પુનરપિ/કૃતિ-પરિચય: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|કૃતિ-પરિચય : રમણ સોની|}} {{Poem2Open}} પુનરપિ(1961) : કોડિયાં-1957ના પ્રકાશન...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
(2 intermediate revisions by one other user not shown) | |||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|કૃતિ-પરિચય | {{Heading|કૃતિ-પરિચય|}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
પુનરપિ(1961) : કોડિયાં-1957ના પ્રકાશન પછીની કાવ્યરચનાઓનો એક નાનકડો સંગ્રહ કવિએ કરી રાખેલો. એ સંગ્રહ કવિના અવસાન(1960) પછી, ઉમાશંકર જોશીની પ્રસ્તાવના સાથે, ‘પુનરપિ’ નામે (એ નામ પણ કવિએ જ નક્કી કરેલું) 1961માં પ્રકાશિત થયો. સંગ્રહમાં કોઈ નિવેદન નથી પણ છેલ્લે એમણે ‘કાવ્યવસ્તુવિસ્તાર’ શીર્ષકથી પોતાની કવિતા વિશે ને કવિતાની કળા વિશે જે લાંબો લેખ મૂક્યો છે એ ખૂબ વિચારણીય છે. | પુનરપિ(1961) : કોડિયાં-1957ના પ્રકાશન પછીની કાવ્યરચનાઓનો એક નાનકડો સંગ્રહ કવિએ કરી રાખેલો. એ સંગ્રહ કવિના અવસાન(1960) પછી, ઉમાશંકર જોશીની પ્રસ્તાવના સાથે, ‘પુનરપિ’ નામે (એ નામ પણ કવિએ જ નક્કી કરેલું) 1961માં પ્રકાશિત થયો. સંગ્રહમાં કોઈ નિવેદન નથી પણ છેલ્લે એમણે ‘કાવ્યવસ્તુવિસ્તાર’ શીર્ષકથી પોતાની કવિતા વિશે ને કવિતાની કળા વિશે જે લાંબો લેખ મૂક્યો છે એ ખૂબ વિચારણીય છે. | ||
Line 8: | Line 8: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Right|'''— રમણ સોની'''|}} | {{Right|'''— રમણ સોની'''|}} | ||
{{HeaderNav2 | |||
|previous = લેખક-પરિચય | |||
|next = પુનરપિ વિશે — ઉમાશંકર જોશી | |||
}} |
Latest revision as of 05:12, 24 September 2021
પુનરપિ(1961) : કોડિયાં-1957ના પ્રકાશન પછીની કાવ્યરચનાઓનો એક નાનકડો સંગ્રહ કવિએ કરી રાખેલો. એ સંગ્રહ કવિના અવસાન(1960) પછી, ઉમાશંકર જોશીની પ્રસ્તાવના સાથે, ‘પુનરપિ’ નામે (એ નામ પણ કવિએ જ નક્કી કરેલું) 1961માં પ્રકાશિત થયો. સંગ્રહમાં કોઈ નિવેદન નથી પણ છેલ્લે એમણે ‘કાવ્યવસ્તુવિસ્તાર’ શીર્ષકથી પોતાની કવિતા વિશે ને કવિતાની કળા વિશે જે લાંબો લેખ મૂક્યો છે એ ખૂબ વિચારણીય છે. 10 ખંડકોની 200 ઉપરાંત પંક્તિઓનું સંગ્રહનું પહેલું કાવ્ય ‘દર્શનો વિનોબાનાં’ બે રીતે નોંધપાત્ર છે : એમાં વિનોબા ભાવેનું એક લોકહિતેચ્છુ મહાપુરુષ તરીકેનું વ્યક્તિચિત્ર વિવિધ દૃશ્યાંશો —‘દર્શનો’—માં કાવ્યરૂપ પામ્યું છે, તથા એની સાથે કવિએ પોતે કરેલાં, વિનોબાની પ્રવૃત્તિના વિવિધ પ્રસંગોનાં ચિત્રરેખાંકનો મૂક્યાં છે એ વિશિષ્ટ છે. વિનોબાચરિત્ર પણ અહીં એ કલ્પનો ગૂંથતી લાક્ષણિક અભિવ્યક્તિથી આલેખાયું છે. એ સિવાયની કૃતિઓ પણ અરૂઢ કલ્પન-અલંકરણથી વિશિષ્ટ બનેલી છે. એમાં કવિની વક્રોક્તિઓ પણ રસપ્રદ છે, જેમ કે — ‘મંત્રી મહંતનો બારણે બેસી દર્શન વેચતો જાય’ કે ‘ઈથરમાં તરતું આવ્યું હૃદય બહાર’. સંગ્રહમાં પ્રદેશનું સ્વભાવોક્તિવાળું જીવંત ચિત્ર આપતું ‘કાઠિયાવાડ’, સ્ત્રી-પુરુષ-સંબંધની એક વિલક્ષણ માનસિક સ્થિતિને નિરૂપતું ‘લંડન ઉપર પાછળથી મૂકેલી બારી’ તથા રાજકીય કટાક્ષમાં સરી જતું પણ રસપ્રદ રહેતું લાંબું બાળકાવ્ય ‘હાથરસનો હાથી’ — નોંધપાત્ર કાવ્યો છે. કવિ હજુ પણ કોઈ નવી દિશામાં પ્રયોગશીલતા દાખવે ત્યાં જ, અકાળે એમનું અવસાન થયું. એક મોટી શક્યતા પર જાણે અચાનક પૂર્ણવિરામ મુકાઈ ગયું.
— રમણ સોની