મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /શિવાનંદ પદ ૧: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પદ ૧| રમણ સોની}} <poem> ૧ આંહ રે આવો તો હું જ દેખાડું :::: અદ્ભુત રૂ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|પદ ૧| | {{Heading|પદ ૧|શિવાનંદ}} | ||
<poem> | <poem> | ||
૧ | ૧ |
Latest revision as of 07:34, 14 August 2021
પદ ૧
શિવાનંદ
૧
આંહ રે આવો તો હું જ દેખાડું
અદ્ભુત રૂપ ત્રિપુરારિ રે;
જટાજુટમાં સુંદરી ગંગા, અર્ધાંગે શૈલકુમારી. આંહ રે ૧
ચોટલો ભ્રમરની સેર જ દીસે, કુંડળ નાકે વાળી રે;
ચાંદલો ભાલે સુંદર ચળકે, પેહેરણ કટિએ ફાળી રે. આંહ રે ૨
ત્રિય જટાવળી માથે લટકે, કુંડળમણિ વિષધારી રે;
ચંદ્રકળા વળી લોચન ભાલે, ગળે ગરલ વિહારી રે. આંહ રે ૩
મોતીની માળા કંઠે સોહે, અંગુલિએ મુદ્રિકા સારી રે;
કટિએ મેખલા રણઝણ ઝળકે, ઝાંઝર ચરણે ભારી રે.આંહ રે ૪
રંડમાળા અતિ શોભતી ક્દયે, પાણ પિનાકનો ધારી રે;
મૃગછાલાનું અંબર કટિએ, ઘૂઘરી કોકિલ વારી રે. આંહ રે ૫
ગિરિજાશંકર-પદ-અંબુજને, સેવે જે નરનારી રે;
શિવાનંદ ફરી ફરી જાયે, તે પદની બલિહારી રે. આંહે રે ૬