દેવોની ઘાટી/દેવોની ઘાટી: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
| (3 intermediate revisions by the same user not shown) | |||
| Line 153: | Line 153: | ||
ખીણ હવે પહોળી થતી જતી હતી. વાડીઓ વધતી જતી હતી. પ્લમના ઢગલે ઢગલા પ્લમનાં ઝાડ નીચે પડ્યા હોય. લાકડાનાં ખોખાંમાં ગણતરીબંધ ભરાતાં હોય. ખૂબાની અને લાલ લાલ ચેરીની પણ આ ઋતુ છે. ચેરી અને ખૂબાની તો મોંમાં મૂકતાં મોટું રસબસ થઈ જાય. અહીંનાં મોટા ભાગનાં ઘર લાકડામાંથી બનાવેલાં. અહીં જંગલો ઘણાં, પણ એ પણ કપાતાં કપાતાં આછાં થતાં ગયાં છે. જંગલ ખાતાએ ઠેર ઠેર આવાં સૂત્રો લખેલાં છે. | ખીણ હવે પહોળી થતી જતી હતી. વાડીઓ વધતી જતી હતી. પ્લમના ઢગલે ઢગલા પ્લમનાં ઝાડ નીચે પડ્યા હોય. લાકડાનાં ખોખાંમાં ગણતરીબંધ ભરાતાં હોય. ખૂબાની અને લાલ લાલ ચેરીની પણ આ ઋતુ છે. ચેરી અને ખૂબાની તો મોંમાં મૂકતાં મોટું રસબસ થઈ જાય. અહીંનાં મોટા ભાગનાં ઘર લાકડામાંથી બનાવેલાં. અહીં જંગલો ઘણાં, પણ એ પણ કપાતાં કપાતાં આછાં થતાં ગયાં છે. જંગલ ખાતાએ ઠેર ઠેર આવાં સૂત્રો લખેલાં છે. | ||
{{Poem2Close}} | |||
<poem> | |||
નંગી ધરતી કરે પુકાર | નંગી ધરતી કરે પુકાર | ||
વૃક્ષ લગાકર કરો શૃંગાર | વૃક્ષ લગાકર કરો શૃંગાર | ||
</poem> | |||
{{Poem2Open}} | |||
કુલ્લૂ નગરનો વિસ્તાર શરૂ થયો. નદીની જમણી બાજુએ પહાડના ઢોળાવ પર ઘર આવવા લાગ્યાં. ડાબી બાજુ બરાબર વિપાશાને કાંઠે એક મંદિર. કોઈ દેવીનું મંદિર હતું. અહીં વિપાશા સમતલ પર વહેતી હતી. મંદિરને અડીને જ ઘાટ. નાહવાનું મન થઈ ગયું, પણ હું તો બસમાં હતો. નદીકિનારા અને ઢોળાવ વચ્ચે પહોળાઈ ઓછી. બસ ગામને વીંધી બહાર નીકળી. છેલ્લા સ્ટૉપે હું ઊતરી ગયો. અહીંથી વિપાશા દૂર વહે છે. પણ અહીં ઊભા રહેતાં હિમશિખર નીચેના આસપાસના હરિયાળા પહાડો જોયા કરીએ, એવી સરસ ગોઠવણી છે. એમની સડકની બાજુમાં એક ઝાડ નીચે પીવાના પાણીનો એક નળ હતો. તરસ લાગી હતી. ધરાઈને ઠંડું પાણી પીધું. એક કુલ્ફીવાળો પાણી પીતાં પીતાં કહે – ‘કુલ્લૂમાં આટલી ગરમી કદી પડી નથી.’ પણ આ તાપ વાદળિયો તાપ હતો. કદાચ વરસાદ લાવે. આવે વરસાદને આવવું હોય તો! વરસાદમાં આ પહાડોની શોભા અનેરી બની જતી હશે. | કુલ્લૂ નગરનો વિસ્તાર શરૂ થયો. નદીની જમણી બાજુએ પહાડના ઢોળાવ પર ઘર આવવા લાગ્યાં. ડાબી બાજુ બરાબર વિપાશાને કાંઠે એક મંદિર. કોઈ દેવીનું મંદિર હતું. અહીં વિપાશા સમતલ પર વહેતી હતી. મંદિરને અડીને જ ઘાટ. નાહવાનું મન