બહુરંગી/લીપ સર્વિસ: Difference between revisions

no edit summary
(+1)
 
No edit summary
 
Line 5: Line 5:
આવા વખતે સતત રણકતા ફોનથી અંજલિ અકળાઈ ગઈ હતી. ફરી પાછો ફોન આવ્યો, ‘અંજલિબહેન, તમારે મોટરની જરૂર હોય તો કહેજો. અમારી ફિયાટ વપરાયા વગર પડી છે. જોકે તમારે ડ્રાઇવરની સગવડ કરવી પડશે. અચ્યુતભાઈ હૉસ્પિટલમાં હતા ત્યારે જ મને થયું હતું કે આવવા-જવા માટે, જમવાનું, કપડાં અને દવા લઈ જવા માટે ગાડી હોય તો સારું પડે. નકામા રિક્ષાના હડદોલા ન ખાવા. પણ મારો સ્વભાવ જ ભૂલકણો. આમ તો તમારાં દીકરી-જમાઈ ગાડી લઈને આવતાં હશે. પણ એ લોકો નજીક થોડાં રહે? આવા વખતે સગાં કરતાં પડોશી જ વધારે કામ લાગે. આપણે તો ઘર જેવો સંબંધ છે. તમારે માટે તો મારો જીવ ખાસ ખેંચાય. આમ, તો હું હૉસ્પિટલમાં આવવાની હતી, પણ મારી બહેન ઑસ્ટ્રેલિયાથી આવી છે એટલે નીકળી જ ન શકાયું. કંઈ પણ કામ હોય તો ફોન કરજો હોં. નહિતર મને ખોટું લાગશે. મારાં સાસુ પથારીવશ હતાં ત્યારે તમે કેટલું કર્યું છે? એ ઉપકાર કંઈ ભુલાય?’

{{Poem2Close}}
{{Poem2Close}}
{{center<nowiki>|***</nowiki>}}
{{center|<nowiki>***</nowiki>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
‘પ્રજ્ઞાબહેન, મારા ભાઈને શું ભાવે?’ વીણાબહેને મને પૂછ્યું, ‘તમારા ભાઈને શું ભાવે એની તમને ‘બહેન’ થઈને ખબર નથી?’ એવું પૂછવાની ઇચ્છા મેં રોકી રાખી. પછી આ ‘વાઈવા’ આગળ ચાલી. એને આપણી ગુજરાતી રસોઈ ભાવે કે કોંકણી જ ભાવે? પંજાબી કે ચાઇનીઝ ભાવે? તીખ્ખું ભાવે કે મોળું? દૂધી-ચણાની દાળનું શાક ભાવશે કે કોળું-વાલની દાળ? રોટલી ખાવ કે એકલા ચોખા જ? પુલાવનો વાંધો નથી ને? જોકે દાળઢોકળી ભાવતી હોય તો ભેગા મઘમઘતા બાસમતી ચોખા રાંધીએ. મારા જમાઈ વૈષ્ણોદેવી ગ્યા'તાને એ સુગંધી ચોખા લેતા આવ્યા છે. હવેજ ભરેલું શાક ભાવે? તમારા ભાઈને મારા હાથનું વડું શાક અને ત્રેવટી દાળ બહુ ભાવે. રીતસર જમવાનું ન ફાવે તો ઈડલી-ઢોંસાનો પ્રોગ્રામ કરીએ. જોકે તમારે એની નવાઈ નહિ. પાપડીના ઘૂઘરા, કંદનાં ભજિયાં કે ખમણઢોકળાં ભાવતાં હોય તો એવું કાં'ક કરું. અરે હા, તમને શું ભાવે છે? તમને ગળ્યું ભાવે છે એની મને ખબર છે. મગની દાળનો શીરો વધુ ભાવે કે બાસુંદી? મારા હાથનો દૂધીનો હલવો પણ બધાં વખાણે છે. મારા ભાઈએ ચોંટિયા લાડુ ચાખ્યા છે? કેમ કાંઈ બોલતાં નથી? મને નવી નવી વાનગી બનાવવાનો બહુ શોખ. અમારા કુટુંબમાં બધાં કહે છે કે ખવરાવવે-પિવરાવવે વીણાભાભી સાક્ષાત્ અન્નપૂર્ણા છે. તમારી પસંદગી બોલી નાખો, પ્રજ્ઞાબહેન.' મેં કહ્યું : ‘અમને તો બધું ભાવે. તમારી પસંદગી એ અમારી પસંદગી.’ ‘લે, એમ તે કાંઈ હોય? ખીચડી અને રસમલાઈમાં ફેર ખરો કે નહિ? ભૈડકું અને ઊંધિયું એક સરખાં કહેવાય? તમારું માનીતું મિષ્ટાન્ન કયું એટલું તો કહેવું જ પડશે.’ વીણાબહેને હઠ પકડી. ‘ઘી-ગોળ નાખેલાં ટાઢી રોટલીના લાડુ.’ મેં જવાબ આપ્યો. ‘તમારી મશ્કરીની ટેવ...' કહી તેણે ટી.વી. પર આવતા ‘ફાસ્ટ ફોરવર્ડ’ પ્રશ્નો - કમ્પ્યૂટરનું ‘મેનુ’ મલ્ટિપલ ચોઇસ પ્રશ્નોનો મારો વરસાવ્યો - ઢોકળાં કે સમોસાં, તીખાં કે મોળાં, લીલી ચટણી કે ખજૂરની ચટણી, મિષ્ટાન્નમાં દૂધપાક કે મીઠો ભાત, ખાંડ ઓછી કે સરખી, ઘૂંટેલું કેસર કે કેસરનાં પૂંખડાં, મુખવાસમાં મીઠું પાન કે તીખું પાન, કલકત્તી કે બનારસી, પાનમાં શેકેલી સોપારીનો ચૂરો કે કાચીનો, એલચીના દાણા નાખવાના કે આખી એલચી, જિન્તાનની ગોળી નાખવાની કે લવિંગ.. મારાં નાની ‘અવિનાશીનો થાળ' ગાતાં એમાં મોતિયા લાડુ, સેવૈયા લાડુ, લાખણશાહી લાડુ, માવાની ઘારી, તલસાંકળી વગેરે વાનગી ગણાવી કાલ્પનિક થાળ ધરવામાં આવતો. અને છેલ્લે ‘સારું સારું જમજો રે, મારા સમ તમને' કહી આગ્રહ થતો. આ સાંભળતી વખતે મને અને મારા માસીના દીકરા કુમારને આવું બધું ખાવાનું મન થઈ જતું, પણ વીણાબહેનની યાદી સાંભળી બેસતા વરસનો અન્નકૂટ-અણકોટનો થાળ અને લાલજીના છપ્પન ભોગ યાદ આવ્યા, પણ ખાવાની ખાસ ઇચ્છા ન થઈ. છેવટે વીણાબહેને ઘણા પર્યાય રજૂ કર્યાં, ‘ક્યારે જમવા આવો છો? તમે સવારે ગમે તે દિવસે - રજા હોય કે ન હોય, ગમે તે સમયે - બપોરે કે રાતે જમવા આવો, નહિતર સવારે બ્રેકફાસ્ટ કે સાંજે ‘હાઈ ટી'નું નક્કી કરો. મને ખબર છે કે તમને ફુરસદ નથી એટલે તમારી સગવડે, તમારા સમયે, જે ભાવે એ, જેટલી ભૂખ હોય તેટલું, ફોન કરીને કે કર્યા વગર જમવા આવો' - ઓપન ઇન્વિટેશન-કાયમી આમંત્રણ મળી ગયું. તે પણ મારું ભાષણ સાંભળવા આવેલી લગભગ અજાણી વ્યક્તિ પાસેથી.

