કાવ્ય-આચમન શ્રેણી – પ્રિયકાન્ત મણિયાર/૩૦. છેલછબીલે: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
| (One intermediate revision by the same user not shown) | |||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|૩૦. છેલછબીલે| | {{Heading|૩૦. છેલછબીલે|પ્રિયકાન્ત મણિયાર}} | ||
<poem> | <poem> | ||
છેલછબીલે છાંટી મુજને છેલછબીલે છાંટી, | છેલછબીલે છાંટી મુજને છેલછબીલે છાંટી, | ||
| Line 23: | Line 23: | ||
{{Right|(આ નભ ઝૂક્યું, પૃ. ૮૭)}} | {{Right|(આ નભ ઝૂક્યું, પૃ. ૮૭)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav2 | |||
|previous = ૨૯. ઝરૂખે | |||
|next = ૩૧. અલબેલો | |||
}} | |||
Latest revision as of 08:28, 21 September 2021
૩૦. છેલછબીલે
પ્રિયકાન્ત મણિયાર
છેલછબીલે છાંટી મુજને છેલછબીલે છાંટી,
જમુના જલમાં રંગ ગુલાબી વાટી...
છેલછબીલે છાંટી!
અણજાણ અકેલી વહી રહી હું મૂકી મારગ ધોરી,
કહીં થકી તે એક જડી ગઈ હું જ રહેલી કોરી;
પાલવ સાથે ભાત પડી ગઈ ઘટને માથે ઘાટી!
છેલછબીલે છાંટી!
શ્રાવણનાં સોનેરી વાદળ વરસ્યાં ફાગણ માસે,
આજ નીસરી બ્હાર બ્હાવરી એ જ ભૂલ થૈ ભાસે;
સળવળ સળવળ થાય ઉરે જ્યમ પ્હેલી પ્હેરી હો કાંટી!
છેલછબીલે છાંટી!
તરબોળ ભીંજાણી થથરી રહી હું કેમ કરીને છટકું,
માધવને ત્યાં મનવી લેવા કરીને લોચન-લટકું,
જવા કરું ત્યાં એની નજરની અંતર પડતી આંટી!
છેલછબીલે છાંટી!
(આ નભ ઝૂક્યું, પૃ. ૮૭)