સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/નવલભાઈ શાહ/આજીવન સત્યાગ્રહી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{Poem2Open}} {{space}} પચાસ વર્ષના જાહેર જીવનમાં વજુભાઈનો ઉત્સાહ કદી ઓસર્યો નથ...")
 
No edit summary
 
Line 5: Line 5:
ગુજરાતમાં અનેક વક્તાઓને સાંભળવાની તક મળી છે, પણ વજુભાઈ તો વજુભાઈ જ. તે ગામડાંના સામાન્ય માણસ સાથેની વાતોમાં તો ખીલે જ, પણ ભણેલાગણેલા વર્ગનેયે તેમની વાતોથી મંત્રમુગ્ધ કરી દે. ગમે તે વિષય ઉપર તેઓ બોલી શકે. જે વિચાર પર તે બોલતા હોય તે વિચાર તેમના હૃદયમાંથી ઊઠતો હોય એવી પ્રતીતિ સાંભળનારને થયા વગર ન રહે. એટલે જ વજુભાઈની વાણી ઝીલતાં કોઈ થાકે નહિ. અને વાતો કરતાં, સામાના હૃદયમાં પ્રવેશતાં થાકે તો તે વજુભાઈ નહિ.

દેહથી ભિન્ન આત્મા છે, આત્માની શકિત છે, તેનો સતત અનુભવ કરાવે એવું હતું વજુભાઈનું જીવન. પચાસ વર્ષ સુધી એકધારી દેશસેવા કરતાં કરતાં શરીર ઘસાઈ ગયું ત્યારે પ્રેમપૂર્વક આત્માએ ઓઢેલી “જ્યોં કી ત્યોં ધરી દીની ચદરિયા.”

ધન્ય પોણો કલાક
‘કટોકટી’ પછી બાબુભાઈ પટેલની સરકાર બરતરફ થઈ. બાબુભાઈની ધરપકડ કરીને પહેલાં જૂનાગઢની જેલમાં મોકલવામાં આવ્યા. પછી ત્યાંથી અમે બીજા સાથીઓ જ્યાં હતા તે વડોદરાની જેલમાં લાવ્યા. ત્યાં એમને આપેલા વિશાળ ઓરડામાં પ્રવેશતાં પહેલી છાપ વ્યવસ્થિતતાની પડે. ટેબલ પર એક પણ પત્ર કે વસ્તુ અવ્યવસ્થિત નજરે ન પડે. ટેબલની બાજુના ઘોડા પર તેમની પેટીઓ વ્યવસ્થિત ગોઠવાયેલી રહેતી. તેમનું જેલજીવન રોજ સવારે ફરવાના કાર્યક્રમથી શરૂ થાય, ત્યારે ૬૪ વરસની ઉંમરે યુવાનને શરમાવે એવા જુસ્સાથી ને ઝડપથી સવાર-સાંજ થઈને પાંચેક માઇલ ચાલતા. બે મુખ્ય પ્રવૃત્તિ વાંચવું ને કાંતવું. રોજની ટપાલના રોજ જવાબ ન આપે ત્યાં સુધી એમને ચેન પડે નહિ. ક્યારેક ચાર કલાક ટપાલ લખવામાં ગાળતા. રોજ સાંજે પ્રાર્થના પછી બધા સત્યાગ્રહી કેદીઓ એકઠા થતા. સંસ્કૃત કાવ્ય ‘રઘુવંશ’નો રસાસ્વાદ બાબુભાઈ કરાવતા ત્યારે એ પોણો કલાક અમારે માટે ધન્ય બની જતો.

{{Poem2Close}}
{{Poem2Close}}

Latest revision as of 11:15, 2 June 2021

          પચાસ વર્ષના જાહેર જીવનમાં વજુભાઈનો ઉત્સાહ કદી ઓસર્યો નથી. ગમે તેવી નિરાશાના વાતાવરણમાં પણ વજુભાઈને મળો એટલે કોઈ નવી પ્રેરણા લઈને જ પાછા ફરો. વજુભાઈનો પ્રેમ એવો કે તે જે કહે તે કર્યા વગર રહી જ ન શકાય. તેમની ખરી વિશેષતા તો કોઈ પણ વિચારને સમજાવવાની કળા. કલાકો સુધી ધીરજથી વાતો કરે. સામા માણસને સમજવા પૂરો પ્રયત્ન કરે. પોતાની વાત તેની હોય એમ લાગે એ રીતે એના હૃદયમાં પ્રવેશે. ગુજરાતમાં અનેક વક્તાઓને સાંભળવાની તક મળી છે, પણ વજુભાઈ તો વજુભાઈ જ. તે ગામડાંના સામાન્ય માણસ સાથેની વાતોમાં તો ખીલે જ, પણ ભણેલાગણેલા વર્ગનેયે તેમની વાતોથી મંત્રમુગ્ધ કરી દે. ગમે તે વિષય ઉપર તેઓ બોલી શકે. જે વિચાર પર તે બોલતા હોય તે વિચાર તેમના હૃદયમાંથી ઊઠતો હોય એવી પ્રતીતિ સાંભળનારને થયા વગર ન રહે. એટલે જ વજુભાઈની વાણી ઝીલતાં કોઈ થાકે નહિ. અને વાતો કરતાં, સામાના હૃદયમાં પ્રવેશતાં થાકે તો તે વજુભાઈ નહિ. દેહથી ભિન્ન આત્મા છે, આત્માની શકિત છે, તેનો સતત અનુભવ કરાવે એવું હતું વજુભાઈનું જીવન. પચાસ વર્ષ સુધી એકધારી દેશસેવા કરતાં કરતાં શરીર ઘસાઈ ગયું ત્યારે પ્રેમપૂર્વક આત્માએ ઓઢેલી “જ્યોં કી ત્યોં ધરી દીની ચદરિયા.”