સરળ અલંકાર-વિવેચન/રૂપક: Difference between revisions
+1 |
+1 |
||
| Line 28: | Line 28: | ||
એમ કવિ સુંદરમ્ ‘એક સવારે’માં દિવ્ય અનુભવ વર્ણવે છે, ત્યાં પણ પરાગરૂપી પાવડી ને કોકિલરૂપી બંસી એવો અર્થ નીકળે છે, માટે એ પણ રૂપક ગણાય. આમ જ્યાં ઉપમેય ને ઉપમાનની એકરૂપતા, અભેદ અથવા એકતા દર્શાવાતી હોય-વસ્તુતઃ તે બંને જુદા હોવા છતાં-ત્યાં રૂપકની રચના થઈ કહેવાય. | એમ કવિ સુંદરમ્ ‘એક સવારે’માં દિવ્ય અનુભવ વર્ણવે છે, ત્યાં પણ પરાગરૂપી પાવડી ને કોકિલરૂપી બંસી એવો અર્થ નીકળે છે, માટે એ પણ રૂપક ગણાય. આમ જ્યાં ઉપમેય ને ઉપમાનની એકરૂપતા, અભેદ અથવા એકતા દર્શાવાતી હોય-વસ્તુતઃ તે બંને જુદા હોવા છતાં-ત્યાં રૂપકની રચના થઈ કહેવાય. | ||
આ પરથી જણાશે કે જ્યારે સમ, તુલ્ય, જેવો, વગેરે ઉપમાવાચક શબ્દનો લોપ થાય ને અભેદ સૂચવાય ત્યારે રૂપક બને. એટલે ઉપમામાં ચાર અંગો હોય છે, પણ રૂપકમાં ઉપમાવાચક શબ્દ ન હોવાથી, ત્રણ અંગો જ હોય છે. આ પ્રકારના રૂપકના પણ પેટા વિભાગ છે (अ) સાંગ અને (ब) નિરંગ–અથવા (अ) સાવયવ અને (ब) નિરવયવ. આ નિરંગ અથવા નિરવયવ રૂપકનો એક પ્રકાર (માલોપમાની જેમ) (क) માલારૂપકનો પણ છે. આપણે આ વિવિધ પ્રકારો જોઈએ. | આ પરથી જણાશે કે જ્યારે સમ, તુલ્ય, જેવો, વગેરે ઉપમાવાચક શબ્દનો લોપ થાય ને અભેદ સૂચવાય ત્યારે રૂપક બને. એટલે ઉપમામાં ચાર અંગો હોય છે, પણ રૂપકમાં ઉપમાવાચક શબ્દ ન હોવાથી, ત્રણ અંગો જ હોય છે. આ પ્રકારના રૂપકના પણ પેટા વિભાગ છે (अ) સાંગ અને (ब) નિરંગ–અથવા (अ) સાવયવ અને (ब) નિરવયવ. આ નિરંગ અથવા નિરવયવ રૂપકનો એક પ્રકાર (માલોપમાની જેમ) (क) માલારૂપકનો પણ છે. આપણે આ વિવિધ પ્રકારો જોઈએ. | ||
{{Poem2Close}} | |||
'''(अ) સાંગ રૂપક :''' | |||
{{Poem2Open}} | |||
જ્યારે એક વસ્તુનું નિરૂપણ કરતાં તેનો બીજી વસ્તુ સાથે અભેદ દર્શાવાય ત્યારે રૂપક બને; પણ એટલેથી જ ન અટકતાં ઉપમાનનાં વિવિધ અંગે–ગૌણ મુખ્ય વગેરે-જ્યારે ઉપમેયનાં પણ વિવિધ અંગો ગૌણ મુખ્ય વગેરે-સાથે અભેદ પામતાં દર્શાવાય, ત્યારે સાંગ રૂપક બને. | |||
જેમકે~ | |||
{{Poem2Close}} | |||
{{Block center|'''<poem>મારા અરે મૌનસરોવરે આ, | |||
કો ફેંકશો ના અહીં શબ્દકાંકરી. | |||
મારું વિંટાશે સ્થિર પ્રાણપુષ્પ | |||
તરંગની વર્તુલ શૃંખલામાં. | |||
{{Right|(નિશીથ)}}</poem>'''}} | |||
{{Poem2Open}} | |||
