કાવ્ય-આચમન શ્રેણી – સુન્દરમ્/૧૨. એક સવારે: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧૨. એક સવારે| સુન્દરમ્}} <poem> ::એક સવારે આવી મુજને કોણ ગયું ઝબક...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
(One intermediate revision by the same user not shown) | |||
Line 17: | Line 17: | ||
</poem> | </poem> | ||
{{Right|(વસુધા, ૧૯૬૪ પૃ. ૫)}} | {{Right|(વસુધા, ૧૯૬૪ પૃ. ૫)}} | ||
{{HeaderNav | |||
|previous = [[કાવ્ય-આચમન શ્રેણી – સુન્દરમ્/૧૧. રંગ રંગ વાદળિયાં|૧૧. રંગ રંગ વાદળિયાં]] | |||
|next = [[કાવ્ય-આચમન શ્રેણી – સુન્દરમ્/૧૩. હંકારી જા|૧૩. હંકારી જા]] | |||
}} |
Latest revision as of 11:10, 18 September 2021
૧૨. એક સવારે
સુન્દરમ્
એક સવારે આવી
મુજને કોણ ગયું ઝબકાવી?
વસંતની ફૂલમાળા પ્હેરી,
કોકિલની લઈ બંસી,
પગારની પાવડીએ આવી,
કોણ ગયું ઉર પેસી? મુજનેo
કિરણ તણી કોમળ અંગુલિએ
મુજ ચેતન ઝંકારી,
તેજ તરંગે રમાડતું મને
સોનલ એના સ્નેહસુહાગે
કોણ રહ્યું ઠમકારી? મુજનેo
(વસુધા, ૧૯૬૪ પૃ. ૫)