મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/પદ (૩૪): Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પદ (૩૪)|રમણ સોની}} <poem> જાગો રે જશોદાના જીવન, વાહાણેલાં વાયાં;...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|પદ (૩૪)| | {{Heading|પદ (૩૪)|નરસિંહ મહેતા}} | ||
<poem> | <poem> |
Latest revision as of 04:58, 14 August 2021
પદ (૩૪)
નરસિંહ મહેતા
જાગો રે જશોદાના જીવન, વાહાણેલાં વાયાં;
તમારે ઓશીકે મારાં ચીર ચંપાયાં. ટેક.
પાસું રે મરડો તો વાહલા, ચીર લેઉં રે તાણી;
સરખી સમાણી સૈયરો સાથે, જાવું છે પાણી.
જાગો રે
પંખીડાં બોલે રે વાહલા, રજની રહી થોડી;
સેજલડીથી ઊઠો વાહલા, આળસડાં મોડી.
જાગો રે
સાદડી પાડું તો વાહલા, લોકડીઆં જાગે;
અંગુઠો મરડું તો, પગના ઘૂઘરા ગાજે.
જાગો રે
સાસુડી જાગે રે વેરણ નણદી જાગે;
ઓ પેલી પાડોસણને ઘેર, વલોણું વાગે.
જાગો રે
જેને જેવો ભાવ હોય તેને, તેવું રે થાએ;
નરસઈયાચા સ્વામી વિના રખે, વાહણલું વાએ.
જાગો રે