કાવ્ય-આચમન શ્રેણી – સુન્દરમ્/૨૮. મળ્યાં: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૨૮. મળ્યાં| સુન્દરમ્}} <poem> મળ્યાં વિરહના અનેક કપરા દિનોની પછ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 16: | Line 16: | ||
</poem> | </poem> | ||
{{Right|(યાત્રા, પૃ. ૨૩)}} | {{Right|(યાત્રા, પૃ. ૨૩)}} | ||
{{HeaderNav2 | |||
|previous = ૨૭. અહો ગગનચારિ! | |||
|next = ૨૯. નહિ છૂપે | |||
}} |
Latest revision as of 11:32, 18 September 2021
૨૮. મળ્યાં
સુન્દરમ્
મળ્યાં વિરહના અનેક કપરા દિનોની પછી.
મહાજનસમૂહમાં કરત માર્ગ ધીરે ધીરે,
ઘડી ઘડી અનેક સંગ કરી ગોઠડી લ્હેરથી,
બધાંનું પતવી પછી બહુ નિરાંતથી તે મળ્યાં.
ઘણો સમય તો ન કાંઈ જ વદ્યાં, અને જ્યાં વદ્યાં
પૂછી ખબર અન્ય કોક તણી સાવ સાદીસીધી.
અને ખબર એ સુણી નહિ સુણી કરી બેઉ તે
અકંપ અણબોલ મૌન મહીં મૂક પાછાં સર્યાં,
ઘડી ઘડી ઉઠાવી નેણ નીરખ્યા કર્યું અન્યને.
એપ્રિલ, ૧૯૩૯
(યાત્રા, પૃ. ૨૩)