કાવ્ય-આચમન શ્રેણી – નલિન રાવળ/૧૯. કિલ્લો: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
(One intermediate revision by the same user not shown) | |||
Line 28: | Line 28: | ||
{{Right|(અવકાશપંખી, પૃ. ૪૦)}} | {{Right|(અવકાશપંખી, પૃ. ૪૦)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav | |||
|previous = [[કાવ્ય-આચમન શ્રેણી – નલિન રાવળ/ ૧૮. સિંહ|૧૮. સિંહ]] | |||
|next = [[કાવ્ય-આચમન શ્રેણી – નલિન રાવળ/૨૦. પાળિયો|૨૦. પાળિયો]] | |||
}} |
Latest revision as of 09:47, 18 September 2021
૧૯. કિલ્લો
નલિન રાવળ
(શ્રી શ્રીધરાણીને — એમણે શીખવેલા લયના સ્મરણમાં)
કરોળિયાના જાળા જેવું
બાઝ્યું
અહીં
આકાશ લટકતા કિલ્લાની ચારેબાજુ.
બરછી ભાલા તેગ ઢાલ
ઝૂઝતા મુછાળા જોદ્ધાનાં પ્હાડ-હાડ.
(જોબનવંતીનાં નેણ-બાણ)
દેમાર દોડતા ઘોડાની ખરીઓની કચ્ચર
ઢળતા હાથીના દળના દળની ધૂળ,
ધૂળ
માં
ઊખડેલાં વંશોનાં મૂળ
ઝંટીએ જોહરના અગ્નિની રાખ ઘૂમતો અવગતિયો વંટોળ
પાળિયા
ભૂંસતો
થળથળ.
પડતા આખડતા ટુરિસ્ટના
કૅમેરામાં
કેદ
લટકતો કિલ્લો;
કિલ્લાની ચારેબાજુ કરોળિયાના જાળા જેવું બાઝેલું આકાશ.
(અવકાશપંખી, પૃ. ૪૦)