થઈ ગયું, પણ હું તો બસમાં હતો. નદીકિનારા અને ઢોળાવ વચ્ચે પહોળાઈ ઓછી. બસ ગામને વીંધી બહાર નીકળી. છેલ્લા સ્ટૉપે હું ઊતરી ગયો. અહીંથી વિપાશા દૂર વહે છે. પણ અહીં ઊભા રહેતાં હિમશિખર નીચેના આસપાસના હરિયાળા પહાડો જોયા કરીએ, એવી સરસ ગોઠવણી છે. એમની સડકની બાજુમાં એક ઝાડ નીચે પીવાના પાણીનો એક નળ હતો. તરસ લાગી હતી. ધરાઈને ઠંડું પાણી પીધું. એક કુલ્ફીવાળો પાણી પીતાં પીતાં કહે – ‘કુલ્લૂમાં આટલી ગરમી કદી પડી નથી.’ પણ આ તાપ વાદળિયો તાપ હતો. કદાચ વરસાદ લાવે. આવે વરસાદને આવવું હોય તો! વરસાદમાં આ પહાડોની શોભા અનેરી બની જતી હશે. | ||
| Line 192: | Line 194: | ||
રાત્રિના દશ થયા છે. બિયાસને કાંઠે છું. રૂમની બારી ખોલી નાખી છે. બિયાસની ઘોર ગર્જના એકધારી સંભળાય છે. સામે પુલ પર અજવાળું હોવાથી તે દેખાય છે. ખાસ અવરજવર નથી. આ રૂમમાં જે બીજા ત્રણ સહયાત્રીઓ છે, તે વિદેશી છે. બધા આ પ્રદેશમાં ટ્રૅકિંગ માટે આવ્યા છે. એક ઇઝરાયલના છે. એને પેટમાં દુઃખે છે. પેટ દબાવી સૂતા છે. કાલે એ કાંગરાવેલી ભણી જવાના છે. બીજા બે રોહતાંગ પાર કરી લાહુલ-સ્પિતિના કેલાંગ ગામે જવાના છે. ગઈ કાલે પેલી હોટલની ડૉર્મિટરીમાં થોડા શરાબીઓ પણ હતા. મોડે સુધી શરાબ પીતા વાતો કરતા રહ્યા હતા. આ લોકો જાણે બોલતા નથી. સામાન પેક કરે છે – આગળ જવા માટે. કેવા કેવા લોકો મળે છે. સાંજ વખતે મનાલીના સાંકડા માર્ગમાં તમને રૂપાળા યુવક-યુવતીઓના મેળા જોવા મળે. આજે ત્રીજનો બંકિમ ચંદ્ર એક પર્વતની ધારે દેખાયો હતો. ત્રીજનો ચંદ્ર જોઈ મને હંમેશાં કવિ સુન્દરમ્ની એ નામની એક કવિતા, જે ગ્રંથસ્થ થઈ નથી, એકદમ યાદ આવી જાય છે. આજેય યાદ આવી અને હું મનોમન બોલ્યો : ગુજરાતી ઉચ્ચારવું જરા જાણે અડવું તો લાગ્યું : | રાત્રિના દશ થયા છે. બિયાસને કાંઠે છું. રૂમની બારી ખોલી નાખી છે. બિયાસની ઘોર ગર્જના એકધારી સંભળાય છે. સામે પુલ પર અજવાળું હોવાથી તે દેખાય છે. ખાસ અવરજવર નથી. આ રૂમમાં જે બીજા ત્રણ સહયાત્રીઓ છે, તે વિદેશી છે. બધા આ પ્રદેશમાં ટ્રૅકિંગ માટે આવ્યા છે. એક ઇઝરાયલના છે. એને પેટમાં દુઃખે છે. પેટ દબાવી સૂતા છે. કાલે એ કાંગરાવેલી ભણી જવાના છે. બીજા બે રોહતાંગ પાર કરી લાહુલ-સ્પિતિના કેલાંગ ગામે જવાના છે. ગઈ કાલે પેલી હોટલની ડૉર્મિટરીમાં થોડા શરાબીઓ પણ હતા. મોડે સુધી શરાબ પીતા વાતો કરતા રહ્યા હતા. આ લોકો જાણે બોલતા નથી. સામાન પેક કરે છે – આગળ જવા માટે. કેવા કેવા લોકો મળે છે. સાંજ વખતે