કાવ્ય-આચમન શ્રેણી – સુન્દરમ્/૧૪. નમું: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૧૪. નમું| સુન્દરમ્}} <poem> નમું તને, પથ્થરને? નહીં, નહીં, શ્રદ્ધ...")
 
No edit summary
 
Line 23: Line 23:
</poem>
</poem>
{{Right|(વસુધા, પૃ. ૧૦)}}
{{Right|(વસુધા, પૃ. ૧૦)}}
{{HeaderNav2
|previous = ૧૩. હંકારી જા
|next = ૧૫. ગઠરિયાં
}}

Latest revision as of 11:12, 18 September 2021

૧૪. નમું

સુન્દરમ્

નમું તને, પથ્થરને? નહીં, નહીં,
શ્રદ્ધા તણા આસનને નમું નમું:

જ્યાં માનવીનાં શિશુ અંતરોની
શ્રદ્ધાભરી પાવન અર્ચના ઠરી,
કે મુક્ત તલ્લીન પ્રભુપ્રમત્તની
આંખો જહીં પ્રેમળતા ઝરી ઝરી.

તું માનવીના મનમાં વસ્યો અને
તનેય આ માનવ માનવે કર્યો;
મનુષ્યની માનવતાની જીત આ
થયેલ ભાળી અહીં, તેહને નમું.

તું કાષ્ઠમાં, પથ્થર, વૃક્ષ, સર્વમાં,
શ્રદ્ધા ઠરી જ્યાં જઈ ત્યાં, બધે જ તું.
તને નમું, પથ્થરનેય હું નમું,
શ્રદ્ધા તણું આસન જ્યાં નમું તહીં.

૨૭ જુલાઈ, ૧૯૩૯

(વસુધા, પૃ. ૧૦)