આવવી....મદદનીશ કોઈ જ નહીં. સૌથી ક્રૂર વસ્તુ તો એ હતી કે અમે સૌ નાહીએ ઘેરે, નાહવાનું પાણી પણ બાએ વાવ-કૂવેથી ભરી લાવવાનું. અમારું ઘર ડુંગર–તળેટીએ ઊંચાણમાં. ધીરે ધીરે ડગલાં ભરતી માથે પાણીનું બેડું ઉપાડતી બાનું ચિત્ર નજર આગળથી ખસતું નથી." લાભશંકર ઠાકરને પણ એમની બા વિશે એવું જ કહેવાનું છે : "કૂવે પાણી ભરવા જવું, તળાવે કપડાં ધોવા જવું, ગાયની ચાકરી કરવી, છાણ-વાસીદું કરવું; ઉપરાંત વૈદ પતિને દવા બનાવવામાં મજૂરીનું મોટા ભાગનું કામ કરવું." સંતાનોની સાત–આઠની કે વધુ સંખ્યાની બાબતમાં, શિક્ષણની બાબતમાં કે નાની વયે પરણવાની બાબતમાં ગ્રામીણ દલિત અને સવર્ણ સ્રીઓ વચ્ચે ખાસ્સું સામ્ય છે. પણ જે મોટો ફરક છે એ ગરીબાઈ, સામાજિક–આર્થિક ક્ષેત્રે મળતી તકો બાબતમાં અને સૌથી વધુ તો દલિતોને જે ભયાનક ભેદભાવના ભોગ બનવું પડ્યું તેમાં, અને પછી સવર્ણ સ્રીઓ જ ઝડપથી આગળ વધી શકી એવી તકો દલિતપુરુષોને પણ ખૂબ ઓછી સંખ્યામાં મર્યાદિત સ્તરે મળી અને તે પણ પ્રતિકૂળ વિષમ પરિસ્થિતિનો દૃઢ મનોબળથી સામનો કરીને અને માતા અને પિતાની પણ શક્ય એટલી જહેમત અને ઉત્તેજનથી સિદ્ધ થઈ શક્યું. આ ૨૧ લેખોમાં એક સ્રી લેખિકા, જસુમતીબહેન પરમારના સ્મૃતિલેખનો પણ સમાવેશ થઈ શક્યો છે એથી આનંદ થયો. પણ કેવી છે આ મા–દીકરીની કહાણી? દીકરી લખે છે, "ગામડાંઓમાં છોકરીઓને ખાસ ભણાવે નહિ ને તેમાંય અમે તો નીચી વરણનાં. છતાં અભણ, ગરીબ માએ કાળી મજૂરી કરી ભણાવી. હું એસ.એસ.સી. થઈ ગઈ... દોડધામ કરી, પૈસા ખર્ચી મને પી.ટી.સી.માં ભરતી કરાવી...ક્યાંકથી લાગવગ શોધી ૧૦૦ રૂપિયા પગારમાં ખાનગી શાળામાં મને નોકરીએ ચઢાવી. પાંચ વર્ષ પછી પગાર ૫૦૦ રૂપિયે પહોંચ્યો. માને એમ કે સુખના દહાડા આવ્યા." પણ પ્રથમ વાર સ્વતંત્રતાનો સ્વાદ ચાખેલી દીકરીએ ભાગી જઈ આંતરજ્ઞાતીય લગ્ન કર્યાં. જે જ્ઞાતિપ્રથાને કારણે દલિતો કચડાયેલા રહ્યા એ જ જ્ઞાતિની ભાવના એમનામાં જડ ઘાલી બેઠેલી છે. જસુમતીબહેન લખે છે, "મારા આંતરજ્ઞાતીય લગ્નને કારણે મા ચારે બાજુથી હડધૂત થઈ. હવે તો એને એના પિયરમાં પણ નથી બોલાવતા." કેટલીક વાર એવું પણ જોવામાં આવે છે કે સગી માની હસ્તી ન હોય ત્યારે કોઈક અતિ પ્રેમાળ સ્રી એની જગ્યા લઈ લેતી હોય છે અને એને માની ખોટ લાગવા દેતી નથી. જોસેફ મેકવાન લખે છે, "મારા જીવનમાં સર્વાધીક પ્રભાવ રહ્યો છે મારી લાડુભાભીનો. નવી માની (સાવકી મા) નિર્મમતા મારા કુમળા હૈયામાં સ્રી માત્ર પ્રત્યે જે તિરસ્કાર જન્માવત