મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /મામેરું કડવું ૧૬: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
(One intermediate revision by the same user not shown) | |||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|કડવું ૧૬| | {{Heading|કડવું ૧૬|પ્રેમાનંદ}} | ||
<poem> | <poem> | ||
રાગ ધન્યાશ્રી | રાગ ધન્યાશ્રી | ||
Line 11: | Line 11: | ||
સોળે શણગાર કુંવરીને આપ્યા, મહેતાને દીધાં માન જી; | સોળે શણગાર કુંવરીને આપ્યા, મહેતાને દીધાં માન જી; | ||
છાબમાં બે પહાણ કનકની મૂકી થયા અંતર્ધાન જી.{{space} | છાબમાં બે પહાણ કનકની મૂકી થયા અંતર્ધાન જી.{{space}} ૩ | ||
સભા સહુ કો વિસ્મય પામી: ‘અલૌકિક શેઠશેઠાણી જી;’ | સભા સહુ કો વિસ્મય પામી: ‘અલૌકિક શેઠશેઠાણી જી;’ |
Latest revision as of 07:50, 14 August 2021
પ્રેમાનંદ
રાગ ધન્યાશ્રી
કોડ પહોંત્યાં કુંવરવહુના, ટળ્યું ભવનું મહેણું જી;
મનગમતી પહેરામણી પામ્યાં, જેહને જેવું લહેણું જી. ૧
નાગરી નાત, કુટુંબ, પડોશી, ચાકર, કોળી, માળી જી;
પહેરામણી સહુ કોને પહોંચી, વાચા પ્રભુએ પાળી જી. ૨
સોળે શણગાર કુંવરીને આપ્યા, મહેતાને દીધાં માન જી;
છાબમાં બે પહાણ કનકની મૂકી થયા અંતર્ધાન જી. ૩
સભા સહુ કો વિસ્મય પામી: ‘અલૌકિક શેઠશેઠાણી જી;’
મહેતાને સહુ પાયે લાગે, ભક્તિ સાચી જાણી જી. ૪
કુંવરબાઈની નણદી આવી, બડબડતી મુખ મરડે જી;
‘પહેરામણી કોને નવ પહોંતી,’ કોને નામે ભરડે જી. ૫
‘પહેરામણી પરન્યાતી પામ્યાં, ગયાં ઘરનાં માણસ ભૂલી જી;
એક કટકો કાપડું નવ પામી પુત્રી મારી ફૂલફૂલી જી. ૬
મુને આપ્યું તે પાછું લ્યો, ભાભી! રાખડીબંધામણ જી,
નામ મહેતો પણ ન હોય નાગર, દીસે દુર્બળ બ્રાહ્મણ જી’ ૭
કુંવરબાઈ પિતા કને આવી: ‘પિતાજી! હવે શું થાશે જી?
આટલું ખરચતાં મહેણું રહ્યું માથે, હવે કેમ જિવાશે જી? ૮
વીસરી દીકરી નણંદ કેરી, નાનબાઈ જેનું નામ જી;
છ મહિનાની છોકરી ભૂલી, એક કાપડાનું કામ જી.’ ૯
મહેતોજી કહે: ‘પુત્રી મારી! સમરો શ્રીગોપાળ જી;
એક તાંતણો હુંથી ન મળે, બેઠો વજાડું તાળ જી.’ ૧૦
ફરી ધ્યાન ધર્યું માધવનું: ‘ત્રિકમ! રાખો ટેક જી,’
પંચરંગનુ ગગન વિષેથી પડ્યું કાપડું એક જી. ૧૧
નણદી સંતોષ્યાં કુંવરબાઈએ, મહેતે માગી વિદાય જી;
સહસ્ર મહોર, સોનાના પહાણા, મૂક્યા તે છાબ માંહ્યા જી. ૧૨
નાગરલોક સહુ પાયે લાગે, પૂજે, કરે વખાણ જી;
જૂનેગઢ મહેતોજી આવ્યા, સમર્યા સારંગપાણ જી. ૧૩
વીરક્ષેત્ર વડોદરું, ગુજરાત મધ્યે ગામ જી;
ચતુર્વિંશી જ્ઞાની બ્રાહ્મણ, ભટ્ટ પ્રેમાનંદ નામ જી. ૧૪
સંવત સત્તર ઓગણચાળો, આસો સુદિ નવમી રવિવાર જી;
પૂરણ ગ્રંથ થયો તે દિવસે યથાબુદ્ધિ વિસ્તાર જી. ૧૫
આ મામેરું મહેતાજીનું ગાયે-સુણે નરનાર જી,
તેનાં કુટુંબ પરમ પદ પામે, કૃપા શ્રીજગદાધાર જી. ૧૬
કહે કવિ: હું કાઈ નવ જાણું, કરનારા ગોવિંદ જી;
સંતજનની કૃપા થકી કહે કૃષ્ણસુત પ્રેમાનંદ જી. ૧૭