મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/મીરાં પદ (૨૫): Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|પદ (૨૫)|રમણ સોની}} <poem> મારું મનડું વીંધાણું મારું મનડું વીંધ...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}


{{Heading|પદ (૨૫)|રમણ સોની}}
{{Heading|પદ (૨૫)|મીરાં}}
<poem>
<poem>
મારું મનડું વીંધાણું
મારું મનડું વીંધાણું

Latest revision as of 05:57, 14 August 2021


પદ (૨૫)

મીરાં

મારું મનડું વીંધાણું
મારું મનડું વીંધાણું, રાણા! ચિતડું ચોરાણું, રાણા! શું રે કરું?
શું રે કરું? વિષ પીધે ના મરું, હો રાણા,          શું રે કરું?

નિંદા કરે છે મારી, નગરીના લોક રાણા!
તારી શિખામણ હવે મારે મન ફોક, રાણા!          શું રે કરું?

ભરી બજારમાંથી હાથી ચાલ્યો જાય, રાણા!
શ્વાન ભસે છે તેમાં હાથીને શું થાય, રાણા!          શું રે કરું?

ભૂલી-ભૂલી હું તો ઘરનાં રે કામ, રાણા!
ભોજન ન ભાવે, નયણે નિંદ છે હરામ, રાાણા!          શું રે કરું?

બાઈ મીરાં કહે પ્રભુ! ગિરિધર નાગર વહાલા!
પ્રભુને ભજીને હું થઈ ગઈ ન્યાલ, રાણા!          શું રે કરું?