કાવ્ય-આચમન શ્રેણી – બાલમુકુન્દ દવે/૩૬. પારાવારના પ્રવાસી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૩૬. પારાવારના પ્રવાસી | બાલમુકુન્દ દવે}} <poem> ::આપણે તે દેશ કે...")
 
No edit summary
 
Line 28: Line 28:
{{Right|(બૃહદ્ પરિક્રમા, પૃ. ૧૩૨)}}
{{Right|(બૃહદ્ પરિક્રમા, પૃ. ૧૩૨)}}
</poem>
</poem>
{{HeaderNav2
|previous = ૩૫. જૂનું ઘર ખાલી કરતાં
|next = ૩૭. પૂજાની ઓરડી
}}

Latest revision as of 09:00, 18 September 2021


૩૬. પારાવારના પ્રવાસી

બાલમુકુન્દ દવે

આપણે તે દેશ કેવા?
આપણે વિદેશ કેવા?
આપણે પ્રવાસી પારાવારના હે...જી.

સંતરી સૂતેલા ત્યારે
આપણે અખંડ જાગ્યા,
કોટડાં કૂદીને ભાગ્યા,
આપણે કેદી ના કારાગારના હે...જી.
આપણે પ્રવાસી પારાવારના હે...જી.

આપણે પંખેરું પ્યાસી
ઊડિયાં અંધાર વીંઝી,
પાંખ જો પ્રકાશ-ભીંજી,
આપણે પીનારાં તેજલધારનાં હે...જી.
આપણે પ્રવાસી પારાવારનાં હે...જી.

આપણે ભજનિક ભારે,
આપણે તે એકતારે
રણકે છે રામ જ્યારે,
આપણા આનંદ અપરંપારના હે...જી.
આપણે પ્રવાસી પારાવારના હે...જી.
૧૪-૮-’૪૬
(બૃહદ્ પરિક્રમા, પૃ. ૧૩૨)