મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/મીરાં પદ (૨): Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પદ (૨)|રમણ સોની}} <poem> ગોવિંદો પ્રાણ અમારો ગોવિંદો પ્રાણ અમાર...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|પદ (૨)| | {{Heading|પદ (૨)|મીરાં}} | ||
<poem> | <poem> | ||
ગોવિંદો પ્રાણ અમારો | ગોવિંદો પ્રાણ અમારો |
Latest revision as of 05:50, 14 August 2021
પદ (૨)
મીરાં
ગોવિંદો પ્રાણ અમારો
ગોવિંદો પ્રાણ અમારો રે, મને જગ લાગ્યો ખારો રે.
મને મારો રામજી ભાવે રે, બીજો મારી નજરે ન આવે રે.
મીરાંબાઈના મહેલમાં રે, હરિસંતનનો વાસ;
કપટીથી હરિ દૂર વસે, મારા સંતન કેરી પાસ.
રાણોજી કાગળ મોકલે રે, દેજો મીરાંને હાથ;
સાધુની સંગત છોડી દ્યો તમે, વસોને અમારે સાથ.
મીરાંબાઈ કાગળ મોકલે રે, દેજો રાણાજીને હાથ;
રાજપાટ તમે છોડી રાણાજી, વસો રે સાધુની સાથ.
વિષનો પ્યાલો રાણે મોકલ્યો રે, દેજો મીરાંને હાથ;
અમૃત જાણી મીરાં પી ગયાં, જેને સહાય શ્રી વિશ્વનો નાથ.