બહુરંગી/ગાયે ચલી જા: Difference between revisions
(+1) |
No edit summary |
||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|ગાયે ચલી જા}} | {{Heading|ગાયે ચલી જા|જિગીશા ત્રિવેદી}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
હમણાં હમણાંથી અમારા મહિલા મંડળને ફ્લેટમાં નવચંડી હવન કરાવવાની ચાનક ચડી છે. મને થયું, ગામ આખું પરીક્ષાની આગમાં ભસ્મીભૂત થયું છે ને આ વળી નવચંડી હવનની ભસ્મ ભેગી કરવાનો આઇડિયા કયા ભૂતને આવ્યો? તરત મારી મગજ મોબાઇલ કંપનીનો મેસેજ આવ્યો, | હમણાં હમણાંથી અમારા મહિલા મંડળને ફ્લેટમાં નવચંડી હવન કરાવવાની ચાનક ચડી છે. મને થયું, ગામ આખું પરીક્ષાની આગમાં ભસ્મીભૂત થયું છે ને આ વળી નવચંડી હવનની ભસ્મ ભેગી કરવાનો આઇડિયા કયા ભૂતને આવ્યો? તરત મારી મગજ મોબાઇલ કંપનીનો મેસેજ આવ્યો, | ||
Latest revision as of 01:57, 27 May 2026
જિગીશા ત્રિવેદી
હમણાં હમણાંથી અમારા મહિલા મંડળને ફ્લેટમાં નવચંડી હવન કરાવવાની ચાનક ચડી છે. મને થયું, ગામ આખું પરીક્ષાની આગમાં ભસ્મીભૂત થયું છે ને આ વળી નવચંડી હવનની ભસ્મ ભેગી કરવાનો આઇડિયા કયા ભૂતને આવ્યો? તરત મારી મગજ મોબાઇલ કંપનીનો મેસેજ આવ્યો, “વિગતવાર જાણકારી માટે સંપર્ક - તરુબહેન ત્રિકાળજ્ઞાની" અને સાંજે હું ગઈ અમારા ફ્લેટના હેડ ઑફ ધ ડિપાર્ટમેન્ટ - તરુબહેન ધ ગ્રેટને ત્યાં.. તરુબહેનનું ક્રિએશન - ટીના બારણે પ્રગટ થઈ. “આવો આવો જીગીદીદી". કરીને પીપ દડતું દડતું રસોડામાં ગયું... હું અંદર ગઈ તો કોઈ કલર કંપનીવાળા હમણાં જ એમની પ્રોડક્ટ્સની જાહેરાત કરીને ગયા હોય એમ લાગ્યું. મને થયું, તરુમાસી આદિવાસી તો નથી, તો પછી હજી કેમ ઘરમાં રંગો દીવાલ છોડવા તૈયાર નથી? આદિવાસીઓ ફાગણ સુદ આઠમથી લઈ વદ પાંચમ સુધી હોળી મનાવે છે. નહોતી ને ખબર? ક્યાંથી હોય, કોઈ દિ’ દૂરદર્શન જુઓ જ નહીં તે વળી! ત્યાં તો સવિતામાસી સાડલો ઝુલાવતાં આવ્યાં, “લાલ, પીરો ને વા..દરી મૂ...ર રંગ કે’વા...ય બાકીનોં બીજોં બધાં, ‘મેરવણી થી... થા... ય” મહેસાણી સંગીત સમાપ્ત. “બસ હોં સવિતાબે...ન, બહુ થયું.. વધારે પડતી મશ્કરી સારી નહિ..." તરુમાસી ત્રાટક્યાં. પરિસ્થિતિ વણસે, એના કરતાં વાતને બીજે વાળવી સારી. હું હજી તો નવચંડી વિશે કંઈ પૂછું, એ પહેલાં તો મનીષાભાભી “કુમ-કુમ સે, કુમ-કુમ-સે.." કરતાં એમના કૂકડ કંઠે ‘કુમકુમ’ની બાંગ પોકારતાં આવ્યાં... મનીષાભાભીની એક ખાસિયત છે હોં.., એ ક્યારેય, ફિલ્મનું ગીત ના ગાય. કાયમ સિરિયલનાં જ ગીત ગાય, નહિ તો પછી જાહેરખબરની જિંગલ ગાય. આમ, રસોઈ કરવાના સમયે મનીષાભાભીને જોઈ, મને જરા નવાઈ લાગી. મેં પૂછ્યું, “અત્યારમાં ફ્રી થઈ ગયાં, ભાભી?” “હા.. આજે