મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/ભાલણ પદ (૪): Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પદ (૪)|રમણ સોની}} <poem> માતાને મોેહન ધાવે માતાને મોહન ધાવે, અતિ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|પદ (૪)| | {{Heading|પદ (૪)|ભાલણ}} | ||
<poem> | <poem> |
Latest revision as of 05:38, 14 August 2021
પદ (૪)
ભાલણ
માતાને મોેહન ધાવે
માતાને મોહન ધાવે, અતિશે લાગે મીઠું રે;
ચૂલે પય ઉભરાવા લાગ્યું, યશોદાએ તે દીઠું રે.
અધધાવતો મૂક્યો અવની, જનની વેગે ચાલી રે;
આંખે અતિ ખરતાં આંસુ, હરજીએ છેડલે ઝાલી રે.
અતિ આકળી થઈ નીસરી, બળ કરી વછોડી રે;
ડંસ લેઈ ગોવિંદે તે વારે, મહીની ગોળી ફોડી રે.
પૂર નદીની પેરે ચાલે, હરજી સુખે માખણ ખાય રે;
ઊતરીને આવે જેટલે, તેટલે કૌતુક દીઠું માય રે.
બાલ માંકલડાંને ખવરાવે, નાચે પ્રેમે મુદિત થાય રે;
જનનીને આવતી જાણી, ભયભીત થઈ નાસી જાય રે.
કામઠી કરમાંહી લઈ, મૈયા પૂંઠે ધાય રે;
સાસ ભરાયે ભાલણપ્રભુ, લીલા બ્રહ્માદિક ગાય રે.