કાવ્ય-આચમન શ્રેણી – પ્રિયકાન્ત મણિયાર/૩૨. કેળનાં પાન: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૩૨. કેળનાં પાન| નલિન રાવળ}} <poem> આંખની સામે ઊડતાં ઊભાં કેળનાં...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
(One intermediate revision by the same user not shown) | |||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|૩૨. કેળનાં પાન| | {{Heading|૩૨. કેળનાં પાન|પ્રિયકાન્ત મણિયાર}} | ||
<poem> | <poem> | ||
આંખની સામે ઊડતાં ઊભાં કેળનાં વિશાળ પાન | આંખની સામે ઊડતાં ઊભાં કેળનાં વિશાળ પાન | ||
Line 26: | Line 26: | ||
{{Right|(આ નભ ઝૂક્યું, પૃ. ૯૧-૯૨)}} | {{Right|(આ નભ ઝૂક્યું, પૃ. ૯૧-૯૨)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav2 | |||
|previous = ૩૧. અલબેલો | |||
|next = ૩૩. લાવ થોડી વાર | |||
}} |
Latest revision as of 08:30, 21 September 2021
૩૨. કેળનાં પાન
પ્રિયકાન્ત મણિયાર
આંખની સામે ઊડતાં ઊભાં કેળનાં વિશાળ પાન
જાણે કાય વિનાની ગાય છે હવા લીલમલીલાં ગાન.
એટલાં પ્રલંબ
જાણે તરુ સ્વયં — કેટલું કાઢ્યું ગજું
જોકે ફળ ના હજુ.
જેટલાં મળે જલ
એટલાં સકળ પીતાં
જાય ના ટીપું એળે
તોય એ તરસ, તરસ, તરસ...
રંગ ના દૂજોઃ એકલ લીલમ લીલો
સાતમાંથી એક સહુથી મીઠો
તપતા રાતા સૂરજમાંથી સેરવી લીધો.
ડાંડલી ડોલે
બાજે ભૂંગળ ગાજ્યાં ગાન
એટલાં વેગે — કેટલાં કોમલ — જાય ચિરાઈ!
કરાલ મને સાંભરી આવે વાત.
દરિયો ભીષણ ખેડવો, ભલે સઢના ચીરા!
(આ નભ ઝૂક્યું, પૃ. ૯૧-૯૨)