કાવ્ય-આચમન શ્રેણી – નલિન રાવળ/૨૭. રેતપંખી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૨૭. રેતપંખી|નલિન રાવળ}} <poem> સુક્કાં તીક્ષ્ણ સળગતાં રેત રેતન...")
 
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 22: Line 22:
રેતપંખીનાં ખરખર ખરતાં પીંછાંમાંથી ખરખર ખરતી
રેતપંખીનાં ખરખર ખરતાં પીંછાંમાંથી ખરખર ખરતી
:::::: રેત રેતની વર્ષા
:::::: રેત રેતની વર્ષા
::: નીચે
::::::::: નીચે
::: સુક્કાં તીક્ષ્ણ સળગતાં રેત રેતનાં સ્વપ્નો
::: સુક્કાં તીક્ષ્ણ સળગતાં રેત રેતનાં સ્વપ્નો
::::: નીચે
::::: નીચે
Line 28: Line 28:
{{Right|(અવકાશપંખી, પૃ. ૭૮)}}
{{Right|(અવકાશપંખી, પૃ. ૭૮)}}
</poem>
</poem>
{{HeaderNav2
|previous = ૨૬. બિલાડી
|next = ૨૮. સાંધ્યગીત
}}

Latest revision as of 09:53, 18 September 2021


૨૭. રેતપંખી

નલિન રાવળ

સુક્કાં તીક્ષ્ણ સળગતાં રેત રેતનાં સ્વપ્નો
નીચે
રેત રેતનાં રડતાં નગરો
ઉપર
રેત રેત ને રેત રેતનું રણ

રેતીની આંધી
વચ્ચે
ઊભું
રેતીનું એ ખરતું પંખી


રેતપંખીની રેતીની બે — દિવસરાતની — ખરતી પાંખો,

રેતપંખીની રેતીની બે — સૂર્યચંદ્રની — ખરતી આંખો,

રેતપંખીનાં ખરખર ખરતાં પીંછાંમાંથી ખરખર ખરતી
રેત રેતની વર્ષા
નીચે
સુક્કાં તીક્ષ્ણ સળગતાં રેત રેતનાં સ્વપ્નો
નીચે
રેત રેતનાં રડતાં નગરો.
(અવકાશપંખી, પૃ. ૭૮)