‘તારા, અર્ધો પ્યાલો ગરમાગરમ ચા લેતી આવજે. આરામખુરશીમાં બેસી છાપું વાંચતા રમણીકરાયે પત્નીને કહ્યું. રવિવાર હોવા છતાં રોજની જેમ સવારે છ વાગ્યે ઊઠી તારાબહેને રસોડું શરૂ કર્યું હતું. બીજા બધાંને ઊઠવાની-પરવારવાની નિરાંત હોવાથી નાસ્તો પત્યો ત્યારે સાડાદસ વાગી ગયા હતા. રજા હોવાથી રોજનું જમવાનું, ઉપરાંત એક ફરસાણ, ખીર કે કસ્ટર્ડ જેવી ‘સ્વીટ ડિશ’, રાયતું એવું થોડું વધારાનું બનાવવાનું હતું. પુત્ર ધીમંત, તેની પત્ની જલ્પા અને તેનો પુત્ર દેવાંગ ટી.વી. જોતાં હતાં. ‘બધાને રવિવારની રજા અને મને સજા. હું એકલી ક્યાંથી બધે પહોંચું? મને કંઈ થઈ જશે ત્યારે બધાંને ખબર પડશે.' એવું બબડતાં તેણે પતિને ચાનો પ્યાલો આપતાં કહ્યું : ‘સવારથી આ તમારો ચોથો પ્યાલો છે! ચા પી પીને પછી કહેશો એસિડિટી થઈ ગઈ. રાંધતાં રાંધતાં કેટલી વાર ચા બનાવવાની?’ ખોળામાં છાપું રાખી તે વાંચતાં અને ટી.વી. જોતાં જોતાં ચહેરા પર ક્રીમ લગાડી માલિશ કરતી આખા અઠવાડિયાના ઑફિસના કામનો થાક ઉતારતી જલ્પા પુત્રવધૂએ કહ્યું : ‘ડેડી, તમને ચા જોઈતી હોય તો મને કહેવું હતું ને? મમ્મીને ચા બનાવવાનું પસંદ નથી, એટલે મને કહ્યું હોત તો હું બનાવી આપત ને? મમ્મીને તમારે તકલીફ નહિ આપવાની. મને કહેવાનું ઓ.....કે.?’ કેટલી પ્રેમાળ પુત્રવધૂ? ફક્ત જીભ ચલાવીને રમણીકરાયને રાજી કરી લીધા.