અહીં મૌનરૂપી સરવર કહ્યું છે. પણ કવિ એટલેથી જ ન અટકતાં એમાંથી આખું સાંગ રૂપક ખૂબ ભાવવાહી રીતે કંડારી કાઢે છે; ને તેથી મૌનરૂપી સરોવર, શબ્દરૂપી કાંકરી, પ્રાણરૂપી પુષ્પ ને તરંગરૂપી શૃંખલા-એમ એક રૂપકનાં વિવિધ અંગો પણ અહીં રૂપક દ્વારા રજૂ થયાં હોવાથી આ ઉદાહરણ સાંગ રૂપકનું ગણાય. | |||
એવું જ આ ઉદાહરણ જુઓ: | |||
{{Poem2Close}} | |||
{{Block center|'''<poem>મેલીને મુક્ત હૈયું મધુર બજવતો મોરલી મર્મરોની, | |||
ગાયો ને વાછડાંઓ પળ-ઘડી-પ્રહરો વાળી લૈ વર્તમાને, | |||
ઓઢીને આભ કેરી ક્ષિતિજઝુલભરી કામળી ક્હાન જેવો, | |||
થંભ્યો છે સ્તબ્ધ થૈને અનિમિષ નયને કાળ સૌન્દર્યમુગ્ધ. | |||
{{right|(પ્રતીક્ષા)}}</poem>'''}} | |||
{{Poem2Open}} | |||
અહીં કાળને ક્હાન સાથે સરખાવ્યો છે તે ઉપમા અલંકાર છે. પણ મર્મરોની મોરલી, પળ-ઘડી ને પ્રહરોરૂપી ગાયો ને વાછડાંઓ, ક્ષિતિજની ઝૂલવાળી આભરૂપી કામળી વગેરે. સાંગ રૂપકનું ચમત્કૃતિભર્યું ઉદાહરણ પૂરું પાડે છે. | |||
એજ પ્રમાણે, | |||
{{Poem2Close}} | |||
{{Block center|'''<poem>ભિખ્ખુ થૈને તવ સમીપ જ્યાં આવિયો માઘ-વાયુ, | |||
તેને તારું પરણતણું તેં દૈ દીધું ઉત્તરીય.{{gap|4em}}(ધ્વનિ)</poem>'''}} | |||
{{Poem2Open}} | |||
સાંગ રૂપકનું ઉદાહરણ બને છે; ઉત્તરીય ભિક્ષુનું અંગવસ્ત્ર છે, એટલે એવું જ સંક્ષિપ્ત ‘સરસ્વતીચં’દ્ર’માંથી અહીં એક ઉદાહરણ લઈએ : | |||
“એ સૌનું ફળ એ હતું કે ભયંકર ગુમાનરૂપી સર્પ તેના કુમળા મગજમાં પેસી રહી કુંફાડા મારતો અને આખા શરીરમાં વિષમય ચંચળતા પ્રેરતો. માત્ર અમાત્ય-કુટુંબના સહજ વિનયરૂપ પોલા રાફડાથી વિષમય ચેતન ઢંકાઈ રહ્યું હતું.” | |||
ગુમાનરૂપી સર્પ, વિષમય ચંચળતા, તથા વિનયરૂપ પોલો રાફડો-એ બધા દ્વારા સાંગ રૂપક ઊભું થાય છે. | |||
{{Poem2Close}} | |||
'''(ब) નિરંગ રૂપક :''' | |||
{{Poem2Open}} | |||
રૂપક જ્યારે સાદું હોય, કોઈ બીજાં અંગો કે અવયવો વિનાનું હોય, ત્યારે તે નિરંગ અથવા નિરવયવ રૂપક ગણાય. | |||
સાધુજનોની હૃદયગંગા સૌને પવિત્ર કરતી હોય છે. | |||
અહીં ‘હૃદયરૂપી ગંગા’ એમ કહેવાનો ઉદ્દેશ છે; હૃદય અને ગંગા વચ્ચે અભેદ છે, માટે આ રૂપક થયું. એનાં બીજાં કોઈ અંગ છે નહિ, માટે તે નિરંગ અથવા સાદું રૂપક કહી શકાય. | |||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<br> | <br> | ||