મનાલીના સાંકડા માર્ગમાં તમને રૂપાળા યુવક-યુવતીઓના મેળા જોવા મળે. આજે ત્રીજનો બંકિમ ચંદ્ર એક પર્વતની ધારે દેખાયો હતો. ત્રીજનો ચંદ્ર જોઈ મને હંમેશાં કવિ સુન્દરમ્ની એ નામની એક કવિતા, જે ગ્રંથસ્થ થઈ નથી, એકદમ યાદ આવી જાય છે. આજેય યાદ આવી અને હું મનોમન બોલ્યો : ગુજરાતી ઉચ્ચારવું જરા જાણે અડવું તો લાગ્યું : | ||
{{Poem2Close}} | |||
ઝાઝી મને ના ગમતીય પૂર્ણિમા | <poem> | ||
ના કે ગમે બીજતણી કલાયે | '''ઝાઝી મને ના ગમતીય પૂર્ણિમા''' | ||
મને ગમે ચંદ્ર માત્ર ત્રીજનો… | '''ના કે ગમે બીજતણી કલાયે''' | ||
'''મને ગમે ચંદ્ર માત્ર ત્રીજનો…''' | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
બહુ લાંબી કવિતા છે. કલ્પના એવી છે કે પૂનમ હોય તો આકાશના બધા તારા ઝાંખા પડી જાય; એટલે મને એ ઝાઝી ગમતી નથી; જ્યારે બીજનો ચંદ્ર જોઈ કલ્પના કરવા જઈએ કે પ્રિયાની સાથે એની શી ઉપમા આપીએ, એટલામાં તો આથમી જાય; એટલે એ પણ ગમતી નથી. ત્રીજનો ચંદ્ર બરાબર, એને જોતાં નિરાંતે કલ્પના સૂઝે છે કે મારી માશૂકના સુનેત્રની વાંકી છટા મને જોઈ રહી છે! મેં ચંદ્ર ભણી જોયું. કોની આંખોને યાદ કરું છું? પણ આપણાથી કવિઓને રવાડે ન ચઢાય. બસ ચંદ્ર છે. સુંદર છે. આ પહાડની ધારે સુંદરતર છે. એ પછી તિબેટી બજારમાં ફર્યો હતો. મારે કંઈક યાદગીરી લેવી હતી પણ કંઈ નક્કી કરી શકાયું નહિ. | બહુ લાંબી કવિતા છે. કલ્પના એવી છે કે પૂનમ હોય તો આકાશના બધા તારા ઝાંખા પડી જાય; એટલે મને એ ઝાઝી ગમતી નથી; જ્યારે બીજનો ચંદ્ર જોઈ કલ્પના કરવા જઈએ કે પ્રિયાની સાથે એની શી ઉપમા આપીએ, એટલામાં તો આથમી જાય; એટલે એ પણ ગમતી નથી. ત્રીજનો ચંદ્ર બરાબર, એને જોતાં નિરાંતે કલ્પના સૂઝે છે કે મારી માશૂકના સુનેત્રની વાંકી છટા મને જોઈ રહી છે! મેં ચંદ્ર ભણી જોયું. કોની આંખોને યાદ કરું છું? પણ આપણાથી કવિઓને રવાડે ન ચઢાય. બસ ચંદ્ર છે. સુંદર છે. આ પહાડની ધારે સુંદરતર છે. એ પછી તિબેટી બજારમાં ફર્યો હતો. મારે કંઈક યાદગીરી લેવી હતી પણ કંઈ નક્કી કરી શકાયું નહિ. | ||
| Line 226: | Line 230: | ||
આજનું મનાલી નીચે રહ્યું હતું. વિપાશાની ઘાટીની ઝલક અહીંથી થતી હતી. દેવદારુના વનમાંથી પંખીઓના અવાજ આવે છે. ઊંચેથી બરફનાં સફેદ અને બીજાં લીલાં શિખરોની હારમાળા ચિત્રાંકિત હોય એવી લાગે છે. મેં એક ફોટો લીધો, થોડાં ડગલાં ચઢ્યા પછી એ જ દૃશ્ય અધિક રમ્ય અને ભવ્ય લાગતાં ફરી ફોટો લીધો. આમ ને આમ દશ દૃશ્ય ડગલાં ચઢીને