કાવ્ય-આચમન શ્રેણી – સુન્દરમ્/૫૧. કણ રે આપો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૫૧. કણ રે આપો| સુન્દરમ્}} <poem> એક કણ રે આપો, આખો મણ નહિ માગું, એક...")
 
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 3: Line 3:
<poem>
<poem>
એક કણ રે આપો,
એક કણ રે આપો,
આખો મણ નહિ માગું,
:: આખો મણ નહિ માગું,
એક કણ રે આપો, મારા રાજ!  
એક કણ રે આપો, મારા રાજ!  
આખો રે ભંડાર મારો એ રહ્યો.
:: આખો રે ભંડાર મારો એ રહ્યો.


એક આંગણું આપો,  
એક આંગણું આપો,  
Line 30: Line 30:
</poem>
</poem>
{{Right|(ચૂંટેલી કવિતા: સુન્દરમ્, પૃ. ૧૭૩-૧૭૪)}}
{{Right|(ચૂંટેલી કવિતા: સુન્દરમ્, પૃ. ૧૭૩-૧૭૪)}}
{{HeaderNav2
|previous = ૫૦. એક અચંબો
|next = કવિ અને કવિતાઃ સુન્દરમ્
}}

Latest revision as of 11:49, 18 September 2021

૫૧. કણ રે આપો

સુન્દરમ્

એક કણ રે આપો,
આખો મણ નહિ માગું,
એક કણ રે આપો, મારા રાજ!
આખો રે ભંડાર મારો એ રહ્યો.

એક આંગણું આપો,
આખું આભ નહિ માગું,
એક આંગણું આપો, મારા રાજ!
આખાં રે બ્રહ્માંડ મારાં એ રહ્યાં.

એક પાંદડી આપો,
આખું ફૂલ નહિ માગું,
એક પાંદડી આપો, મારા રાજ!
આખી રે વસંત મારી એ રહી.

એક ઘૂંટડો આપો,
આખો ઘટ નહિ માગું,
એક ઘૂંટડો આપો, મારા રાજ!
આખાં રે સરોવર મારાં એ રહ્યાં.

એક મીટડી આપો,
આખી પ્રીત નહિ માગું,
એક મીટડી આપો, મારા રાજ!
આખાં રે અમૃત મારાં એ રહ્યાં.

૧૩-૯-૧૯૬૧

(ચૂંટેલી કવિતા: સુન્દરમ્, પૃ. ૧૭૩-૧૭૪)