પુનરપિ/એલીફન્ટા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|એલીફન્ટા|}} <poem> પ્રશાંત-પદ હસ્તિની નીરખ આ સગર્ભા: ગુફા તણા ઉ...")
 
No edit summary
 
Line 20: Line 20:
1-3-’60
1-3-’60
</poem>
</poem>
{{HeaderNav2
|previous = અંગત મંત્રી
|next = આવ્યું-આવ્યું રે ગુજરાત
}}

Latest revision as of 05:40, 24 September 2021


એલીફન્ટા

પ્રશાંત-પદ હસ્તિની નીરખ આ સગર્ભા: ગુફા
તણા ઉદર મોકળે જીવનબીજ ઝાઝાં ખીલી,
અનેક રૂપ આકૃતિ ઊપસતાં બને મૂર્તિઓ;
અવાક મુખ ઉચ્ચરે ઉગમ સ્પંદનોને ઝીલી.
અહીં સ્તન અકેલડું લચત — અર્ધનારીશ્વર
(હશેય મૃત શિલ્પીને અડપલો પિકાસો-કર!)
ત્રિમૂર્તિ પડછંદ ગર્ભકૂપ તોડવા ત્યાં મથે,
ઈંડું જ્યમ ગરુડપુત્ર ચિરવા ન માતાં ઝીંકે
ધીકે: શિર સહી પ્રવાહપૂર ભાર ગંગા તણો
ઊભાં શિવ ત્યહીં દયા નીતરતા ધરાની પરે.

પટાર તવ, હસ્તિની! અદકડો ઇલોરા થકી,
છતાંય જગયાત્રિના ભ્રમણમાં ઉપેક્ષા બને:
મહોમાયિપુરી તણાં વિકલ પાણી લાગ્યાં તને!

1-3-’60