જોવા જતાં તો અહીં જ રોલ પૂરો થઈ જશે. પણ દૃશ્યને અંક્તિ કરી રાખવાનો લોભ જ એવો થાય! આ સૂર્યોદય વેળાએ ક્ષણેક્ષણ દૃશ્ય બદલાતું જાય છે. કવિ માઘે સુંદરતાની રમણીયતા રૂપની એ જ તો વ્યાખ્યા આપી છે. | આજનું મનાલી નીચે રહ્યું હતું. વિપાશાની ઘાટીની ઝલક અહીંથી થતી હતી. દેવદારુના વનમાંથી પંખીઓના અવાજ આવે છે. ઊંચેથી બરફનાં સફેદ અને બીજાં લીલાં શિખરોની હારમાળા ચિત્રાંકિત હોય એવી લાગે છે. મેં એક ફોટો લીધો, થોડાં ડગલાં ચઢ્યા પછી એ જ દૃશ્ય અધિક રમ્ય અને ભવ્ય લાગતાં ફરી ફોટો લીધો. આમ ને આમ દશ દૃશ્ય ડગલાં ચઢીને જોવા જતાં તો અહીં જ રોલ પૂરો થઈ જશે. પણ દૃશ્યને અંક્તિ કરી રાખવાનો લોભ જ એવો થાય! આ સૂર્યોદય વેળાએ ક્ષણેક્ષણ દૃશ્ય બદલાતું જાય છે. કવિ માઘે સુંદરતાની રમણીયતા રૂપની એ જ તો વ્યાખ્યા આપી છે. | ||
{{Poem2Close}} | |||
ક્ષણે ક્ષણે યન્નવતામુપૈતિ | <poem> | ||
તદેવ રૂ૫ં રમણીયતાયાઃ | '''ક્ષણે ક્ષણે યન્નવતામુપૈતિ''' | ||
'''તદેવ રૂ૫ં રમણીયતાયાઃ''' | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
આવે વખતે એકલા હોવાનો અફસોસ થાય. પણ આ એક વિરાટ દેવદારુની એક અપત્ર ડાળી પર બેસી બોલતું પંખી તો હતું. દેવદારુના વનમાં હવે લાંબા લાંબા છાયાસ્તંભો રચાતા હતા. આનો શો અર્થ થશે? ફ્રેંચ કવિ બોદલેરની કાવ્યપંક્તિઓ યાદ કરવા મથ્યો પણ ‘ફોરેસ્ટ ઑફ સિમ્બોલ્સ’ – ‘પ્રતીકોનું અરણ્ય’ એટલું યાદ આવ્યું. | આવે વખતે એકલા હોવાનો અફસોસ થાય. પણ આ એક વિરાટ દેવદારુની એક અપત્ર ડાળી પર બેસી બોલતું પંખી તો હતું. દેવદારુના વનમાં હવે લાંબા લાંબા છાયાસ્તંભો રચાતા હતા. આનો શો અર્થ થશે? ફ્રેંચ કવિ બોદલેરની કાવ્યપંક્તિઓ યાદ કરવા મથ્યો પણ ‘ફોરેસ્ટ ઑફ સિમ્બોલ્સ’ – ‘પ્રતીકોનું અરણ્ય’ એટલું યાદ આવ્યું. | ||
| Line 292: | Line 298: | ||
ફરી પાછો વિપાશાને તીરે છું. | ફરી પાછો વિપાશાને તીરે છું. | ||
૧ જુલાઈ, ૧૯૮૭ | '''<center>૧ જુલાઈ, ૧૯૮૭</center>''' | ||
મનાલીથી રાત આખી બસમાં મુસાફરી કરીને સવારે ચંડીગઢના બસ-સ્ટેશને ઊતર્યો. હજી ભરભાંખળું હતું અને જાણે ચારે દિશાઓ ખુલ્લી રાખીને ખુલ્લા આકાશ તળે સૂતેલા નગરની આંખોમાં હજી કદાચ ગુલાબી નીંદર છે. ચંડીગઢને ‘ગુલાબનું નગર’ કહે છે એટલે નીંદર આગળ ગુલાબી વિશેષણ જોડાઈ ગયું, નહિતર એમ કહેવું પડે કે આંખોમાં આશંકાનાં દુઃસ્વપ્ન વિચરણ કરતાં હશે. આ પણ કદાચ મારી ધારણા હોય, કેમ કે આશંકા તો મારા મનમાં હતી. ચંડીગઢ બસ-સ્ટેશને વહેલા ઊતર્યા પછી એના પહોળા વિજન માર્ગો અને ઉપમાર્ગો વટાવી મારા યજમાન મિત્રને ત્યાં પહોંચવું કેટલું સલામતીભર્યું કહેવાય – આ દિવસોમાં? પંજાબ આખું જ્યારે આતંકવાદના ઓળા નીચે શ્વાસ લેતું હોય ત્યારે બહારના અજાણ્યા આગન્તુકને તો ભય લાગ્યા વિના કેમ રહે! સાંજના પાંચ વાગ્યા પછી ઘરની બહાર ન નીકળનાર ચંડીગઢના અંગ્રેજીના અધ્યાપક દેવિન્દરમોહને મને સિમલામાં જ ગભરાવી દીધો હતો. એમણે તો ચંડીગઢની મુસાફરી ટાળવાનો સંકેત પણ કરેલો. | મનાલીથી રાત આખી બસમાં મુસાફરી કરીને સવારે ચંડીગઢના બસ-સ્ટેશને ઊતર્યો. હજી ભરભાંખળું હતું અને જાણે ચારે દિશાઓ ખુલ્લી રાખીને ખુલ્લા આકાશ તળે સૂતેલા નગરની આંખોમાં હજી કદાચ ગુલાબી નીંદર છે. ચંડીગઢને ‘ગુલાબનું નગર’ કહે છે એટલે નીંદર આગળ ગુલાબી વિશેષણ જોડાઈ ગયું, નહિતર એમ કહેવું પડે કે આંખોમાં આશંકાનાં દુઃસ્વપ્ન વિચરણ કરતાં હશે. આ પણ કદાચ મારી ધારણા હોય, કેમ કે આશંકા તો મારા મનમાં હતી. ચંડીગઢ બસ-સ્ટેશને વહેલા ઊતર્યા પછી એના પહોળા વિજન માર્ગો અને ઉપમાર્ગો વટાવી મારા યજમાન મિત્રને ત્યાં પહોંચવું કેટલું સલામતીભર્યું કહેવાય – આ દિવસોમાં? પંજાબ આખું જ્યારે આતંકવાદના ઓળા નીચે શ્વાસ લેતું હોય ત્યારે બહારના અજાણ્યા આગન્તુકને તો ભય લાગ્યા વિના કેમ રહે! સાંજના પાંચ વાગ્યા પછી ઘરની બહાર ન નીકળનાર ચંડીગઢના અંગ્રેજીના અધ્યાપક દેવિન્દરમોહને મને સિમલામાં જ ગભરાવી દીધો હતો. એમણે તો ચંડીગઢની મુસાફરી ટાળવાનો સંકેત પણ કરેલો. | ||
| Line 323: | Line 330: | ||
મેં માત્ર સેક્ટર અને ઘરનંબર રિક્ષાવાળાને આપેલાં હતાં. એ ખોટે માર્ગે તો નથી ને? પણ કોઈનેય પૂછ્યા વિના એ ૩૯૪/૧૫ એ મકાન આગળ આવીને ઊભો. બાલ્કનીમાંથી મને આવકારતા બે ચહેરા દેખાયા — ‘આઇયે.’ | મેં માત્ર સેક્ટર અને ઘરનંબર રિક્ષાવાળાને આપેલાં હતાં. એ ખોટે માર્ગે તો નથી ને? પણ કોઈનેય પૂછ્યા વિના એ ૩૯૪/૧૫ એ મકાન આગળ આવીને ઊભો. બાલ્કનીમાંથી મને આવકારતા બે ચહેરા દેખાયા — ‘આઇયે.’ | ||
૧લી જુલાઈ, ૧૯૮૭ | '''<center>૧લી જુલાઈ, ૧૯૮૭</center>''' | ||
સમગ્ર ચંડીગઢના આયોજનમાં એક મહત્ત્વનું પરિબળ તે સૂર્ય. ગરમીના દિવસોમાં સૂર્ય જ્યારે આક્રમક હોય ત્યારે એના પ્રતાપથી કેમ બચવું એ આ નગરના સ્થપતિઓની નજર સામે અહીંની સૌ ઇમારતો અને રહેણાંક વિસ્તારોની ડિઝાઇન કરતી વખતે રહ્યું છે. સૂર્યનું આ નગર છે. | સમગ્ર ચંડીગઢના આયોજનમાં એક મહત્ત્વનું પરિબળ તે સૂર્ય. ગરમીના દિવસોમાં સૂર્ય જ્યારે આક્રમક હોય ત્યારે એના પ્રતાપથી કેમ બચવું એ આ નગરના સ્થપતિઓની નજર સામે અહીંની સૌ ઇમારતો અને રહેણાંક વિસ્તારોની ડિઝાઇન કરતી વખતે રહ્યું છે. સૂર્યનું આ નગર છે. | ||