એનું વારણ કર્યું લાડુના મારા પ્રત્યેના લાડે." એક બીજી નોંધવા જેવી વાત એ લાગી છે કે આમાંની કેટલીક અભણ માઓ પોતાનાં બાળકોને સરસ વાર્તાઓ કહી જાણતી. એ પણ ઉલ્લેખ કરવા જેવી વાત છે કે દલિતોને હિંદુ મંદિરોમાં જવાનો નિષેધ હતો, પણ પૌરાણિક કથાઓ માબાપ સારી પેઠે જાણતાં અને પોતાનાં સંતાનોને રસપૂર્વક કહેતાં. અહીં આ પુસ્તકમાં મા પ્રત્યે વિશ્લેષીય નહીં એટલે ઋણભાવભર્યો કંઈક અપરાધગ્રંથિગ્રસિત અભિગમ બહુધા વ્યક્ત થયો છે. પણ એવા જોરદાર બેત્રણ દાખલા તો જડી આવે જ્યાં આત્મનિરીક્ષણ ઠીક ઠીક કડક રીતે થયું હોય. એમાં નીરવ પટેલ શિરમોર છે. પણ પહેલાં સાહિલ પરમારને જોઈએ. સાહિલ પરમાર પોતાના બાપાની અતિશય કામુકતાની વાત કરે છે અને લખે છે, "બળાત્કાર બાપાએ અસંખ્ય વાર કર્યો જ હશે ને આમ માનું જાતીય શોષણ થતું જ રહ્યું હશે." પછી પોતા તરફ આંગળી ચીંધી કહે છે. "વ્યંજનાત્મક રીતે કહું તો જાતીય શોષણનો સવાલ છે ત્યાં લગી મારી માનો અને મારી પત્નીનો ચહેરો ઘણીયે વાર એકમેકમાં ભળી જાય છે; અભિધાત્મક રીતે કહું તો બંને જાતીય શોષણનાં લગભગ સરખાં શિકાર થયેલાં છે." આ સાથે બાપાના વ્યક્તિત્વની બીજી બાજુ પણ લેખક પોતાની ન્યાયપ્રિય દૃષ્ટિથી બતાવવાનું ચૂકતા નથી. એ લખે છે, "છતાંય બાપા તદ્દન નિર્દય હતા એમ તો હું નહીં કહી શકુ. માએ ક્યારેય ઘણાં કાર્યો એમના ઉપર લાદ્યાં નથી ને તોયે એને ફરજ સમજીને એ કરતા. માને મોડું થયું હોય તો સવારે રાંધી દેતા. ક્યોરક કચરા–પોતું કરી દેતા. પોતાની ચા તો કાયમ જાતે જ બનાવીને પીતા. અમને નવડાવવા-ધોવડાવવાનું, અમારાં કપડાં ધોવાનું કામ તો એમનું જ. અમને ભણાવવાનું, વાર્તા, બોધકથા, કાવ્યો કહેવાનું કામ પણ એમનું જ હતું." નીરવ પટેલે તો પોતાના ગુનાહિત ભાવમાંથી ઊભા થયેલા જખ્મો પોતા પ્રત્યે ક્રૂર રીતે નિર્મમ થઈ ખુલ્લા કરી દીધા છે. ખૂબ મુશ્કેલ કામ કર્યું છે–પોતાનો કહેવાતો વિરૂપ ચહેરો જોવાનું અને બતાવવાનું. અહીં વિગતોમાં નથી જતી. એ વાંચી લેવાનું જ રહેશે. પણ આખો લેખ સાદ્યંત કલાકૃતિ બનીને રહ્યો છે. પોતાને જોખમે જ સવર્ણ લેખકો એની ઉપેક્ષા કરી શકે. બ્રાહ્મણોએ આપેલ માતૃવંદના, માતૃસાફલ્ય કે માતૃછાયા જેવા શીર્ષકોની પડછે ‘માડી મને સાંભરે રે’ એ શીર્ષક મીઠું અને વ્હાલસોયું લાગ્યું એ નોંધવું રહ્યું. અહીં નીખરી આવેલા માના અભાન રૂપને સલામ.

—મંજુ ઝવેરી

૪૦૩, ચેતના ૧૪૨-૯૪૩
સાત બંગલા બસ ડેપો પાસે,
જે.પી.રોડ, વરસોવા અંધેરી (પશ્ચિમ)
મુંબઈ-૪૦૦૦૫૮