ગીત થોડું સ્પીડમાં ગાયું, એટલે ભાખરી ફટાફટ થઈ ગઈ.” મનીષાભાભીએ કહ્યું. “હેં? એટલે?” મારું આશ્ચર્ય વધ્યું. “લે, ત્યારે! તમને ખબર નથી? કામનો આખો આધાર જ ગીત પર છે. ખરાં છો! એક સ્ત્રી થઈને આટલું નથી જાણતાં?” મનીષાભાભીએ ટોણો માર્યો, એટલે હું થોડી છોભીલી પડી ગઈ. મારા થકી સ્ત્રીત્વનું આવું ક્યું અપમાન થઈ ગયું એ મને સમજાયું નહીં, પણ એટલું ચોક્કસ સમજાઈ ગયું, કે મારે ‘સ્ત્રી થઈને’ હજી ઘણું બધું જાણવાનું બાકી છે. હું નિઃશબ્દ થઈ ગઈ, પણ મનીષાભાભીનું વક્તવ્ય ચાલુ જ હતું. “જો જીગીબહેન, વાસણ, કરતાં કરતાં “બા-બહુ-બેબી”નું મ્યુઝિક ગાવાનું... વાસણ ફટાફટ થઈ જાય.” “પછી?” મારાથી અનાયાસ જ પુછાઈ ગયું. “શાક હલાવતી વખતે ‘એરટેલ’નું મ્યુઝિક..." “તે હેં મનીષા, બધે મ્યુઝિક જ ગાવાનાં?" સવિતામાસી પણ મારા જેવાં ભોળાં છે. “ના..ના.. સવિતામાસી, જો હું તમને કહું..” અને માતા મનીષાનંદમયીનું પ્રવચન ચાલુ થયું... “જો, રોટલી કરતી વખતે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધવાનું.” “એટલે?” “રોટલી લોઢી પરથી ઉઠાવતી વખતે ‘બનું... મૈં’ અને ગૅસ પર ફુલાવતી વખતે ‘તે...રી’ અને ‘દુલ્હન’ બોલીને લઈ લેવાની. ૧૦૦% ફૂલી જ ગઈ હોય.... એમાં મારી ગૅરંટી.... આંખો બંધ કરીને કરો ને તોય ચાલે....’ “રોટલી કરતી વખતે આંખો બંધ?” મેં આગળ પૂછ્યું. “અલી પણ રોટલી વણી... ને ગૅસ પર, સોરી... લોઢી પર મૂકતી વખતે?” મેં કહ્યું ને સવિતામાસી ભોળાં છે અને જ્ઞાનપ્રાપ્તિ માટે મારી જેમ જ આતુર. “એ વખતે તમતમારે જે ગાવું હોય તે ગાજોને... કોઈ બંધન નહિ..." મનીષાભાભીએ થોડી છૂટછાટ આપી. ત્યાં તો શ્રોતાગણમાંથી બીજા ‘જિજ્ઞાસુ’એ પ્રશ્ન કર્યો. “કપડાં ધોતી વખતે?” “બ્રશ મારતી વખતે, ‘કસમ સે, કસમ સે, ક..સમ સે...’ અને પછી તરત એક ધોકો... કપડાં ચોખ્ખાં ચણાક... ગમ્મે તે પાઉડર વાપરો, કોઈ ચિંતા નહિ, ધોયેલાં કપડાંની ક્વોલિટી ‘ચૌંકા દિયાના’ જેવી.” ત્યાં તો પીપ ઊર્ફે ટીના દડતું દડતું આવીને કહે, “મનીષાકાકી, કચરા-પોતા વખતે?” “બાલિકે, - તારે જ બેઠા બેઠા ફુદરડી ફરી લેવાની. પહેલાં કોરો ડ્રેસ અને પછી ભીનો ડ્રેસ પહેરીને. - મેં મનમાં ને મનમાં મજા કરી લીધી. એટલામાં મનીષાભાભીએ કડક કાયદો લાદી દીધો - માયકાનું ગીત આવડતું હોય તો જ કચરા-પોતાં કરવાનાં, નહીં તો નહીં...” પીપ હરખાઈ ગયું, “આવડે છે, આવડે છે...” “તો સાંભળ, આજુબાજુ કચરો વાળતી વખતે “કભી...ના...છૂ...ટે” અને પલંગ નીચે સાવરણી નાખી, ‘યે... મે...