| Line 352: | Line 359: | ||
સ્વાભાવિકતા જાળવી રાખવા અમે બસ-સ્ટૅન્ડ પર જઈ ઊભાં. બસમાં બેસીને પંદર નંબર સેક્ટરમાં પહોંચ્યા. મને થયું, પંજાબના આ તોફાનોના દરિયામાં એની રાજધાની ચંડીગઢ શું એક અસ્પૃષ્ટ ટાપુ છે? | સ્વાભાવિકતા જાળવી રાખવા અમે બસ-સ્ટૅન્ડ પર જઈ ઊભાં. બસમાં બેસીને પંદર નંબર સેક્ટરમાં પહોંચ્યા. મને થયું, પંજાબના આ તોફાનોના દરિયામાં એની રાજધાની ચંડીગઢ શું એક અસ્પૃષ્ટ ટાપુ છે? | ||
૨ જુલાઈ, ૧૯૮૭ | '''<center>૨ જુલાઈ, ૧૯૮૭</center>''' | ||
આ દિવસોમાં ચંડીગઢ એટલે પંજાબમાં આતંકવાદીઓ સાથેના સંઘર્ષના સત્તાવાર સમાચાર આપતું એક મથક ભલે બની ગયું હોય, પણ એની ઓળખ પ્રવાસીઓમાં તો ‘સિટી બ્યુટીફૂલ’ કે ‘સિટી ઑફ રોઝિઝ’, ‘સિલ્વર સિટી’ કે ‘સિટી ઑફ સન, સ્પેસ ઍન્ડ સાઇલન્સ’ તરીકે રહી છે. ચંડીગઢના કોઈ પણ પ્રવાસીને આ બધી ઓળખોમાં બહુ અતિશયોક્તિ નહિ લાગવાની. ખરેખર આધુનિક યુગનું એક સુંદર આધુનિક નગર છે. | આ દિવસોમાં ચંડીગઢ એટલે પંજાબમાં આતંકવાદીઓ સાથેના સંઘર્ષના સત્તાવાર સમાચાર આપતું એક મથક ભલે બની ગયું હોય, પણ એની ઓળખ પ્રવાસીઓમાં તો ‘સિટી બ્યુટીફૂલ’ કે ‘સિટી ઑફ રોઝિઝ’, ‘સિલ્વર સિટી’ કે ‘સિટી ઑફ સન, સ્પેસ ઍન્ડ સાઇલન્સ’ તરીકે રહી છે. ચંડીગઢના કોઈ પણ પ્રવાસીને આ બધી ઓળખોમાં બહુ અતિશયોક્તિ નહિ લાગવાની. ખરેખર આધુનિક યુગનું એક સુંદર આધુનિક નગર છે. | ||
| Line 383: | Line 391: | ||
નેકચંદનો આ રૉક ગાર્ડન રોઝ ગાર્ડનના આ નગરમાં આશ્ચર્ય પમાડે છે. ભંગારમાંથી જે અનેરી દુનિયા બની આવી છે, તે જોતાં તેની પાછળ કામ કરતી એક અદના માણસ – નેકચંદની સર્જનાત્મક દૃષ્ટિનું અભિનંદન કરવાનું મન થાય છે. | નેકચંદનો આ રૉક ગાર્ડન રોઝ ગાર્ડનના આ નગરમાં આશ્ચર્ય પમાડે છે. ભંગારમાંથી જે અનેરી દુનિયા બની આવી છે, તે જોતાં તેની પાછળ કામ કરતી એક અદના માણસ – નેકચંદની સર્જનાત્મક દૃષ્ટિનું અભિનંદન કરવાનું મન થાય છે. | ||
૩ જુલાઈ, ૧૯૮૭ | '''<center>૩ જુલાઈ, ૧૯૮૭</center>''' | ||
એરપૉર્ટ ચંડીગઢ. | એરપૉર્ટ ચંડીગઢ. | ||
| Line 391: | Line 399: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{HeaderNav2 | |||
|previous = સિમલા ડાયરી | |||
|next = કેરલપત્રમ્ | |||
}} | |||