કાવ્ય-આચમન શ્રેણી – બાલમુકુન્દ દવે/૩૯. લાડકડી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૩૯. લાડકડી|બાલમુકુન્દ દવે}} <poem> પીઠી ચોળી લાડકડી! ચૂંદડી ઓઢ...")
 
No edit summary
 
Line 25: Line 25:
{{Right|(બૃહદ્ પરિક્રમા, પૃ. ૧૪૦) }}
{{Right|(બૃહદ્ પરિક્રમા, પૃ. ૧૪૦) }}
</poem>
</poem>
{{HeaderNav2
|previous = ૩૮. ધરતીની માયા
|next = ૪૦. સોનચંપો
}}

Latest revision as of 09:02, 18 September 2021


૩૯. લાડકડી

બાલમુકુન્દ દવે

પીઠી ચોળી લાડકડી!
ચૂંદડી ઓઢી લાડકડી!
ચૂંદડીએ ધબકારા ઢાંક્યા
— ને કરમાં કર સોંપ્યા લાડકડી!

મીઠી, આવો લાડકડી!
કેમ કહું જાઓ લાડકડી?
તું શાની સાપનો ભારો?
— તું તુલસીનો ક્યારો લાડકડી!

ચરકલડી ચાલી લાડકડી,
રહેશે ના ઝાલી લાડકડી!
આછેરી શીમળાની છાયા :
— એવી તારી માયા લાડકડી!

સોડમાં લીધાં લાડકડી!
આંખ ભરી પીધાં લાડકડી!
હીબકાંને હૈયામાં રૂંધ્યાં
— ને પારકાં કીધાં લાડકડી!
(બૃહદ્ પરિક્રમા, પૃ. ૧૪૦)