યકે... કા... અને’ ‘આંગન’ વખતે સાવરણી બહાર... ઘરમાં તમારે, આટલીયે ધૂળ જોવા નહીં મળે... એક વાર અખતરો કરી જોજો.” ત્યાં તો સૂર્યાબા “કેવું પડે હોં તરુબહેન, કે’વું પડે...!" કરતાં આવ્યા. સૂર્યાબાએ સૂર રેલાવ્યો એટલે મનીષા મૌન... “શું સૂર્યાબા, શેની વાત કરો છો?” મને એટલી ખાતરી કે સૂર્યાબા તરુબહેનના આઇડિયાનાં વખાણ ન જ કરે. “અરે, તહેવારો તો સિરિયલના હોં તરુબહેન, કે’વું પડે ભઈ. હવે ગામ આખુંય ભેગું થયું ને ગામનો ઉતાર રહી ગયો’તો, તે આવી ગયો." ને સૂર્યાબા બોલતાં’તાં એટલામાં અનુસ્વાર આંટી ઉર્ફે સીમાભાભી આવી પહોંચ્યાં, “હાં. હોં... સૂર્યા બા... નવરાત્રી હોય કે દિવાળી, સિરિયલમાં જે મજા હોય ને એવી ઘરમાં ના જ આવે હોં...” “હવે કંજૂસ કાકડી, એ લોકો જેટલા પૈસા ખર્ચે છે ને, એના પા ભાગનાય તું ખર્ચેને તો કંઈકેય મજા પડે સીમુડી..." મેં નાનું અમથું ગણગણી લીધું... “અને મીઠાઈઓ પણ કેવી સરસ સરસ હોય નહિ?” “ના હો સીમાબહેન, મીઠાઈઓમાં તો કશીય નવીનતા નહિ લાવતા, પરીક્ષામાં પાસ થાય.... કે, લગન હોય... કે પછી... કશો તે’વાર હોય. એકનું એક “બેસન કે લડ્ડુ” જ કેશરી ડબ્બોમેં લઈ ન આવ.." ત્યાં તો ટીનાની બુદ્ધિએ ચમકારો કર્યો, “એના કરતાં તો સવારના નાસ્તા સારા હોય... મૂલી કે પરાઠે, ગોબી કે પરાઠે અને ગુજરાતીઓની સિરિયલ હોય, તો થેપલે, ઢોકળે....” આટલું કહીને ટીનાએ, પોતે તરુમાસીનું પોતાનું જ પુનર્સર્જન છે એ સાબિત કરી દીધું. પણ એની વાત મને ખરેખર સાચી લાગી.. ખાવાની વાતો ચાલી એટલે ટીનાનું મન સળવળ્યું. ટીનાએ મારી પાસે આવીને ધીરેથી પ્રસ્તાવ મૂક્યો, “એ જીગીદીદી ચલોને કશોક ખાવાનો પ્રોગ્રામ બનાઈએ. એં... પકૌડે બનાઈએ પકોડે.. બહુ મજા પડશે.” “ભેળ બનાઈએ ભેળ” સીમાડીએ સસ્તું શોધ્યું. એટલે સવિતામાસી કહે, “જો, સિરિયલોમાં બતાવ ન એવું જ બનાબ્બાનું.” “એટલે?” “એટલે.. શમોશે... ને કચૌડિયોં... ને એવું બધું’ એટલે ટીના ટેમ્પો તો તૈયાર જ... “હા...હા....” “શું હા...હા...., રહે હવે છાનીમાની! પહેલાં ઘર સાફ કર, પછી બીજી બધી વાત...” તરુમાસીએ ઠંડું પાણી રેડી દીધું. “ને હેં તરુમાસી, આ હજુ આટલા બધા રંગ કેમ દેખાય છે? સહેજ ઘસીને સ્કોચબ્રાઇટથી સાફ કરોને, તો તરત સાફ થઈ જશે....” મારી જિજ્ઞાસા હવે ઝાલી ન રહી. મેં બોલી જ નાખ્યું. એટલે તરુમાસીએ એમની મજબૂરી મને કીધી. હું તો દંગ જ રહી ગઈ. તમને કહીશ તો... ખબર નહિ શું થશે, પણ સાંભળો. તરુમાસી કહે, “બહેન, રો...જ એમ જ સાફ કરીએ છીએ.. પણ શું થાય.. જ્યારે જ્યારે જે સિરિયલમાં હોળી આવે, એટલે અમારે રમવાની રમવાની ને રમવાની જ. એમાં ચાલે જ નહિ... ભેગા ઊજવવાની જ મજા આવે.” અને મને સી..ધી દિવાળીની ચિંતા પેઠી.. દિવાળીમાં ‘ફટાખે’થી ઉજવણી થશે? વિચારમાં ને વિચારમાં હું ક્યારે ઊભી થઈને ઘેર પહોંચી, એની મને જ ખબર ન રહી...!
જિગીશા ત્રિવેદી
‘ગુજરાત સમાચાર’ દૈનિકમાંથી