મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/ભાલણ પદ (૫): Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|પદ (૫) |રમણ સોની}} <poem> મીઠડા મા’વજી રે મીઠડા મા’વજી રે, મારે મં...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}


{{Heading|પદ (૫) |રમણ સોની}}
{{Heading|પદ (૫) |ભાલણ}}


<poem>
<poem>

Latest revision as of 05:38, 14 August 2021


પદ (૫)

ભાલણ

મીઠડા મા’વજી રે
મીઠડા મા’વજી રે, મારે મંદિરે આવો;
પ્રેમે પીરસું પરમાનંદ, કૂર ને દૂધ શિરાવો.

મથુરાં રિદ્ધિ પામ્યા ઘણી, વાધ્યું છે અતિ તેજ રે;
સહી જાણજો મારા સરખું, કો નહિ આણે હેજ.

ધવરાવીને હૈયે ચાંપતી, ત્યમ દેવકી નહિ ચાંપે રે;
રોમાંચિત મારી દેહડી થાતી, ત્યમ તેની નવ કાંપે.

માતા નહિ થાઉં તમારી, ધાવ કહીને જાણો રે;
મેં બાંધ્યો જે માખણ માટે, તેણે રોષ ભરાણો.

કાલિંદી માંહે તમ ઉપર, જે હું નવ ઝંપાવી રે;
જાણું છું તે વાત સંભારી, રીસ મન માંહે આવી.

તેં દીધો ત્યમ કોઈ દે નહિ, પ્રીત કરીને છેહ રે;
ભાલણપ્રભુ રઘુનાથ સંભારો, એક ઘડીનો નેહ.