પુનરપિ/દાક્તરનું દીવાનખાનું: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|દાક્તરનું દીવાનખાનું|}} <poem> બેઠો હતો હું દાક્તરના દીવાનખાન...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 59: | Line 59: | ||
29-11-’59 | 29-11-’59 | ||
</poem> | </poem> | ||
{{HeaderNav2 | |||
|previous = શાંતિના શિલ્પીઓ | |||
|next = હિમાલયની ચેતવણીનું ગીત | |||
}} |
Latest revision as of 05:38, 24 September 2021
બેઠો હતો હું દાક્તરના દીવાનખાનામાં
રાહ જોતો: હૃદય ધબકા મિનિટ ગણતા.
બેઠાં હતાં બીજાં હૃદયો ધડકતાં
[કે દર્દીઓ?]
રાહ જોતાં વારાની.
ચિત્રોનાં, ગમ્મતોનાં માસિકો હાસ્યરસનાં
[નહિ દર્દોનાં, યુનાની આયુર્વેદ કે લોબોટોમીનાં
પુસ્તકો માસિકો ક્યાંય નકશાઓ]
વેરણછેરણ મેજ પર.
પીળાં પડેલાં કોર વિનાનાં પાનાંઓ
[જાણે ખેંચાએલા કાન ઠોઠ નિશાળિયાના]
ફેરવતો બેઠો હતો.
ઊઘડ્યું દ્વાર, નીકળ્યો બહાર આંખ ઉપરનો પાટો;
(છૂપી આંખોનો અર્થ શો?)
પાછળ ઋષિની કફની ધોળી = દાક્તર.
વારો આવ્યો.
એક ધડકતું દિલડું ઊઠ્યું,
અંધકારમાં પેઠું અગોચરમાં;
બંધ થયું દ્વાર, પડદો પડ્યો.
જોખમ ક્યાં? અંદર કે બહાર?
બેઠો હતો પાનાંઓ ફેરવતો
કોર વિનાનાં વાંકાચૂંકાં
[જાણે કરડ્યા—મરડ્યા કાન ગૂંગા—ગામના, કુસ્તીબાજોના].
દ્વાર ખૂલ્યું દાક્તરને હાથે;
ઈથરમાં તરતું આવ્યું હૃદય બહાર.
પૈડાવાળો ખાટલો ચલાવી
સગાંઓ લઈશ ગયા પડખેના ઓરડે.
મારી આગળ બેઠેલાનો આવ્યો વારો;
પડદો પડ્યો.
અરે! આ શું?
ખેંચાએલા કાન જેવા આવે પીળે પાને
કાવ્ય મારું? (ક્યારે છપાયું હશે!)
કીકીઓ બનતી સાળવીનો કાંઠલો.
પણ હૃદય ધબકા ભગાડે અર્થોને.
અનન્ત સહ્યું તોય ના’વે કાળનો અંત!
ઊઘડ્યું દ્વાર.
આંગળી મને બોલાવે.
આમંત્રણ.
[વારો મારો?]
મારી પાછળ ગૂંગળાઈ ગુફા.
લાંબા થાઓ!
મ્હેકે ઈશ્વરની=આળસનો અર્ક=મૃત્યુનો અલ્પાયુષિ જન્મ.
[ટકટક ટાઇપરાઇટરનું! મ્હારા? કે દાક્તરના મંત્રીના?]
નહી ઊઠું તો?
વાંચશે મારું એ કાવ્ય કોઈ
—ઠોઠ નિશાળિયાના કાન જેવા પાનાં પરનું—
રાહ જોતા દાક્તરના દીવાનખાનામાં—કોઈ
ધડકતગે હૈયે?
29-11-’59