કાવ્ય-આચમન શ્રેણી – બાલમુકુન્દ દવે/૪૭. ઇજન: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૪૭. ઇજન|બાલમુકુન્દ દવે}} <poem> આભલે શત શત શગના દીવા :: કે શગે શગે...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 26: | Line 26: | ||
{{Right|(બૃહ દ્ પરિક્રમા, પૃ. ૧૬૩)}} | {{Right|(બૃહ દ્ પરિક્રમા, પૃ. ૧૬૩)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav2 | |||
|previous = ૪૬. કનકકોડિયું | |||
|next = ૪૮. જલ બોલે | |||
}} |
Latest revision as of 09:09, 18 September 2021
૪૭. ઇજન
બાલમુકુન્દ દવે
આભલે શત શત શગના દીવા
કે શગે શગે સમણાં હસે રસરાજ!
આવજો સમણાંના વીણનારા!
કે અવસર વહી જશે રસરાજ!
નાવલિયો નેણલે જોવનાઈ પીએ,
કે રગે રગે મીઠું ડસે રસરાજ!
આવજો જોવનાઈના ઝીલનારા!
કે અવસર વહી જશે રસરાજ!
ચાંદલિયો ભીની ભીની ચાંદની ચૂએ,
કે રસિયાંને રંગે રસે રસરાજ!
આવજો છાંટણે છંટનારાં,
કે અવસર વહી જશે રસરાજ!
કંચવો ભીંજે કસૂંબલા કોરે —
કે પાલવને કેટલો સંકોરે રસરાજ?
આવજો પ્રીત્યુંના પ્રીછનારા!
કે અવસર વહી જશે રસરાજ!
(બૃહ દ્ પરિક્રમા, પૃ. ૧૬૩)